________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જ્ઞાન અને ક્રિયા બંનેની આવશ્યકતા.
तहागयं भिक्खु मणंत संजयं, अणेलिसं विन्नुचरन्त मेसणं । तुदंतिवायाहिं अभिद्दवंणरा, सरेहिसंगामगयंव कुंजरं ॥२॥ तहप्पगारोहिं जणेहिं हीलिए, ससहफासा फरुसाउदीरिया । तितिरकर णाणी अदुचेतसा, गिरिव्ववातेण ण संपवेवए ॥ ३॥ अणिस्सिओ लोगमिणंतहापर, जमजतीकाम गुणेहिं पंडिए । इमंमिलोए परतेयदोसुपि, ण विजइ बंधणं जस्स किंचिवि । सेहुनिरालंबणे अप्पतिट्टे, कलंकली भावपहं विमुच्चइ ॥ १०९२ ।।
ઉપર્યુકત ગાથાઓના ભાવને આત્મજ્ઞાની સાધુ રહેણીમાં ધારણ કરે છે. અને આત્મગુણામાં સ્થિર રહે છે. આત્મજ્ઞાની સાધુ સર્વ સંબંધોથી મુકત હોય છે અને જે જે કાર્યો કરે છે તેમાં મેહથી મુંઝાતું નથી. આત્મજ્ઞાની સાધુ પોતાના આત્માને ઉચ્ચ ગુણવડે સંસ્કારી કરે છે. આત્માના ગુણે વસ્તુતઃ સત્તાથી આત્મામાં રહેલા છે એમ જે સાધુ જાણે છે તે સાધુ ખરેખર સત્તામાં રહેલા ગુણોનો આવિર્ભાવ કરવા સમર્થ થાય છે અને કર્મ રૂ૫ રજને ખંખેરી નાખી ગુણેથી પ્રકાશિત બને છે. આત્મજ્ઞાની સાધુ અવશ્ય આગમતજ્ઞાનવડે કર્મયોગી બને છે. શાનયાખ્યાં મોક્ષ જ્ઞાન અને ક્રિયા એ બે વડે મોક્ષ છે. જ્ઞાનયોગની પ્રાપ્તિ કરીને પશ્ચાત્ ક્રિયાથી અર્થાત્ કર્મવેગને આદર્યા વિના છૂટકો થતું નથી. જ્ઞાનગદ્વારા ક્રિયાયોગમાં પ્રવૃત્તિ કર્યાથી સ્વાત્માની સલેપતા નિર્લેપતા કેવી રીતે છે તેને અનુભવ પ્રાપ્ત થઈ શકે છે. જ્ઞાનગીએ પ્રિયાગમાં પ્રવર્તવું જોઈએ. જ્ઞાનયોગી કર્મયોગમાં પ્રવર્યા વિના જગજીના ઉપગ્રહથી અને કર્મઅણુધી મુકત થઈ શકતો નથી. સેવા ભકિત પૂજા વૈયાવચ્ચ પરોપકાર ઉપદેશવૃત્તિ ધર્મવૃત્તિ અને આવશ્યક યિાઓ વગેરેનો ક્રિયાયોગ અથત કર્મયોગમાં સમાવેશ થાય છે. દ્રવ્ય-ક્ષેત્ર કાલ અને ભાવથી જ્ઞાનગી સાધુ જે જે ક્રિયાગને આદર ઘટે છે તેને આદરે છે.
અધ્યાત્મશાસ્ત્રોને વાંચવાથી વા શ્રવણ કરવાથી આત્મજ્ઞાનનું કિંચિત સ્વરૂપ અવબેધવા માત્રથી અધ્યાત્મજ્ઞાનનું હૃદયમાં પરિણમન થતું નથી. અધ્યાત્મતત્વજ્ઞાતા થઈ શકાય પરંતુ અધ્યાત્મજ્ઞાન પ્રાપ્ત કરીને સુખ દુઃખના ઢંઢથી વિમુક્ત થવું અને હૃદય પર કઈ પણ શુભાશુભત્વની અસર ન થવા દેતાં સાક્ષી તરીકે રહી આત્માના ગુણોથી આત્મામાં પરિણમવું એ અનંતગુણ દુષ્કર કાર્ય છે. અધ્યાત્મજ્ઞાનમાં પરિણમતાં આત્માવિનાની અન્ય વસ્તુઓનું અહંમમત્વ વિણસે છે. હાડોહાડમાં અધ્યાત્મજ્ઞાનનું પરિણમન થયા વિના નિરુપાધિમય નિઃસંગનિવૃત્તિમય જીવન પ્રાપ્ત થઈ શકતું નથી. પૂર્વના મુનિવરોને અધ્યાત્મજ્ઞાનની ખરેખરી ખુમારી લાગી હતી અને હાડોહાડમાં ચેલમછઠના રંગની પેઠે આત્મામાં અધ્યાત્મજ્ઞાનનું પરિણમન થયું હતું તેથી તેઓએ માયા ઉપર પિતાને પગ મૂક્યું હતું
૨૪
For Private And Personal Use Only