________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Sh Kailassagarsuri Gyanmandir
-
=
( ૨૨૪)
શ્રી કર્મયોગ ગ્રંથ-સવિવેચન.
ઉત્પન્ન થવાનું મુખ્ય કારણ સાંસારિક પદાર્થો પર થનારી ઈચ્છતા પ્રિયતા અને અહં મમત્વબુદ્ધિ છે. સાંસારિક પદાપરથી ઈપણું ટળી જાય છે તે લોભ પરિણામની મંદતા પડી જાય છે અને તે અંતરમાં અનુભવાય છે. સાંસારિક પદાર્થોમાં સુખબુદ્ધિની લાલસાથી સાંસારિક પદાર્થો મેળવવા લેભ પરિણામને પ્રાદુર્ભાવ થાય છે. માન કીર્તિ પ્રતિષ્ઠા સંપત્તિ સત્તા અને ધન આદિની પ્રાપ્તિ માટે અંતરમાં લેભપરિણામને પ્રાદુર્ભાવ થાય છે. લેભપરિણામો પ્રાદુર્ભાવ થતાં નામરૂપમાં ઈષ્ટત્વ પરિણામ પ્રક્ટ છે અને તેથી અનેક પ્રકારના મન વચન અને કાયાથી વ્યાપાર કરવા પડે છે. મન વચન અને કાયાનું લેભાગે પરભાવમાં વીર્ય પરિણમે છે અને તેથી પરિણામ એ આવે છે કે પરપુલ દ્રવ્યના દાસત્વને સ્વીકાર કરે પડે છે અને આત્માના શુદ્ધ ધર્મરૂપ ધનથી કરે એજન દૂર રહેવું પડે છે. એક આત્માવિના અન્ય વસ્તુઓ પોતાની નથી. આજીવિકાદિ કારણે પરવસ્તુઓનું અમુક મર્યાદાએ ગ્રહણ કરવું પડે છે અને જ્ઞાનીઓ રાગદ્વેષનો ત્યાગ કરીને આહારાદિનું શાસ્ત્રમર્યાદાએ ગ્રહણ કરે છે અને અજ્ઞાનીઓ મૂરછોગે આહારાદિ વસ્તુઓનું ગ્રહણ કરે છે. શ્રી મહાવીરદેવે મુરઝારા ડુતો-મૂછafaફ્ટ ૩ઃ મૂરછને પરિગ્રહ કર્યો છે. અજ્ઞાનદશાથી જડભૂતપરવસ્તુઓમાં મૂચ્છનો પરિણામ થાય છે અને તેના વેગે અનેક પ્રાણીઓની હિંસા કરવી વગેરે અનેક પાપસ્થાનકો ભેગવવાં પડે છે. યદિ લોભ-મૂછને પરિણામ વર્તે છે તે બાહ્ય વસ્તુઓના ત્યાગથી ત્યાગીપણું પ્રાપ્ત થતું નથી. મૂરછલાભ પરિણામ યદિ હૃદયમાં નથી તો બાહ્ય વસ્તુઓ કે જેમાં ઈછત્વ પ્રિયત્વ મમત્વ માનીને દુનિયા બંધાય છે ત્યાં બંધાવાનું થતું નથી. આત્મજ્ઞાની પિતાના આત્માથી શરીરાદિ સર્વ જડવસ્તુઓને ભિન્ન માને છે અને તેમાં વસ્તુતઃ કંઈ સુખપ્રદત્વ દેખતો નથી; તેથી તે શરીરાદિ જડવસ્તુઓમાં લોભ ધારણ કરતો નથી. જગમાં ધનધાન્યાદિક જડવસ્તુઓને લક્ષમીભૂત માનવામાં આવે છે પરંતુ તેની પ્રાપ્તિથી અદ્યપર્યત કેઈને સત્ય સુખ પ્રાપ્ત થયું નથી. લેભથી વર્તમાનકાળમાં કઈને સુખ થતું નથી અને ભવિષ્યકાળમાં કોઈને થનાર નથી એમ નકકી માનીને લોભ પરિણતિને ત્યાગ કરવો જોઈએ. શરીરસંરક્ષણ અને શરીરજીવનપ્રદ બાહ્ય વસ્તુઓ વિના કોઈ પણ જીવને ચાલતું નથી તેથી તે વસ્તુઓને સંગ્રહવી પડે છે એ ખરું છે પણ તેથી એમ નથી સિદ્ધ થતું કે તે વસ્તુઓને લેભ કરે. લેભવૃત્તિ વિના પણ વસ્તુઓને સંગ્રહી શકાય છે. લોભ પરિણામ વિના સાંસારિક ખાનપાનાદિ વસ્તુઓ દ્વારા આજીવિકાવૃત્તિ વગેરે કરી શકાય છે તે પશ્ચાતું લોભવૃત્તિને ધારણ કરવાનું કંઈપણ પ્રયજન રહેતું નથી. વિશ્વમાં જીવનના ઉપયોગમાં આવે એવી વસ્તુઓને ખપ જેટલી રાખવી જોઈએ અને તેની પ્રાપ્તિ માટે પ્રયત્ન કરે. જોઈએ—એ જીવનપ્રવૃત્તિને નિયમ છે અને તેનાથી વિશેષ પ્રાપ્ત કરીને અન્ય જીવોના જીવનમાં વિદ્ધ નાખી નાહક અસંતોષી બની વિશ્વજીવન વ્યવસ્થાના ઘાતક થવું એ
For Private And Personal Use Only