________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
E
આધ્યાત્મિક ભાવનાનું ફળ.
( ૧૮૩ )
કાર્ય પ્રવૃત્તિયામાં મધ્યસ્થભાવ આનન્દ અને પરમાર્થવૃત્તિ સદા કાયમ રહે છે. મનુષ્યાના વ્યવહારમાંથી આધ્યાત્મિક ભાવના જેમ જેમ વિલય પામવા લાગી તેમ તેમ તેમની રાષ્ટ્રીયકાર્ય પ્રવૃત્તિ વ્યાપારપ્રવૃત્તિ ક્ષાત્રક પ્રવૃત્તિ નૈતિકપ્રવૃત્તિ સાર્વજનિક સેવાપ્રવૃત્તિ અને સ્વયંસ ંધરક્ષકપ્રવૃત્તિ વગેરે અનેક શુભપ્રવૃત્તિયે અને તે તે પ્રવૃત્તિયાના જનક શુભ વિચારામાં અનેક પ્રકારની ન્યૂનતા ક્ષીણતા અને અસ્તવ્યસ્ત દશા થવા લાગી અને તેનું પરિણામ સંપ્રતિ મનુષ્યોના જીવન વ્યવહારમાં જે આવ્યુ છે તેને ભૂતકાલની પ્રગતિ સાથે મુકાબલા કરવાથી સ્પષ્ટ સત્ય અબેધાઇ શકે છે અને હાય હાય અફ્સાસના ઉદ્ગારે ખરેખર સ્વયમેવ પ્રકટી નીકળે છે. આધ્યાત્મિક ભાવનાથી રજોગુણુ અને તમેગુણવૃત્તિરૂપ ચિત્તની અશુદ્ધતા વિલય પામવા લાગે છે અને તેથી સ્વાધિકારપરત્વે અનેક પ્રકારની બાહ્ય સેવાકાર્ય પ્રવૃત્તિયામાં મતભેદાદિક કારણામાં પરસ્પર અલનુ સંઘર્ષણુ થઈ આત્મવીના દુરુપયોગ થઇ શકતો નથી. એ બાબતમાં અધ્યાત્મજ્ઞાનદષ્ટિ અને આધ્યાત્મિક ભાવનાની પરિપૂર્ણ ઉપયોગિતા અનુભવગમ્ય થયા વિના રહી શકતી નથી. અતએવ અધ્યાત્મજ્ઞાન અને અધ્યાત્મભાવનાનું પ્રાકટ્ય થાય એવા વ્યષ્ટિપરત્વે અને સમષ્ટિપરત્વે સર્વ મનુષ્યોએ સદા સર્વથા અનેક ઉપાયા લેવા જોઇએ અને આધ્યાત્મિકજ્ઞાન અને આધ્યાત્મિક ભાવનાપુર્વક સર્વ કાર્યપ્રવૃત્તિય કરવી કે જેથી અશુભ ક્રોધ માન માયા અને લાભાદિ દોષોથી દૂર રહી શકાય અને કાર્યપ્રવૃત્તિના અધિકારી બની શકાય.
* આધ્યાત્મિક ઉચ્ચ ભાવનાવડે આત્મામાં એટલા બધા ઉચ્ચ તીવ્ર દ્રઢ સૌંસ્કારે પાડીને આત્મરૂપે પરિણમવું જોઇએ કે જેથી જગતમાં પ્રત્યેક બાબતમાં શુભાશુભત્વ ન ભાસે વા પરવસ્તુમાં આરેાપે શુભાશુભ ભાસે એવું પ્રથમાભ્યાસમાં બને તથાપિ તેને શુભાશુભ કલ્પનાએ કલ્પાએલ શુભાશુભપદાર્થાંમાં જાણવા અને દેખવાપણાનુ ફકત સાક્ષીમાત્રત્વ રહે, પણ તેમાં પરિણમવાપણું ન થાય. શરીરદ્વારા ભોગવાતા પચે દ્રિયવિષયામાં રાગદ્વેષથી પરિણમન ન થતાં તટસ્થ સાક્ષીણે શાતા અશાતાનુ ભાતૃત્વ વેદાય અને નવીન કર્મ ન બંધાય એવી રીતે અધ્યાત્મજ્ઞાનવડે આત્મામાં પરિણમવુ જોઇએ. અધિકાર પ્રમાણે કચેાગની પ્રવૃત્તિ કરાય પરંતુ તેમાં રાગદ્વેષે શુભાશુભ પરિણમન ન થાય અને નિષ્કામભાવે સાક્ષીપણે પ્રત્યેક કાર્ય કરાય એવું આધ્યાત્મિક પરિણમન ખરેખર આત્મામાં થાય તે જ ખરેખર નિષ્કામ કર્મયૈાગિત્વના અધિકારને પ્રાપ્ત કરી શકાય. પંચેન્દ્રિયાના ત્રેવીશ વિષયા પ્રત્યેક ઇંદ્રિયની શક્તિ છતાં ગ્રાહ્ય થઇ શકે છે. આચારાંગ દ્વિતીય શ્રુત
* સંવત્ ૧૯૭૧ ની વનોંધ બુકમાંથી પ્રતિપાદ્ય પ્રાસગિક આધ્યાત્મિક વિશ્વપાપયોગી અરૃખલાબદ્ધ લેખાને પ્રચલિત વિષયમાં ઉતારા કરવામાં આવ્યું છે. આ બ્લેકના ભાવ ના અંગે નેધબુકના લેખા ઉપયોગી જાણી દાખલ કર્યાં છે.
For Private And Personal Use Only