________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shin Kailassagarsun Gyanmandir
( ૨૨૬ )
શ્રી કર્મયોગ ગ્રંથ-સવિવેચન.
B
પરિણામને અને હદ બહાર પરિગ્રહને ધારણ કરવાની કંઈ પણ જરૂર રહેતી નથી. લેભને પરિણામ ધારણ કરે અને હદ બહાર ઉપયોગી વસ્તુઓનો સંગ્રહ કરી પરિગ્રહ વધારો એ કુદરતના નિયમનું ભંગ કરનાર મહાપાતક છે અને તેથી પાપ-દુઃખ-અશાંતિ અને અહત્વાધ્યાસ વિના અન્ય કશું ફળ ઉત્પન્ન થએલું દેખાતું નથી. આંતરિક જીવનમાં જ્ઞાનદર્શનચારિત્રાદિ ગુણેની આવશ્યકતા સિદ્ધ કરે છે. જ્ઞાનદર્શનચારિત્ર અને વીર્ય એ ભાવપ્રાણુ છે અને ભાવપ્રાણને આંતરિક જીવન કહેવામાં આવે છે તથા દ્રવ્યપ્રાણને બાહ્યજીવન કથવામાં આવે છે. બાહ્ય જીવનની રક્ષાર્થે બાહ્ય અમુક વસ્તુઓની ઉપયોગિતાની જરૂર છે અને આંતરિક જીવનની ઉપશમભાવે પશમભાવે અને ક્ષાયિભાવે વૃદ્ધિ તથા તેની રક્ષાર્થે જ્ઞાનયાનાભ્યાસ વગેરેની જરૂર છે. આંતરિક જ્ઞાનાદિના જીવનાર્થે બાહ્ય વસ્તુ એનો લેભ કરવાની કંઈ જરૂર રહેતી નથી. આત્માના જ્ઞાનાદિ ગુણો તો સત્તાથી અનાદિકાલતઃ આત્મામાં છે તેને લેભ કરવાની કંઈ જરૂર રહેતી નથી કારણ કે લેભ પરિણતિને ક્ષય થતાં આત્મામાં જ્ઞાનાદિ ગુણે સ્વયમેવ પ્રગટે છેઅર્થાત્ સત્તાએ જ્ઞાનાદિ ગુણો હતા તે લેભાવરણ ટળતાં આત્મામાં વ્યક્તપણે થાય છે. પ્રશસ્ત લોભની ધર્મની આરાધનામાં પ્રથમ આવશ્યકતા સિદ્ધ કરે છે. પરંતુ આત્માના સ્વરૂપમાં ઊંડા ઉતરતાં તેની પણ ઉપ
ગિતા સિદ્ધ કરતી નથી. ધર્મની પ્રાપ્તિ કરાવી આપનાર દેવગુરુનું અવલંબન લેવું એ આત્માની ફરજ છે અને એ ફરજ અદા કરવી જોઈએ તેમાં લેભ કરવાની કંઇ જરૂર પડતી નથી. લેભની પરિણતિ ધારણ કર્યા વિના દેવગુરુ ધર્મની આરાધનામાં સ્વાધિકારે કારણસામગ્રી યોગે પ્રવૃત્ત થવું અને અન્યને પ્રવૃત્ત કરવા એ આત્મિક કર્તવ્ય છે–એમ માનીને પ્રવર્તતાં શુભ કષાયાદિને ઉપશમાદિ ભાવ થાય છે અને તેથી ક્ષાયિકભાવે શુદ્ધચારિત્ર્યગુણની પ્રાપ્તિ થાય છે. પિતાના આત્મામાં ઉપર પ્રમાણે લેભ ન પ્રકટતો હોય અને બાહ્યજીવન તથા આંતરિક જીવનના ઉપયોગી સાધનોની સામગ્રી હદ પ્રમાણે પ્રાપ્ત કરવામાં આવતી હોય અને તે બાબતમાં અન્ય મનુષ્ય બાહ્યદૃષ્ટિએ પોતાને લેભી વગેરે કહે તેથી કદિ ક્રોધી બનવું નહિ અને તેમજ સ્વકર્તવ્યકર્મથી ભ્રષ્ટ થવું નહિ. બાહ્યજીવનની ઉપ
ગિતા આંતરિક જીવનેન્નતિ માટે છે એમ અવધીને બાહ્યજીવન તથા આંતરિક જીવનની રક્ષા અને તેની પ્રગતિ માટે પ્રયત્ન કરવામાં આવતો હોય અને તે બાબતમાં અન્ય મનોતરફથી આક્ષેપમય ટીકા કરવામાં આવતી હોય તેથી કદિ ગભરાવું નહિ, હિમ્મત હારવી નહિ અને તેમજ મગજની સમતાને ખોવી નહિ. શુભાશુભ પ્રારબ્ધ કર્મયોગે જે જે કંઈ થાય છે તે બંનેમાં સમભાવ ધારણ કરીને બાહ્યજીવન તથા આંતરિક જીવન રક્ષવાની જરૂર છે. જગતના ગુપ્ત ભેદો કે જે બુદ્ધિવિષયની બહાર છે તેમાં જ્ઞાન વિના નકામી પર વસ્તુઓની પ્રાપ્તિ માટે ધમપછાડ કરી લેભાન્ય બનવાથી સ્વપરને કાંઈ પણ લાભ આપી શકાતો નથી. પરવસ્તુઓની પ્રાપ્તિ માટે લેભ કરવા માત્રથી કંઈ વળતું નથી એ ઉપયોગમાં
For Private And Personal Use Only