________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
-
( ૨૨૦ )
શ્રી કમલેગ ગ્રંથ-સવિવેચન.
પરંતુ જ્યારે રાગદ્વેષસાધક સામગ્રીના સંયોગો મળ્યા કે પુનઃ રાગદ્વેષને ઉત્પાદ થાય એવી સ્થિતિથી રાચવા માચવાનું નથી. “ન મળે નારી બા બ્રહ્મચારી ” એવું તે રાગદ્વેષના હેતુઓના અભાવે કંઈ કથાય પણ તેથી કંઈ સર્વથા રાગદ્વેષને ક્ષય થતો નથી. ક્રોધમાનને ષમાં અને માયા ભનો રાગમાં સમાવેશ થાય છે. કષાયના સેળ ભેદ છે. અનંતાનુબંધી ક્રોધ માન માયા અને લોભ; ૨. અપ્રત્યાખ્યાની ક્રોધ માન માયા અને લાભ; 3. પ્રત્યાખ્યાની ક્રોધ માન માયા અને લોભ; ૪. સંજવલનના કોઈ માન માયા અને લેભ; એ છેડશ કષાય તથા હાસ્ય રતિ અતિ ભય શેક જુગુપ્સા સ્ત્રીવેદ પુરુષવેદ અને નપુંસકવેદ એ પચીશ કષાયનો સર્વથા જ્યારે ક્ષય થાય છે ત્યારે આત્મામ કેવળજ્ઞાન અને કેવળદર્શનનો ઉદ્દભવ થાય છે. આત્મામાં કેવળજ્ઞાન અને કેવળદર્શન સાયિક ચારિત્ર આદિ ગુણે અનાદિકાલથી સત્તાની અપેક્ષાએ છે પરંતુ તે ગુણની શકિતને ઇંધનાર મહનીય કર્મ છે. મેહનીયકર્મનો ક્ષય થતાં શેષ ઘનઘાતકર્મને પણ સર્વથા ક્ષય થાય છે અને તેથી કેવળજ્ઞાનાદિગુણો સૂર્ય પરથી જેમ વાદળાં દૂર થાય અને તે જેમ પ્રકાશ પામે છે તેમ સ્વયમેવ સ્વધર્મતઃ પ્રકાશે છે. કષાયોનો ઉપશમભવ થાય છે. કષાએને ક્ષયોપશમ થાય છે. અને કષાને બંધ ઉદય ઉદીરણ અને સત્તામાંથી સર્વથા ક્ષય થવાથી કષાયોનો ક્ષાયિકભાવ થાય છે. કવાને ઉપશમ અને ક્ષપશમ થાય છે પરન્તુ તે પુનઃ કષાયની કારણ સામગ્રી પામીને ફરી જાય છે અને પશ્ચાત્ કષાયને અદયિકમાવ વર્તે છે. કવાયના દયિકભાવને સર્વથા ક્ષય થવાથી પશ્ચાતું કદિ તે દગ્ધબીજની પેઠે ઉદ્ભવતો નથી; અએવ આત્મજ્ઞાનીઓએ કષાયે સર્વથા ક્ષય કરવા પ્રયત્ન કરવો જોઈએ. કષાયો એ જ મહાશઓ છે અને અન્ય મનુષ્યો તે નિમિત્ત માત્ર છે. આત્મામાં ઉત્પન્ન થનાર કષાયોનો નાશ થતાં આત્મા આત્માનો પરમ બંધુ બને છે, અને આત્મામાં કષાયોદભવ થતાં આત્માજ આત્માનો શત્રુ બને છે. આત્મા જ પિતાના આત્માને હિતકર્તા છે, તેમાં અન્ય તે નિમિત્ત માત્ર છે. આત્મા જ આત્માને કષાય પરિણતિ જાગ્રત થતાં શત્રુ છે, તેમાં અન્ય મનુષ્ય તો નિમિત્ત માત્ર છે. આત્માનું આત્મામાં ઉત્પન્ન થનાર કષાએ જેટલું અહિત કર્યું છે તેટલું અન્ય કોઈ જીવે કર્યું નથી. આત્મામાં સળ કષાયે અને નવ નકાની પરિણતિ જાગ્રતું થાય છે તે નિમિત્ત કારણોને પામી થાય છે. આત્મા અને પરજી તથા જડવસ્તુઓને સંબંધ કેવો છે તેને વાસ્તવિક વિચાર કરવાથી ક્રોધ માન માયા અને લેભ કરવાનું કારણ રહેતું નથી. સર્વ આત્માઓને પિતાના આત્માસમાન માનવામાં યદિ આવે તો અન્ય નિમિત્તોથી ક્રોધ થવાનો પ્રસંગ પ્રાપ્ત થાય નહિ. યાદ રાખવું કે કષાયથી વિરામ પામવું તે આ દુનિયાથી મરી જવા બરાબર છે. અતએ કષાથી વિરામ પામવાની જેઓની ઈચ્છા હોય તેઓને પ્રથમ મેહભાવથી મરવું પડશે. અહું મારું આદિ જે પુરણુઓ આત્મામાં મેહના વેગે થાય છે તેઓના
For Private And Personal Use Only