SearchBrowseAboutContactDonate
Page Preview
Page 306
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only ( ૨૦૬ ) શ્રી કમ યાગ ગ્રંથ-વિવેચન. બંધાવાનું થતું નથી. જ્યાંસુધી આયુષ્ય છે ત્યાંસુધી આત્મજ્ઞાનીને હસ્તપાદાદિથી આહારાદિ પ્રાપ્ત્ય કાઇપણ કાર્ય પ્રવૃત્તિમાં પ્રવતવું પડે છે અને તે વિના છૂટકા થતા નથી, આત્મજ્ઞાનીએ વ્યવહારનયની અપેક્ષાએ પ્રાપ્ત થએલ દ્રવ્યક્ષેત્રકાલ અને ભાવાનુસારે વ્યવહારકમ પ્રવૃત્તિમાં પ્રવર્તે છે અને નિશ્ચય નયની અપેક્ષાએ આત્મધર્મમાં દ્રવ્ય ક્ષેત્ર-કાલ-ભાવથી તેજ ક્ષણે પ્રવર્તે છે; પણ તે આસક્તિરહિતપણે કદાગ્રહ-રાગદ્વેષરહિતપણે વ્યાવહારિક તથા ધાર્મિકકા કરે છે તેથી નિખ ધ રહે છે. આવી દશામાં અધ્યાત્મજ્ઞાનીએ અભ્યાસના બળવર્ડ રહી શકે છે, અભ્યાસવડે કર્યું કાર્ય સિદ્ધ થતું નથી ?-અભ્યાસથી સર્વ કાર્યની સિદ્ધિ થાય છે. આત્મજ્ઞાનીઓ સર્વત્ર કાર્ય કરતાં છતાં આત્મારૂપ પરમાત્માનું સ્મરણ કરીને ઉપયેગમાં રહે તેથી તેઓને આપત્તિકાલાયેિાગે પાપકર્મ પ્રવૃત્તિમાં પ્રવતતાં છતાં પરિણામે પાપ લાગતુ નથી. એક વાર આત્મજ્ઞાનરૂપ સૂર્યના હૃદયમાં પ્રકાશ થયા તેા પશ્ચાત્ પાપરૂપ અંધકાર રહી શકતા નથી. આત્મજ્ઞાનીએ જે જે કાર્યો કરે છે તેમાં હું હું એવા શબ્દોથી વ્યવહાર કરે છે તેા પણ નિશ્ચયથી અંતરંગ પરિણામે ન્યારા હૈાવાથી આસક્તિ વિના ઉચ્ચરાએલા હુ તુ એવા શબ્દોથી તેએ બંધાતા નથી. આત્મજ્ઞાન થયું એટલે કઇ પ્રારબ્ધાદિક કર્મ એકદમ બળી ભસ્મીભૂત થઇ જતાં નથી, પ્રારબ્ધયેાગે શાતા અને અશાતા વગેરેને ભોગવવાં પડે છે. પ્રાધકમ અર્થાત્ વિપાકેાદયકર્મ વર્ડ પ્રાપ્ત થએલી પુણ્ય પાપની ઉપાધિચે ભોગવવી પડે છે; તે વખતે અન્યજીવાની પેઠે ઔષધાદિ પ્રયત્નને સેવવા પડે છે. ઉચિતવ્યહાર વિવેક ચેોગ્ય પ્રવૃત્તિને સાચવવી પડે છે; પણ સૂકાયલા નાળીએરના ગાળાની પેઠે અન્તરથી પોતાના આત્માને ન્યારા રાખવા પડે છે. પૃથ્વીચંદ અને ગુણસાગરનું ચિરત અવલાકે. બાહ્યથી તે લગ્નની ક્રિયામાં પ્રવૃત્ત થયા હતા છતાં અંતરથી આત્મજ્ઞાનના પ્રતાપે તેઓએ આત્મભાવના ભાવીને ચારીમાં કેવલજ્ઞાન પ્રાપ્ત કર્યું હતું. કૂર્માપુત્રની ગૃહમાં આત્મજ્ઞાન દશા જાગ્રત થઈ હતી, આત્માના શુદ્ધ ધર્મના શુદ્ધોપયેગે વિચાર કરતાં ગૃહસ્થાવાસમાં કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું. અને કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યાં પશ્ચાત્ છ માસ પર્યંત સંસારમાં રહ્યા; તે વખતે કેવળજ્ઞાની છતાં દરરાજ ખાવાપીવાની તથા લેાકવ્યવહાર પ્રવૃત્તિ સંબંધી ઉચિત ક્રિયા કર્યાં કરતા હતા. તેમને કેવળજ્ઞાન છતાં તેમના ઉપરના આચરણા અને શબ્દોથી તેમના સંબધીઓએ તેમને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું છે. એમ જાણ્યું નહિં. ખરેખર કેવળજ્ઞાન આત્મામાં પ્રગટયું હોય તેને માલ જીવા શી રીતે જાણી શકે ? કેવળજ્ઞાની કૂર્માંપુત્રને છ માસ પર્યંત સંસારમાં ઉચિત કાર્યાં કરવાં પડ્યાં હતાં તે અધ્યાત્મજ્ઞાનીઓને ગૃહસ્થદશામાં હોય તે ગૃહસ્થ દશાસંબંધી અને સાધુના ધર્મમાં હાય તો તે સંબંધી ઉચિત વ્યવહારિકકાર્ય કરવાં પડે એમાં કોઈ જાતનું આશ્ચર્ય નથી. આત્માનું જ્ઞાન અરૂપી છે તેને ખાદ્યના આચરણાની ચેષ્ટાઓથી માલજીવેા ન જાણી શકે અને તેથી આત્મજ્ઞાનીઓની ટીકા કરે તેથી આત્મજ્ઞાનીઓએ લાકસનામાં મગ્ન થવું નહીં. 5
SR No.008605
Book TitleKarmayoga 2
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages821
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy