________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kothatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
品
આત્મા એજ પરમાત્મા.
( ૧૮૯
અધિકાર પ્રાપ્ત થયે હાય એમ કથી શકાય નહિ. ચૈતન્યવાદી એકેન્દ્રિયથી માંડીને પચેદ્રિયપર્યંત સર્વ જીવાને સત્તાથી પરમાત્મા તરીકે ભાવે છે તેથી તે સર્વ જીવા પ્રતિ અહિંસાભાવથી વર્તી શકે. એમાં શું આશ્ચય ? અર્થાત્ કાંઈ પણ આશ્ચર્ય નથી. ધનાદિ જડવસ્તુઓવડે કરાડાધિપતિ તરીકે વા રાજા તરીકે પેાતાને જે માનતા હોય અને સર્વજીવાની આજીવિકા વગેરેમાં સાહાય્ય ન કરતા હોય તે પ્રભુને વા કોઈ ધર્મને માનતા હોય તે પણ વસ્તુતઃ પ્રભુ વા અમુક ધર્માંકમ તેના હૃદયમાં નહિ ઉતરવાથી તે જડવાદીજ છે એમ તેને આત્માજ કહી આપે છે. દયા દાન પરાપકાર સત્ય અસ્તેય બ્રહ્મચય પરિગ્રહત્યાગ શુદ્ધપ્રેમ અને ભક્તિ વગેરે ચૈતન્યવાદનાં લક્ષણા છે. એ લક્ષણ્ણા જ્યાંસુધી હૃદયમાં પ્રકટે ત્યાંસુધી ગમે તે ધર્મના મનુષ્ય પોતાને ચૈતન્યવાદી આસ્તિક તરીકે માનતા હોય તેપણ તે નાસ્તિક છે અર્થાત્ જડવાદી છે એમ અવમેધવું. પુનર્જન્મવાદી ખરાખરા જે હોય છે તે પાપના કૃત્યોથી દૂર રહે છે. જે ચૈતન્યવાદીઓ પુનર્જન્મને માનતા નથી તે ખરી રીતે પાપકૃત્યોથી દૂર રહી શકતા નથી અને તે રજોગુણુ અને તમેગુણુમાં સદા આસક્ત રહે છે. અધ્યાત્મજ્ઞાનિચે પુનર્જન્મને સ્વીકારે છે તેઓ ખરેખરા ચૈતન્યવાદીઓ છે.
ન
અધ્યાત્મજ્ઞાનિયે સર્વ પ્રાણીઓને સત્તાએ પરમાત્મા છે એવી ઉચ્ચભાવનાથી દેખે છે તેથી વસ્તુતઃ પેાતાની ઉચ્ચ ભાવનાદૃષ્ટિથી સ્વાત્માને વ્યક્તિથી પરમાત્મા તરીકે ઉચ્ચ ભાવનાના સંસ્કારાવર્ડ બનાવવા સમર્થ થાય છે. આધ્યાત્મિકજ્ઞાનિયા અધ્યાત્મજ્ઞાન ભાવનાથી એટલા બધા અન્તરમાં મસ્ત થઇ જાય છે કે તેઓ પશુ-પંખી અને ઝાડા વગેરેને પરમાત્મારૂપે અવલેાકે છે અને તેઓને પરમાત્મભાવનાથી નમસ્કાર કરે છે. પરમાત્માની સાથે જે શુદ્ધ પ્રેમથી તદ્દીન બની જાય છે; તે આત્માનેજ પરમાત્મારૂપે દેખે છે. આવી દશા તેમની પરમાત્મ ભાવનાના સંસ્કારાવડે વધતી જાય છે તેમ તેમ તેના મનમાં ઉદારભાવ પણ વધતા જાય છે. તેઓ શારીરિક વગેરે ક્રિયામાં પ્રવૃત્તિ કરે છે તાપણ તેમાં મુંઝાતા નથી પરંતુ ઉલટા તેથી ભિન્નદશાવાળા અનુભવાય છે. અજ્ઞાનિયે જે જે કર્મીમાં ( ક્રિયામાં બંધાય છે તે તે ક્રિયાઓથી અધ્યાત્મજ્ઞાનીએ મુક્ત રહે છે અર્થાત્ રાગદ્વેષથી તેમાં તેઓ ખંધાતા નથી. મુસલમાનામાં અન્ન નામના એક મહાત્મા થઈ ગયા છે તે પોતાના આત્માને પરમાત્મારૂપજ માનતા હતા. જૈનશાસ્ત્રોમાં મા સો વમળા-શ્રામાં સ વ પરમાત્મા આત્મા તેજ પરમાત્મા છે એમ લખેલું છે. શનર્દેશને આવી તેની માન્યતાથી શૂલી પર ચઢાવવામાં આવ્યા પણ ખરેખર તેની અનહુલકની ધૂનથી તે અનઘજ રહ્યો. આ ઉપરથી સમજવાનું કે અધ્યાત્મજ્ઞાનિયા-જ્ઞાનમાગીએ સજીવાને પરમાત્માએરૂપે ભાવે છે તેથી તેઓજ ખરેખરી જગત્ની ક્રિયાએ ( કર્માં ) વડૅ ઉન્નતિ કરવા સમર્થ થાય છે. અધ્યાત્મજ્ઞાનિયાના હૃદયમાં પરમાત્મા પ્રગટેલા હોવાથી
For Private And Personal Use Only