________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૧૨ ).
શ્રી કર્મયોગ ગ્રંથ-સવિવેચન.
સમ્યક સ્વરૂપ અવબોધવાથી આત્મજ્ઞાનની પ્રાપ્તિ થાય છે, અને આત્મજ્ઞાનપૂર્વક અનુષ્ઠાને, ક્રિયાઓ, કાર્યો કરવાથી કર્મનો બંધ થતો નથી તથા અનેક કાર્યો કરવાથી નિર્જરી થાય છે. તત સંબંધી જ્ઞાનાર્ણવમાં કહ્યું છે કે –
शानपूर्वमनुष्ठानं निःशेषं यस्य योगिनः ।
न तस्य बन्धमायाति कर्म कस्मिन्नपि क्षणे ॥ જે જ્ઞાન મેગીનું નિઃશેષ અનુષ્ઠાન ખરેખર જ્ઞાનપૂર્વક છે. તેને કર્મનું બંધન કેઈપણ ક્ષણમાં થતું નથી. અતએ આત્મજ્ઞાનપૂર્વક સર્વ કાર્યો અધિકાર પરત્વે કરવાની આવશ્યકતા સ્વીકારવામાં આવે છે. આત્મજ્ઞાનપૂર્વક યદિ આત્મધ્યાન ધરવામાં આવે છે તો તેના વેગે સર્વ કર્મને નાશ થાય છે. જ્ઞાનાવમાં કચ્યું છે કે –
अहो अनन्तवीर्योय-मात्मा विश्वप्रकाशकः ।
त्रैलोक्यं चालयत्येव ध्यानशक्तेः प्रभावतः ॥ વિશ્વપ્રકાશ અને અનંતવીર્યમય આત્મા ધ્યાનશક્તિપ્રભાવથી ત્રણ લેકને ચલાવે છે. આટલી બધી આત્મધ્યાનશક્તિની પ્રભાવતા છે એવું અવબોધીને આત્મધ્યાન કરવાને દરરોજ ઉત્સાહપૂર્વક પ્રયત્ન કરવો જોઈએ. અનુભવગમ્ય વાત એ છે કે આત્મધ્યાન ધરતાં પરપુટ્રલભાનું વિસ્મરણ થાય છે અને દ્વિભાવમાં ઈષ્ટનિષ્ટવૃત્તિની મન્દતા-ક્ષીણતા થાય છે. આત્મધ્યાન કરવાથી પાંચ ઇન્દ્રિયે અને છઠ્ઠી મનથી ભિન્ન એવા આત્મસ્વરૂપમહાપ્રકાશમાં વૃત્તિને લય થવાથી આત્મસુખને અનુભવ યાને ઝાંખી પ્રગટે છે, અને તેનાથી આત્મસુખને પરિપૂર્ણ વિશ્વાસ આવે છે. જ્ઞાનાવર્ણમાં કચ્યું છે કે –
ઘરનુષં વીતરાજચ મુન: પરામરંમવં
न तस्यानन्तभागोऽपि प्राप्यते त्रिदशेश्वरैः ॥ . વીતરાગ મુનિને પ્રશસંભવ જે સુખ ઉદ્દભવે છે તેને અનંત ભાગ પણ ઈન્દ્રોવડે પ્રાપ્ત થઈ શકતો નથી. ચહ્યાં નિરિા રાત સુદં રહ્યાં નાગર્તિ થઃ વંથ નિષ્પન્ન જાદવનતીર્ત ર વેરહારમાનમારમના II ઈત્યાદિ શ્લોકથી આત્મજ્ઞાની આત્મધ્યાનમાં મસ્ત બનીને આત્માવડે આત્માને જાણે છે, અનુભવે છે અને આત્મસુખથી આંતરજીવન જીવી શકે છે. આ બાબતને આત્માનુભવ થાય છે.
શાતા વેદનીય અને આત્મસુખ એ બન્નેમાં આકાશપાતાળ જેટલો તફાવત છે. કેટલાક બાલજી શાતા વેદનીયને આત્મસુખ તરીકે માની લે છે. પુણ્યના ઉદયથી શાતાવેદનીય ગવાય છે. અતવ શાતા વેદનીય છે તે પુણ્યદયજન્ય હોવાથી પીગલિક કહે
For Private And Personal Use Only