________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૮૨ )
શ્રી કર્મ
ગ્રંથ-સવિવેચન.
નથી કારણ કે તે પોતાના આત્માની ઉપયોગ દશાથી ક્ષણેક્ષણે પ્રગતિ અને અવનતિને મુકાબલે કરતો રહે છે. જેનાગોમાં અધ્યાત્મજ્ઞાનને મહત્વ આપ્યું છે તેનું કારણ એ છે કે અન્તરમાં ઉદ્ભવતી મોહનીય કર્મની પ્રકૃતિના સામું અધ્યાત્મજ્ઞાનવિના ટકી શકાતું નથી અને મેહનીયકર્મની પ્રકૃતિયોને સર્વથા પ્રકારે ક્ષય કરી શકાતો નથી. શ્રી મહાવીર પ્રભુએ છદ્મસ્થાવસ્થામાં બાર વર્ષ પર્યત અધ્યાત્મજ્ઞાનદષ્ટિવડે મેહનીયપ્રકૃતિયોની સાથે યુદ્ધ કરીને ઘાતકર્મોને સર્વથા ક્ષય કરીને કેવલજ્ઞાન પ્રકટાવ્યું હતું. આ અવસર્પિણમાં ચોવીસ તીર્થંકર થયા તેની પૂર્વે અનન્ત તીર્થકરો થયા-વર્તમાનમાં થાય છે અને ભવિષ્યમાં થશે–તે સર્વે અધ્યાત્મજ્ઞાનદૃષ્ટિથી પરમાત્મપદ પામ્યા પામે છે અને પામશે. માનસિક વિચારો પર અંકુશ મૂકીને મનને આત્માની ઉન્નતિ સર્વથા સર્વદા થાય એ માર્ગ દર્શાવનાર ખરેખર અધ્યાત્મજ્ઞાન છે. અધ્યાત્મજ્ઞાનના નામે વિશ્વમાં વ્યવહાર પરમાર્થ કાર્યોમાં સાપેક્ષદષ્ટિ વિના નિરપેક્ષદૃષ્ટિથી ભિન્નભિન્ન અધિકારી જીવોના અધિકારજ્ઞાનના અભાવે સંકુચિતદષ્ટિ થતી હોય અને સર્વની અધિકાર પરત્વે કર્તવ્યપ્રવૃત્તિમાં અનેક પ્રકારના અવરોધે ઉપસ્થિત કરાતા હોય તે તે સત્ય સાપેક્ષિક અધ્યાત્મજ્ઞાન કથી શકાય નહિ પરંતુ શુષ્ક નિરપેક્ષ અધ્યાત્મજ્ઞાન કથી શકાય. એવું ખાસ લક્ષ્યમાં અવધારીને આત્મોન્નતિમાર્ગહેતુભૂત અધ્યાત્મજ્ઞાનની સાપેક્ષપણે પ્રાપ્તિ કરવા પ્રયત્ન કરવો જોઈએ.
જ્યારે જ્યારે શુષ્ક જડકિયાવાદીઓનું વિશ્વમાં વિશેષ સંખ્યામાં પ્રકટીકરણ થાય છે અને અધ્યાત્મજ્ઞાનવિના તેઓ લૈકિક તથા લેકોત્તર કાર્યપ્રવૃત્તિયોમાં ગુણ અને તમોગુણની વૃત્તિથી પ્રવૃત્ત થાય છે અને વાસ્તવિક સાધ્યબિન્દુને વિસરી જાય છે ત્યારે ત્યારે કઈ અધ્યાત્મજ્ઞાની મહાત્માને પ્રાદુર્ભાવ થાય છે અને તે અધ્યાત્મજ્ઞાની ન્યૂનતાને પૂર્ણ કરે છે; તે મહાત્મા અધ્યાત્મજ્ઞાનની પ્રાપ્તિપૂર્વક સર્વત્ર દેશી મનુષ્યો પૈકી જે જે મનુષ્યને જે જે કર્મપ્રવૃત્તિમાં અધિકાર હોય છે તે તે જણાવે છે અને અન્તરની શુષ્કતા જડતાને નાશ કરીને તેને સ્થાને જ્ઞાન આનન્દરસ અને નિર્લેપતાને પ્રગટાવી શકે છે. જે જે વ્યોને કર્તવ્યપ્રવૃત્તિયોમાં જે જે અપેક્ષાએ અધિકાર હોય છે તે તે કર્મપ્રવૃત્તિયોમાં મનુષ્યોને અધિકાર જણાવનાર તથા જગત્ની સાર્વજનિક સેવાઓમાં અનેક રીતે પ્રવૃત્તિ કરાવવામાં હેતુભૂત અધ્યાત્મજ્ઞાન છે. અધ્યાત્મજ્ઞાનથી આત્મામાં અધ્યાત્મભાવનાના દઢ સંસ્કાર પડે છે અને તેથી બાહ્યકર્તવ્યો કરતાં ચિત્તશુદ્ધિ આદિ ગુણોનું સંરક્ષણ થાય છે એમ અનુભવષ્ટિથી એ બાબતને અનુભવગમ્ય કરતાં સર્વ પ્રકારની શંકાઓનું નિરાકરણ થાય છે. અધ્યાત્મજ્ઞાનની પ્રાપ્તિવડે સજીનથી સ્વાધિકાર પ્રાપ્ત કરી શકાય છે કે જે પ્રાપ્ત થએલ અધિકારનું આન્તરિક તથા બાહ્યવર્તન સર્વ દોષોને નાશ કરીને આત્માને પરમાત્મદશામાં આણે છે. ધાર્મિક સામાજિક, નૈતિક અને રાષ્ટ્રોદય હેતુભૂત પ્રવૃત્તિયોમાં આધ્યાત્મિક ભાવનાનું એટલું બધું શુદ્ધ બેલ વહે છે કે જેથી તતું હતું
For Private And Personal Use Only