________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કપટને મૂળ હેતુ લોભ.
( ૨૨૩ ).
આશ્ચર્ય છે? ધર્મની આરાધનામાં યદિ કપટ સેવાય છે તે શ્રી સદ્ગુરુ પાસે આલોચના લીધા વિના આત્માની શુદ્ધિ થતી નથી. હે આત્મન ! તારે યદિ કપટ પરિણામ પર પ્રીતિ છે તે આત્મધર્મથી તારે સેંકડે જનનું છેટું છે. અને બાહ્ય ચેષ્ટાથી ધમાં દર્શાવવા બાહ્ય ધાર્મિક ક્રિયાઓમાં અનુષ્ઠાન સેવાતાં હોય તો હારા આત્માની વિશુદ્ધિ થવી દુર્લભ છે. કપટને પરિણામ અમુક પ્રકારે બાહ્યતઃ શાંતિની ચેષ્ટા આદિ ચેષ્ટાઓ દર્શાવવા શકિતમાન થાય છે તથાપિ હદયની શુદ્ધતાવિના આત્મન્નિતિમાં એક ડગલું માત્ર પણ વધી શકાતું નથી. “ જ્યાં કપટ ત્યાં ચપટ ” એવી ગુર્જર ભાષાની કિંવદન્તિમાં અનુભવ સત્ય સમાયલું છે એમ પ્રત્યક્ષ દૃષ્ટાંતથી અવબોધી શકાય છે. વણિક અને વહોરાઓમાં પ્રાયઃ વ્યાપારવૃત્તિથી દાંભિક સંસ્કારોને અભ્યાસ વિશેષતઃ હેય છે; અતએ ધર્મક્રિયાઓમાં પણ દાંભિકાભ્યાસવાસનાની ચેષ્ટાઓનું અવલોકન થાય છે તો તેમાં કંઈ આશ્ચર્ય નથી. કારણકે વ્યાપારિકવૃત્તિસમુદ્ભૂતદાંભિકસંસ્કારવાસનાભ્યાસનું એટલું બધું બળ જામે છે કે ધર્મકર્મમાં પણ તેના અભ્યાસનું પરિણામ પ્રાયઃ પ્રગટે છે એમ અનુભવગોચર વૃત્તાંત થતાં નિશ્ચય કરી શકાય છે. આત્મિક પરિણામની શુદ્ધિમાં મલિનતાકારક કપટ પરિણામ છે. અતએ ચૈતન્યવાદી આધ્યાત્મિકતપાસકોએ સહજાનંદની પ્રાપ્તિ માટે કપટના પરિણામનો સર્વથા ત્યાગ કરે એ ઉચિત કાર્ય છે. કીર્તિ પૂજા સત્કાર માન અને લોકસંજ્ઞાદિ કારણે કપટ પરિણામ અને કપટાચારનું આસેવન કરવાથી આત્માનું સ્વાતંત્ર્ય ત્યજાય છે અને માયાના દાસ બનવું પડે છે, તેથી પરિણામ એ આવે છે કે આત્મગુણે કરતાં કર્યાદિ વસ્તુઓને મહાન માનવી પડે છે. આત્મારૂપ પરમાત્માના સ્વાતંત્ર્ય પરિણામ એ શેતાનને પાઠ ભજવીને જગતની દૃષ્ટિ આગળ જુદા પ્રકારનું નાટક રજુ કરે છે. વિચાર અને આચારમાં કપટ પરિણમતાં આત્મારૂપ પરમાત્માની સત્ય ગર્જનાઓ મંદ પડી જાય છે અને દુનિયાની કીર્તિ આદિના સેવક બનવું પડે છે. આત્મામાં કપટને પરિણામ યદિ વિદ્યમાન છે તો સ્વયમેવ મનુષ્ય દુઃખકૂપમાં પડેલ છે એમ અવબોધવું. મૈત્રી ભાવનાને મૂળમાંથી નાશ કરીને તેને સ્થાને અમિત્રભાવ પ્રગટાવનાર કપટના પરિણામ કરતાં કૃષ્ણસર્ષની સંગતિ સહસ દરજજે શ્રેષ્ઠ છે. કારણકે કૃષ્ણસર્પની સંગતિથી તે એક ભવમાં મૃત્યુ થાય છે અને કપટ પરિણામના એગે તો સંસારમાં અનેક અવતારે કરવા પડે છે. કપટની પરિણતિને મનમાં ઉત્પાદ થવાની સાથે આત્માનંદ તે પલાયન કરી જાય છે. પંચંદ્રિયના ત્રેવીશ વિષયે પ્રતિ ઉદ્દભવનાર ઈનિષ્ટ પરિણામ યદિ ટળે છે તે પશ્ચાત્ કપટના પરિણામને સંક્ષય થવાને પ્રસંગ પ્રાપ્ત થાય છે. કારણકે પાંચ ઇદ્રિના વિષયે અને નામરૂપમાં જે અહંવાધ્યાસ થાય છે તે ટળે છે તે પશ્ચાત્ આત્મામાં કપટ પરિ. ણામને ઉત્પન્ન થવાનું કારણ રહેતું નથી. કપટ પરિણામને હેતુ લેભ છે. લેભવૃત્તિને ત્યાગ થાય તે કપટપરિણતિને વિનાશ થાય એમાં કશું આશ્ચર્ય નથી. તેને પરિણામ
For Private And Personal Use Only