________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૯૬ )
શ્રી કમ યાગ ગ્રંથ-વિવેચન,
5
મહિમા છે. આત્મા જે નામથી દુનિયામાં એળખાય છે તે નામ પણ પ્રભુરૂપજ ગણાય છે. આત્મા રૂપ પરમાત્મા જે શરીરમાં વસે છે તે શરીર તથા તે શરીરની પ્રકૃતિચે પશુ પરમાત્માભાવે પૂજાય છે. અહે। આ કેટલેા બધા આત્માના મહિમા છે ! આવા આત્મા આ શરીરમાં રહેલા છે અને તેજ પરમાત્મા છે તેની નવધા ભક્તિ રા. સ શરીરધારક આત્માઓમાં તેવી ભાવનાએ રાખા એટલે આત્મા પાતાના પરમાત્મસ્વરૂપે સ્વયમેવ અનુભવાશે; અન્યત્ર ફાંફાં મારવાની કંઈ જરૂર નથી. સર્વ તીર્થંકરા આત્માને પરમાત્મારૂપ જણાવે છે. રાગ દ્વેષ જીતવાથી સર્વત્ર સર્વ મનુષ્યે પરમાત્માએ બની શકે છે અને તેનામાં કેવલજ્ઞાન પ્રગટી શકે છે. કર્મના નાશ કરવાથી આત્મા તેજ પરમાત્મા બને છે. આવેા ઉપદેશ જિનાએ સ્વતંત્રપણે દઇને સર્વ જીવાને સ્વતંત્ર પરમાત્માએ બનાવી દીધા છે તેથી તે સમગ્ર વિશ્વના ધર્મ સિદ્ધ ઠરે છે.
આત્મા તેજ કર્માભાવથી પરમાત્મા થાય છે આવા રાગદ્વેષ રહિત સર્વજ્ઞ જિને એ ઉપદેશ દ્વીધા છે. એ ઉપદેશ ખરેખર સમગ્ર વિશ્વવર્તિમનુષ્યના કલ્યાણાર્થે છે. વિશ્વમાં સ્વતંત્ર ધર્મ-રાગદ્વેષ રહિત આત્માને કરવા એજ છે. આવેા આત્મજ્ઞાનીઓને અનુભવ આવે છે તેથી તેઓ પરમાત્મભાવનાની મસ્તીમાં લયલીન રહીને અખંડ સુખ ભોગવે છે. આત્મજ્ઞાનીએ મેહની સાથે યુદ્ધ કરીને માહનો પરાજય કરે છે. આત્મજ્ઞાનીઓ વિરતિપણાને પ્રાપ્ત કરીને ખરા મહામુનિવરા અને છેવટે પરમાત્માએ બને છે. આવું સ્વરૂપ અવળેાધાયા પશ્ચાત્ કાણુ કલ્પનામય સ્મૃગજલસદેશ સાંસારિક સુખાને સુખ તરીકે માની શકે ? અર્થાત્ કોઈ પણ માની શકે નહિ. જેના હૃદયમાં અધ્યાત્મજ્ઞાનરૂપ મહાજાજવલ્યમાન અગ્નિ પ્રગટ થયા હોય તેના હૃદયમાં અહંમમત્વ દોષો . ભસ્મીભૂત થયા વિના રહે નહિ એ નિશ્ચય છે. એવા નિશ્ચયને અનુભવ કરી એટલે આપોઆપ હૃદયમાં સત્યના અનુભવ થશે. આત્મા તેજ પરમાત્મા છે. આત્માજ પરમાત્મા છે એવી અધ્યાત્મભાવનાથી ત્યજાયલી દુનિયા પરસ્પર એક બીજાના પ્રાણના નાશ કરે છે અને દાસની કોટીમાં આવીને પરતંત્રતાની એડીમાં જકડાએલી સડે છે. ભારત દેશમાં જ્યારે અધ્યાત્મજ્ઞાનરૂપ સૂર્ય પૂર્ણ કલાએ પ્રકાશતા હતા ત્યારે ભારત દેશના મનુષ્યો સુખી સ્વતંત્ર અને વિશ્વમાં સર્વાંપરિ ગણાતા હતા. જ્યારથી તેમનામાંથી અધ્યાત્મજ્ઞાન ટળવા માંડયું અને તેનુ સ્થાન દાસભાવના અને જડ ક્રિયાવાદ લેવા લાગ્યું. ત્યારથી ભારતની પડતી થયેલી છે અને હાલ પણ તેવી સ્થિતિ દેખાય છે. અધ્યાત્મજ્ઞાનરૂપ સૂર્યના પ્રકાશ જ્યારે ભારત દેશમાંથી પેાતાના કરણાને અન્યત્ર પ્રસારવા લાગ્યા ત્યારથી ભારતમાં અંધકાર વ્યાપ્ત થયું અને તેથી તીડાની પેઠે અનેક જડ કર્મકાંડી મતા પ્રકટવા લાગ્યા. ભારત દેશમાં અધ્યાત્મજ્ઞાનના ખજાના ઘટાવા લાગ્યા ત્યારથી ભારતવાસીઓ ચૈતન્યવાદી એવું નામ ધરાવતાં છતાં જડ પૂજારી બની ગયા. સારાંશ એ છે કે-જ્યારથી આત્મજ્ઞાન મંદ થવા લાગ્યું ત્યારથી
For Private And Personal Use Only