________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૨૨ ).
શ્રી કમંગ ગ્રંથ-સવિવેચન.
અનુભવ આવી શકે છે. જ્ઞાનપૂર્વક અનંતગુણ વિશુદ્ધ એવી સરળતા પ્રાપ્ત થતાં નિવૃત્તિ સુખ અનુભવ્યાથી સંસાર અને મુકિતને અંતર અવબોધી શકાય છે. આત્મજ્ઞાનપૂર્વક અનંત વિશુદ્ધ સરલતાની અવપ્તિથી વાસ્તવિક મસ્તપણું પ્રકટે છે અને તેથી સહજાનંદની એવી અનંતગુણ વિશુદ્ધ ખુમારી પ્રગટે છે કે જેથી મુક્તિનું આત્મામાં અત્ર જીવતાંઆ ભવમાં સત્યસુખ વેદાય છે. જ્ઞાનપૂર્વક અનંતગુણ વિશુદ્ધતાની પ્રાપ્તિ માટે સર્વ પદુગલિક કાર્યોની આહુતિ આપવી પડે છે; અર્થાત્ સર્વ પ્રકારના પૌગલિકસ્વાર્થોને નાકના મેલવગણ અહંમમત્વલજજાભીતિને ત્યજવાં પડે છે. પૂર્વ મહર્ષિઓએ આ પ્રમાણે નિર્માયિક જીવન પ્રકટાવીને પરમાત્મપદની પ્રાપ્તિ કરી હતી. મહાત્માનું આંતરિક અને બાહ્ય નિમયિકજીવન હોય છે. કપટવિનાનું મન કપટવિનાનો વ્યવહાર કપટવિનાને દેહને વ્યાપાર અને કપટવિના સર્વજીની સાથે આત્મિક સંબંધ એ જ આધ્યાત્મિકેન્નતિને મૂલ મંત્ર મહાપુરુષોને ગુરુકૃપાથી પ્રાપ્ત થાય છે. નિઃસ્વાર્થજ્ઞાનમય સરળતાની પ્રાપ્તિથી અલકિક દશાને અનુભવ આવે છે અને અનેક દેષનું દ્વાર બંધ થાય છે એમ અનુભવીઓએ અનુભવપૂર્વક જણાવ્યું છે. અતએ આધ્યાત્મિકેન્નતિના શિખર પર આરૂઢ થનાર અધ્યાત્મજ્ઞાનીઓએ વિશુદ્ધ સરળતાનું પ્રથમતઃ સંસેવન કરવું એજ મહાકર્તવ્ય છે એમ ખાસ હૃદયમાં અવધીને નિશ્ચય કરવો જોઈએ. સર્વ સાંસારિક તૃષ્ણાયેગે મન વચન અને કાગના વ્યાપારની વક્તા ઉદ્દભવે એ સ્વાભાવિક છે અને એવી કપટવકતાનો નાશ કરે એ મહા દુષ્કરકાર્ય છે. સાંસારિક વ્યવહારમાં આસક્ત રહીને બાહ્યોન્નતિમાં લક્ષ્ય દેવું હોય તે આધ્યાત્મિક સરલતાઓની વાર્તાઓ કરવી એ એક જાતની માથાકૂટ છે. આ સંસારના સર્વ વ્યાવહારિક ભાવમાંથી ચિત્તની રમણતાને ત્યાગ કરીને આત્માની પરમાત્મતાને પ્રગટાવીને તેનું અનંત સુખ વેદવું હોય તેજ આત્મિકગોની સરલતા પર લક્ષ દેવું અને જ્યારે મનની એવી દશા થશે ત્યારેજ અલોકિક દિવ્યસુખમય જીવનને સાક્ષાતકાર થશે એમ ખાત્રીથી માનવું. સર્વ કપટ પ્રપંચોને દૂર કરીને આત્માનું આનંદમય
જીવન અનુભવી શકાય છે. કપટના નાશની સાથે અનેક મહાદુર્ગનો નાશ થાય છે અને ચિત્તમાં પ્રકટતા અનેક વિકલ્પનો ઉપશમ કરીને ચિત્તની નિર્વિકલ્પતાની પ્રકટતા સાથે આત્મસમાધિમાં પ્રવેશ કરી શકાય છે. યાવતુ હૃદયમાં ઈર્ષ્યા માન કોધ વૈર લોભ ઈષ્ટવસ્તુની પ્રાપ્તિ આદિ આર્તધ્યાન અને રૌદ્રધ્યાનના હેતુઓ વડે કપટદંભ રહે છે તાવત્ સ્વકીય હૃદયની શુદ્ધિ થઈ શકતી નથી અને આત્માની અધઃપતનતા થાય છે. કપટને આત્મામાં પરિણામ ઉત્પન્ન થતાં આત્માની દશા બદલાઈ જાય છે અને તેને સાક્ષીભૂત વસ્તુતઃ સ્વકીય આત્મા થાય છે. અન્ય જેને પ્રતારવા એ વસ્તુતઃ સ્વકીયહુદયની વિપ્રતારણા અવબોધવી. આત્મામાં કપટને પરિણામ ઉદ્ભવે છે તે અગ્ય છે એમ સ્વકીય: હદયની પુરણ જણાવે છે તે તેની સાક્ષી આપ્તપુરુષોનાં વચન આપે એમાં શું
For Private And Personal Use Only