________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શુદ્ધ સ્વરૂપનું ધ્યાન કેવી રીતે કરવું ?
( ૨૦૯ ).
સહજ સમાધિ પ્રગટે છે, અને પશ્ચાત્ અન્ય કંઈ પ્રાપ્તવ્ય બાકી જણાતું નથી તે એટલા સુધી કે કુત્તિ સંસાર વૈદુ સમ જો એવી સહજદશા અનુભવાય છે. આવી સ્થિતિ પ્રાપ્ત થતાં કરે તીર્થપૂજા સેવા, કરોડે વૃત્તો તપ જપ વગેરેનું વાસ્તવિક કર્તવ્યફલ પ્રાપ્ત થયું એમ અનુભવ આવે છે. આવી આત્મદશાને અનુભવે ત્યારે જાણવું કે અનંતભવના કર્મ ટળ્યાં અને શબ્દનયની અપેક્ષાએ જીવનમુક્તતા પ્રાપ્ત થઈ. આત્મા અને પરમાત્મા તે સ્વયં છું એ શુદ્ધોપયોગથી અનુભવ કરે અને તેવા ઉપગમાં એટલા બધા લીન થઈ જવું કે પ્રત્યેક કાર્ય કરતાં હું પરમાત્મા છું એ ઉપગ રહે. એવી પરમાત્મભાવના સર્વત્ર વ્યાપક થવી જોઈએ કે જેથી સર્વ પ્રાણીઓમાં પરમાત્મા અનુભવાય અને તેથી સત્તામાં રહેલું પરમાત્મપદ છે તે અન્તરમાં પરમાત્મપણે વ્યકિતથી પ્રગટ થાય. આ કાર્યમાં આત્મશ્રદ્ધાથી ઉપગે પ્રવર્તવાને અભ્યાસ પડવાથી આત્માનન્દરસનો અનુ ભવ પ્રાપ્ત થાય છે. જો કે પ્રથમ આવી દશાનો અભ્યાસ સેવતાં પ્રથમ નીરસત્વ લાગશે પરંતુ પશ્ચાતુ અત્યંત પ્રેમપૂર્વક પ્રવૃત્તિ કરતાં અનુભવજ્ઞાન જાગ્રતું થશે એમ નક્કી અવબોધવું. આવી દશાનો અનુભવ આવતાં પરભાવના વિક૯૫સંક૯પનું મૂળ વિનષ્ટ થાય છે. હું પરમાત્મા છું એવો ઉપગ રાખીને તેના દ્રઢ સંસ્કારા હૃદયમાં પાડવાથી સર્વત્ર અને સર્વ પ્રાણીઓને પરમાત્માઓ પણે ભાવવાથી હૃદયમાં સુદ્રવૃત્તિ અને નીચવૃત્તિ તે પ્રકટવાજ પામશે નહી. આ બાબતને બરાબર માસ બે માસ પરિપૂર્ણ શ્રદ્ધાપૂર્વક અભ્યાસ કરવાથી ક્ષુદ્રવૃત્તિ અને અન્યજીવ પ્રતિ ધિક્કારની વૃત્તિ તથા તેઓ પ્રતિ કઈ પ્રકારની હૃદયમાં અશુભવૃત્તિ પ્રગટવા પામશે નહી. એને થોડો ઘણે અનુભવ આવ્યાવિના રહેશે નહિ એમ અનુભવની ખાત્રીથી કહેવામાં આવે છે. પુસ્તકમાં લખેલા આ ઉપાયમાત્રથી ખુશ ન થવું પરંતુ કચ્યા પ્રમાણે આચારમાં આ બાબત મૂકીને પરમાત્મભાવનાનો અનુભવ એક વાર કરવામાં આવશે અને તે પ્રાપ્ત થશે એટલે પરમાત્મભાવનાની લગની એવી લાગશે કે તે કરી છૂટશે નહી અને પરમાત્મત્વ પ્રગટ થશે ત્યારે જ મેહ ભાવના સ્વયમેવ વિલય પામશે તથા અનન્તજ્ઞાન, દર્શન અને ચારિત્રાદિગણે પિતાને દેખવામાં આવશે. અતએ પરમાત્મભાવનાનો મોક્ષેપાય સદા સેવવો જોઈએ. અધ્યાત્મજ્ઞાની આત્મજ્ઞાનપરિણતિમાં જેવું દયેય સ્વરૂપ ભાવે છે તેવો સ્વયં બને છે. કચ્યું છે કે વિરાજમä સુમમૂર્તમાક્ષર રમ વગામનારમાનં તવતતમિળ્યો આત્મા પોતે શુદ્ધ અમૂર્ત પરમાક્ષર ચિદાનંદમય એવા પરમાત્માને સ્મરણ કરે તો તે આત્માવડે આત્માની રૂપાતીત પરમાત્માને પ્રાપ્ત કરે છે. આત્માએ પોતાના શુદ્ધસ્વરૂપનું ધ્યાન કેવી રીતે ઘરવું જોઈએ તે નીચે પ્રમાણે બતાવવામાં આવે છે.
अतीन्द्रियमनिर्देश्यममूर्तकल्पनाच्युतम् । चिदानन्दमयं विद्धि स्वस्मिन्नात्मानमात्मना ।।
For Private And Personal Use Only