________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અધિકાર પ્રમાણે ફરજ બજા.
( ૧૯ )
હેરિક આદિ અસત્ય શબ્દો વડે તેમની હેલના કરવામાં આવી હતી. કેવળજ્ઞાની વીતરાગ વીર પ્રભુ જેવાને માટે સર્વ દુનિયાનો એક સરખો અભિપ્રાય કેવી રીતે હોઈ શકે? જે શ્રી વીર પ્રભુને તેર વા ચૌદ લાખ જૈન પૂજ્ય દષ્ટિએ જુવે છે અને તેમને પરમાત્મા માને છે તે શ્રી મહાવીરને બ્રીતિઓ મુસલમાને અને બૌદ્ધો વગેરે પરમાત્મા તરીકે સ્વીકારતા નથી. ઉલટું તેમને કાફર વગેરે શબ્દોથી બેલાવવામાં આવે છે. મહમ્મદ પિગંબરને મુસલમાને જે દૃષ્ટિથી પૂજે છે અને તેમની શ્રદ્ધા રાખે છે તે દૃષ્ટિથી જેને હિન્દુઓ વગેરે મહમ્મદ પૈગંબરને માનતા નથી. ઇસુકાઈટને બ્રીસ્તિઓ જે દૃષ્ટિથી માને છે તે દૃષ્ટિથી અન્ય બૌદ્ધ અને હિન્દુઓ વગેરે ધર્મવાળાઓ માનતા નથી. પિતાના મંતવ્યનો સર્વ લેકો સ્વીકાર કરે એ તો ત્રણ કાળમાં વિશ્વમાં બન્યું નથી બનવાનું નથી. અધ્યાત્મ જ્ઞાનને નહિ માનનાર એવા નાસ્તિક જડવાદીઓ, એકાંત જડવાદીઓ અનેક કુયુક્તિઓથી એકાતે આત્મજ્ઞાન(બ્રહ્મજ્ઞાન)નું ખંડન કરવાના અને આત્મજ્ઞાનિયેને દાબી દેવાના અનેક પ્રયત્નો કરવાના. આમ સદાકાળ બન્યા કરે છે. આત્મજ્ઞાનિયોની બદબઈ કરવા માટે જડક્રિયાવાદીઓ શું બાકી નહીં રાખે? એવું પ્રથમથી જાણીને આત્મજ્ઞાનને માર્ગ અંગીકાર કરવો જોઈએ. આત્મજ્ઞાન કરવાને જેઓ કીર્તિના પૂજારી હોય અને જેઓને દુનીઆની વાહવાહમાં વૃત્તિ બંધાઈ હોય તેઓની અધિકારિતા નથી અને તેઓએ આત્મજ્ઞાનની આશા રાખવી નહિ; કારણ કે આ દુનિયાની કીર્તિ અપકીર્તિ વાહવાહ વગેરે ભૂલ્યા વિના આત્મજ્ઞાનનું દિવ્યજીવન પ્રાપ્ત થતું નથી. આત્મજ્ઞાની થનારને સૂચના કે દુનિયા તમારી અપકીર્તિ એટલી બધી કરે કે વાયરામાંથી પણ તમને તેવા શબ્દો સંભળાય તો પણ મરેલા મડદાની પેઠે તમારે કીર્તિ અને અપકીર્તિમાં આચરણ કરવાનો પ્રયત્ન સેવ પડશે. દુનિયા તમને ધિક્કારે તે પણ તમારે ધિકકારના શબ્દો હસીને ભૂલી જવા પડશે. એવો પહેલાથી નિશ્ચય કરીને અને દુનિયામાં રહ્યા છતાં દુનિયાના શુભાશુભભાવને નમસ્કાર કરીને અધ્યાત્મજ્ઞાનને માર્ગ અંગીકાર કરશે તો તમે અધ્યાત્મજ્ઞાનના દિવ્યજીવનને સાક્ષાત્કાર કરીને પિતાના આત્માને પરમાત્મરૂપે અનુભવી શકશે. આમાં અંશમાત્ર અસત્ય નથી; એમ તમારે વિશ્વાસ ધારણ કરીને આત્મજ્ઞાનમાર્ગમાં પ્રવેશવું. અધ્યાત્મજ્ઞાનમાં પ્રવેશ થવાથી દુનિયામાં પ્રચલિત સર્વ ધર્મોનું રહસ્ય તમને સમ્યગદૃષ્ટિથી સમ્યપણે અવબોધાશે અને સર્વ તીર્થો, સર્વ દેવો અને સર્વ મહામાઓના સ્વરૂપને અતરમાં અનુભવશે. જે ઈશ્વરથી તમે પિતાને દૂર માને છે તે
શ્વર તે આત્માના અસંખ્યાત પ્રદેશરૂપે સ્વયમેવ ઝળહળી ઉઠશે. તમે દુનિયાની પરીક્ષા કરવા ઈચ્છા ન રાખો અને દુનિયા તમારી પરીક્ષા કરીને જે અભિપ્રાય બાંધે તે ઉપર લક્ષ્ય ન રાખો. તમારા અધિકાર પ્રમાણે વ્યાવહારિક અને ધાર્મિક જે જે કર્તવ્યરૂપ ફરજો તમારે અદા કરવાની હોય તે કર્યા કરે અને તેમાં પિતાના આત્મારૂપ પરમાત્માનું
For Private And Personal Use Only