________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૩૨ )
શ્રી કર્મચગ ગ્રંથ-સવિવેચન.
સામ્રાજ્યમાં-સમાજમાં–મંડળમાં-ધર્મસંઘમાં અને પિતાના આત્મામાં ઉચ્ચતા અને શાંતિ વધતી જાય છે. અને તેનું પરિણામ એ આવે છે કે કર્મવેગમાં આત્માની વિશુદ્ધિથી ઉરચ થએલ જનસમાજ ખરેખર ધાર્મિક કર્મચગના રણક્ષેત્રમાં મહ શત્રુનો પરાજય કરીને કેવળજ્ઞાન અને કેવળદર્શનની પ્રાપ્તિ કરવા સમર્થ થાય છે. કર્મચાગની ઉચ્ચતા અને દિવ્યતામાં વિઘ કરીને તેને અધપાત કરનાર ખરેખર કોઈ માન માયા અને લોભ એ ચાર કષાયે છે. ક્રોધાદિ ચાર કષાયને નાશ કરનાર ખરેખર કર્મયોગક્ષેત્રમાં કર્મયેગી બનવા સમર્થ થાય છે. ક્રોધ માન માયા લેભ ઈર્ષ્યા નિન્દા હૈષ કરકૃષ્ણલેશ્યાદિક પરિણામ અસહનશીલતા અને મમત્વાદિ પરિણામથી ઘેરાયેલે અજ્ઞાની જીવ ખરેખર ઉચ્ચ રાજ્યપદવી ન્યાયપદવી સેનાધિપતિપદવી આદિ મહા પદવીઓને પ્રાપ્ત કરીને વિશ્વ મનુષ્યને દુઃખને હેતુભૂત થાય છે. રાગદ્વેષાદિક પરિણામથી ઘેરાયલે મનુષ્ય વ્યાવહારિક તેમજ ધાર્મિક કર્મગ ક્ષેત્રમાં વિહાર કરતો છતે સ્વપરને અશાંતિ દુઃખ અને કર્મવૃદ્ધિ કરનારમાં નિમિત્તભૂત થાય છે. અએવ વ્યાવહારિક કર્મયોગ સામ્રાજ્યમાં જ્ઞાનપૂર્વક રાગદ્વેષ પરિણતિથી શાંત થએલ મનુષ્યની ઉપયોગિતા જેમ વ્યાજબી જણાય છે તેમ તેના કરતાં ધાર્મિક કર્મગ ક્ષેત્રમાં જ્ઞાની શાંત ઉદાર ગંભીર જિતેન્દ્રિય સાપેક્ષદષ્ટિધારક-એવા ધર્મકર્મવેગીની અનંતગુણી ઉપયોગિતા સિદ્ધ કરે છે. ગૃહસ્થ કર્મયોગીને વ્યાવહારિક તથા ધાર્મિક કાર્યોમાં જ્ઞાની અને શાંત થઈને પ્રવર્તવાની જરૂર છે તેના કરતાં ધર્મકર્મવેગના અધિકારી સાધુને તે અનંતગુણ વિશેષ ઉત્તમ થવાય એવા આત્મજ્ઞાનમાં પરિપકવ બનીને ધર્મ કર્મયોગમાં પ્રવૃત્ત થવાની જરૂર છે. દરરોજ આહારાદિની ક્રિયાઓ કરવી પડે છે. આહારદિની ક્રિયાઓ કર્યા વિના છૂટકે થતું નથી ત્યારે તેમાં પ્રવૃત્તિ કરવી એ તે વ્યાવહારિક દષ્ટિએ આવશ્યક સિદ્ધ કરે છે તેથી તેમાં જેમ જેમ રાગદ્વેષના મન્દ પરિણામે પ્રવર્તવામાં આવે છે તેમ તેમ તેમાં દિવ્ય શાંતરસનો પ્રવાહ અવિચ્છિન્નપણે વહેતે અનુભવમાં આવે છે. જ્ઞાન ભેગપૂર્વક વ્યાવહારિક તથા ધાર્મિક કર્મવેગ આદરણીય છે એમ થવાનું કારણ એ છે કે તેમ કરવાથી કર્મયોગની પ્રત્યેક ક્રિયાઓનું મુખ્ય સાધ્યબિન્દુ સ્વકીયજ્ઞાનદષ્ટિમાં કાયમ રહે છે અને તેથી કદાગ્રહ પક્ષપાત યિાદ મતાંતર અને સંકીગતા વગેરે જે અનેક દોષ પ્રકટીને ક્રિયાકર્મચગમાં પરંપરાએ અશુદ્ધતા વધારીને જનસમાજનો અધઃપાત કરી દે છે તે કદી થતી નથી. જ્ઞાનગપૂર્વક ક્રિયાગમાં પ્રવૃત્ત થવાથી સાધ્યદષ્ટિ અને ઉદારભાવ તથા સાંપ્રત સાનુકૂળ પ્રતિકૂળ સંગોમાં કાર્ય કરવાની અને મગજની સમાનતા રાખવાને ખ્યાલ રહે છે. શાસ્ત્રોથી અવિરુદ્ધપણે ગૃહસ્થને ગૃહસ્થના વ્યાવહારિક તથા ધાર્મિક અધિકાર પ્રમાણે, સાધુઓને સાધુના અધિકાર પ્રમાણે ધાર્મિક કર્તવ્ય કર્મોનું ઉત્સર્ગ માર્ગ અને અપવાદ માર્ગ પ્રમાણે ઉપર્યુક્ત ઉપદેશદિશાલેખન કર્યાબાદ કષાય સંબંધી કથવાનું કે કોઈ માન માયા લેભ અને કામાદિ કષાયને જેમ જેમ મંદ-શાંત કર
For Private And Personal Use Only