________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૦૨ )
શ્રી કર્મયોગ ગ્રંથ-સવિવેચન.
ઉચભાવના નાશ થશે નહિ અને આત્માની શુદ્ધતા બની રહેશે. આત્મજ્ઞાનીએ જે જે ક્રિયાઓ બાદથી કરવાની હોય તેમાં પરમાત્માનો ઉપચારથી આરોપ કરીને તેમાં પરમાત્મરૂપ દયેયવૃત્તિથી સ્થિર થવું કે જેથી પરમાત્મભાવના એજ શુદ્ધોપયોગમાં પરિણામ પામે અને તેથી બાહ્યમાં નિબંધપણું રહે. દરિયામાં મેતી કાઢવા ઉતરી પડેલા મનુષ્યની ચેતરફ અસંખ્ય મણ જળ હોય છે પરંતુ તે જલથી તારૂને નાશ થતો નથી, કારણ કે તારૂ તરવાની ક્રિયા જાણે છે; તદ્રત વિશ્વમાં સ્વાધિકારે અનેક કાર્યમાં પ્રવૃત્ત થએલા જ્ઞાનયેગીને અનેકકાર્યો બંધન કરવા શક્તિમાન્ થતા નથી; કારણ કે જ્ઞાનયેગી કર્મચાગને આદરતો છતો સર્વ કાર્યોમાં નિર્લેપ રહેવાના જ્ઞાનને ઉપયોગ કરી તેમાં અનાસકિતથી પ્રવર્તે છે. સેમલ અફીણ વગેરે વિષ પદાર્થોનો ઉપગપૂર્વક વ્યાપાર કરનારને વિષ કાંઈ બાધ કરવા સમર્થ થતું નથી. તદ્દત જ્ઞાનગી કગી બનીને સ્વાધિકારે અનેક વ્યાવહારિકકાર્યોને કરે છે છતાં તેમાં તે અનાસક્તિ અને સાક્ષીભાવથી વર્તતે હોવાથી બંધાતે નથી–એ તેની સમ્યદૃષ્ટિનું કાર્ય અવધવું. ભરતરાજાએ પખંડ સાધતાં અનેક મનુષ્યને સંહાર કર્યો પરંતુ તેણે સમ્યગ્દષ્ટિપૂર્વક કર્મવેગ આદરેલું હોવાથી તેઓએ ચતુર્દશ ગુણસ્થાનક દશાનું જીવનમુકતત્વ પ્રાપ્ત કરીને અંતે આદર્શ ભુવનમાં આત્મભાવના ભાવીને કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું. શાંતિનાથ કુંથુનાથ અને અરનાથ એ ત્રણે ચક્રવતી હતા. ગૃહસ્થાવાસમાં ચક્રવર્તિ પદવી મેગ્ય અનેક પ્રકારના તેમણે ભેગ ભોગવ્યા હતા અને અનેક યુદ્ધાદિ કાર્યો કર્યા હતાં છતાં સમ્યગ્દષ્ટિના પ્રતાપે અમુક કાર્યોમાં નિર્લેપ રહીને સાધુપણું અંગીકાર કરી કેવલજ્ઞાન પ્રાપ્ત કરીને મુકિતપદ પામ્યા. તેઓનામાં સર્વ કાર્યો કરતા છતાં તટસ્થતા અને આત્મસાક્ષીપણું પ્રગટયું હતું તેથી તેઓ મનથી સમાનતા પ્રાપ્ત કરી શકયા હતા અને તેથી તેઓ ગૃહસ્થાવાસની કર્મચાગની શાળામાં ભેગાવલિ કર્મોને ભાગવતાં અમકાપેક્ષાએ નિર્લેપ રહીને આગળ વધી દીક્ષા અંગીકાર કરી પરમાત્મપદ પ્રાપ્ત કરી શકયા હતા; આપણુ આત્મામાં પણ તેની સત્તાઓ શકિતયો છે.
આત્મજ્ઞાની સમ્યગદષ્ટિની અપેક્ષાએ પરમાત્મા છે. દ્વિતીયાને ચંદ્રજ ખરેખર પૂર્ણિમાને ચંદ્ર છે. દ્વિતીયાના ચંદ્રવિના અન્ય ચંદ્ર કંઈ પૂર્ણિમાને ચંદ્ર થઈ શકતો નથી. તદ્વત અત્ર પણ અવધવું કે સમ્યગદષ્ટિધારક આત્મજ્ઞાનીઓજ પરમાત્માઓ તિરભાવે છે અને તેઓ આવિર્ભાવે પરમાત્માઓ થઈ શકે છે. સમ્યગુદૃષ્ટિધારક જ્ઞાનીઓ સર્વવિરતિત્વ અંગીકાર કરીને સાધુઓ થાય છે. ગૃહસ્થ સમ્યગષ્ટિધારક જ્ઞાનીઓ કરતાં સાધુઓ અનંત ગુણ ઉત્તમ છે; કારણ કે તેઓએ સર્વ સંગને ત્યાગ કરીને સાધુપણું અંગીકાર કર્યું છે. આ વિશ્વમાં અધ્યાત્મજ્ઞાની સાધુઓ મુનિઓ આત્મસુખના ભકતા બને છે. તેઓ બાહ્ય આયુષ્ય જીવન જીવતાજાગતા અને આન્તરિક જ્ઞાન દર્શન ચારિત્ર્યાદિક જીવને જીવતા
For Private And Personal Use Only