________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૦ )
શ્રી કર્મયોગ ગ્રંથ-સવિવેચન.
BRI
आत्मानं सिद्धमाराध्य प्राप्नोत्यात्मापि सिद्धताम् । वर्तिः प्रदीपमासाद्य यथाभ्येति प्रदीपताम् ॥ સુનિશ્વિત્રા વાતામના क्षणं स्फुरति यत्तत्त्वं तद्रूपं परमात्मनः ॥ स्वविभ्रमोद्भवं दुःखं, स्वज्ञानादेव हीयते । तपसापि न तच्छेद्यमात्मविज्ञानवर्जितः।। आत्मात्मना भवं मोक्षमात्मनः कुरुते यतः।
अतो रिपुर्गुरुश्चायमात्मैव स्फुटमात्मन: ॥ આત્માનું સ્વરૂપ પાંચ ઇન્દ્રિયો અને છઠ્ઠા મનની બહાર છે. કોઈ પણ રીતે આત્માનું સ્વરૂપ કથંચિત્ નિર્દેશ્ય નથી. આત્માનું અમૂર્ત સ્વરૂપ છે. અમૂર્ત એવા આત્માને અમૂર્ત
વા અનુભવજ્ઞાન દ્વારા અનુભવાય છે. અનુભવજ્ઞાન અને આત્મા એકરૂ૫ છે તેથી અનુભવજ્ઞાન એ જ આત્માને અનુભવ સાક્ષાત્કાર અવબોધવો જોઈએ. રાગદ્વેષની સર્વે કલ્પનાઓથી ભિન્ન એવું આત્મસ્વરૂપ છે. રાગદ્વેષની કલ્પનાઓથી પેલી પાર રહેવું એવું આત્મસ્વરૂપ જે મહાત્મા ધ્યાનમાં અનુભવે છે તે કુદરતની લીલાની ઝાંખી પ્રાપ્ત કરવા શકિતમાન થાય છે.ચિત્ અર્થાત્ જ્ઞાન અને વિષયભોગ વિનાને જે આનંદ છે તે આનંદ એ બેને અનુભવ પ્રાપ્ત થતાં ચિ અને આનંદમય આત્મા છે એ સાક્ષાત્કાર થતાં આત્મા પોતાના આત્માવડે પોતાનામાં આત્માના શુદ્ધ સ્વરૂપમય પરમાત્માને અનુભવ જ્ઞાની આત્માને સિદ્ધરૂપ આરાધીને આત્મામાં રહેલી સિદ્ધતાનો આવિર્ભાવ કરીને તેની પ્રાપ્તિ કરે છે. તે ઉપર દષ્ટાંત આપે છે કે જેમ વર્તિ અર્થાત્ વાટ-દવેટ પોતે દીપકને પામી દીપકપણાને પામે છે તેમ આત્મા પણ પિતાનામાં તિરભાવે રહેલી સિદ્ધતાનેસત્તામય દૃષ્ટિએ આરાધ-આવિર્ભાવે પ્રાપ્ત કરે છે. સારી રીતે ઇન્દ્રિયોને સમૂહ રૂંધે છે અર્થાત્ મનની શુભાશુભવૃત્તિઓ વિષયોને અગ્રહણ કરે છે; તેને અંતરાત્મા પ્રસન્ન થાય છે તે વખતે અંતરમાં એક ક્ષણ માત્રમાં જે તત્વ કુરે છે તેજ ખરેખર જાણવું કે પરમાત્માનું સ્વરૂપ છે.
આત્મા બાહ્યભાવને ભૂલીને પિતાના શુદ્ધ ધર્મરૂપ દયેયમાં તલ્લીન થઈને જે ક્ષણે ધ્યાતા ધ્યેય અને ધ્યાનની એકતાને પામે છે તે ક્ષણે આત્મામાં જે કંઈ અનુભવાય છે તે પરમાત્માનું સ્વરૂપ છે. આવું પરમાત્માનું સ્વરૂપ અનુભવમાં આવે છે એમ ધ્યાન કરનારાઓને પ્રતીત થાય છે અને અનુભવપૂર્વક કથવામાં આવે છે કે આવી સ્થિતિમાં મોક્ષસુખની વાનગી અહીં ધ્યાનકાળે ભેગવાય છે. તે સુખની ખુમારીના ઘેનમાં મસ્ત થઈને ધ્યાનીઓ પરાભાષામાંથી અનુગાર કાઢે છે. સ્વવિભ્રમથી ઉદ્ભવેલ દુઃખ ખરેખર આત્મજ્ઞાનથી નષ્ટ થાય છે. જેટલી જાતનાં દુઃખ છે તે આત્માના વિશ્વમથી ઉદ્ભવે છે
For Private And Personal Use Only