________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આત્માની રવાભાવિક પરિણતિ કઈ?
(
૨૧ )
પરથી અહત્વ દૂર કરવું પડશે અને ઘેર નિદ્રાની પેઠે બાહ્ય પદાર્થોની મમતાને ભૂલવી પડશે. સર્વ જીવોને સ્વાત્મસમાન માનનારા અને આત્માને આત્મપણે શુદ્ધોપયોગે દેખના રાને ધ ક્યાંથી આવી શકે વારૂ? અને કદાપિ પ્રમત્તયેગે થાય તે અ૫ક્ષણ રહી શકે, પશ્ચાત્ સમતાનું બળ વધતાં સ્વયમેવ શાંત થઈ શકે. આત્મા પોતાનું શુદ્ધસ્વરૂપ અવલોકે અને આત્માના શુદ્ધોપગે વર્તતે તે લાખો મનુષ્યના સમાગમમાં આવે તથાપિ તેને માનની પરિણતિ ક્યાંથી અને કેવી રીતે જાગ્રત થઈ શકે? બાહ્ય માનની લાલસા યાવતું રહે છે તાવત્ માનની પરિણતિ જાગ્રત થાય છે. આત્મજ્ઞાની સ્વકર્તવ્યાનુસારે કર્મો કર્યા કરે છે અને અંતરમાં માનની પરિણતિ ઉદ્ભવે એ વિચાર-સંકલ્પમાત્ર પણ કરતો નથી. કારણ કે તે જાણે છે કે આત્માનું આત્માને શુદ્ધસ્વરૂપમાં જ માન છે પરંતુ પરની પરતંત્રતાએ જે માન ક૯પવામાં આવ્યું છે તે એક જાતનું પાતંત્ર્ય હોવાથી માન જ નથી. આ પ્રમાણે તે અવધે છે તેથી તે ગમે તે સ્થિતિમાં પ્રાપ્ત થએલા સ્વાધિકાર પ્રમાણે સ્વાધિકાર પ્રાપ્તવ્ય કર્મોને કરે છે અને અનેક પ્રકારનું બાહ્ય સામાન્ય માન પામે છે વા અપમાન પામે છે તે પણ તે બન્નેમાં એક સરખી આત્માની સામાંચતાને સંરક્ષી શકે છે. દૃશ્ય જડવસ્તુઓમાં અહંન્દુ માન્યતા યદિ ધારણ કરવામાં ન આવે તે માનના હેતુઓમાં અને તેવા સંજોગોમાં બાહાથી માનની ક્રિયા ચેષ્ટાઓને દેખતો અને જાણતો છતો પણ અંતરથી આત્મા ખરેખર માનના વિચાર માત્રને કરી શક્તો નથી. માનના સંગમાં બાહ્યથી આત્મા આવે છે તે પણ તે હર્ષ પામતું નથી અને કદાપિ વ્યવહાર માર્ગમાં કાયલા અપમાનના સંગમાં આવે છે તેથી આત્મજ્ઞાની શોક પામતે નથી; કારણ કે તેની દૃષ્ટિએ માન અને અપમાનની સામગ્રી બાહ્યથી જે દેખાય છે તે કલ્પનામાત્રજ અવબોધાય છે આત્મજ્ઞાની માનથી જીવતો નથી અને અપમાનથી મૃત્યુ પામતું નથી. માન અને અપમાનની કપાયલી વ્યવહારવૃત્તિને તે ઔપચારિક માનીને વિસ્મરે છે અને સ્વકર્તવ્યમાં માન અને અપમાનની સ્થિતિમાં નિર્લેપ રહ્યો છતે પ્રવૃત્તિ કર્યા કરે છે. માયા અર્થાત્ કપટની પરિણતિ એ આત્માની સ્વાભાવિક પરિણતિ નથી પરંતુ વિભાવિક પરિણતિ છે. માયાની પરિણતિના સંકલ અને વિકપ જ્યાંસુધી ઉદ્ભવે છે તાવતુ આત્માની સ્વાભાવિક સરલતાને ખ્યાલ આવે દુર્લભ છે. પરવસ્તુઓને જ્યાં સુધી સ્વાર્થ હોય છે ત્યાં સુધી તેની પ્રાર્થે માયાની પરિણતિ સેવવો પડે છે. જડવસ્તુઓમાંથી અહેમમત્વ યદિ ટળે તે માયા સ્વયમેવ ઉપશમે છે અને ચિત્તચાંગલ્યને વિનાશ થાય છે. આત્માની પરમાત્મદશા પ્રાપ્ત કરવામાં માયા મહાવિદ્યકારી છે. દેવગુરુની આરાધનામાં માયા વિન કરનારી છે; આત્મા ધર્મમાં જ્યારે લયલીન થાય છે ત્યારે માયા શમી જાય છે અને તેથી તેનામાં નિર્દોષ લઘુ બાળકના જેવી સરલતા ઉદ્દભવે છે. નિર્દોષ લઘુ બાળકની સરળતા કરતાં અનતગુણ વિશુદ્ધજ્ઞાન ઉદ્ભવે છે ત્યારે આત્માના સહજાનંદને
For Private And Personal Use Only