________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kothatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
品
ગુરુસાક્ષીએ અધ્યાત્મ અને યોગના અભ્યાસની જરૂરિયાત
( ૧૦૯ )
શાસ્ત્રો વાંચવા માત્રથી વાસ્તવિક અધ્યાત્મજ્ઞાનની પ્રાપ્તિ થતી નથી. અધ્યાત્મજ્ઞાનની પ્રાપ્તિ માટે અધ્યાત્મજ્ઞાની યોગી સદ્ગુરુની પ્રાપ્તિ કરવી જોઇએ અને પશ્ચાત્ તેના શિષ્ય બની અધ્યાત્મશાસ્ત્રોના અનેકનયેાની અપેક્ષાપૂર્વક પરિપૂર્ણ અભ્યાસ કરવા જોઈએ તથા પશ્ચાત્ યોગાભ્યાસ પૂર્વક શ્રી સદ્ગુરુના પાસાં વેઠીને અધ્યાત્મશાસ્ત્રોનાં રહસ્યોના એકાન્તમાં અનુભવ કરવા જોઇએ. અધ્યાત્મશાસ્ત્રોના અનુભવ તો ઘણા ઝલે અધ્યાત્મજ્ઞાનનુ હૃદયમાં પરિણયન થયા પશ્ચાત્ પ્રકટે છે. અતએવ અધ્યાત્મ શાસ્ત્રોનુ વાચન કરીને એકદમ કાઈ જાતના મત ન બાંધવા જોઇએ. અધ્યાત્મશાસ્ત્રો અને યોગશાસ્ત્રોને પરિપૂર્ણ અભ્યાસ કર્યાં પશ્ચાત્ યાગના અભ્યાસ કરી અધ્યાત્મજ્ઞાનનું પ્રત્યેક રહસ્ય સમજવા માટે એકાન્તમાં બહુ મનન કરવું જોઇએ. પૂર્વભવના આધ્યાત્મિકજ્ઞાન સંસ્કારથી આ ભવમાં સહેજે અધ્યાત્મજ્ઞાનપ્રતિ રુચિ ઉદ્ભવે છે અને અધ્યાત્મજ્ઞાન પ્રાપ્ત થાય એવા સહેજે પ્રયત્ના સેવી શકાય છે. કોઈ પણ ભવમાં અધ્યાત્મજ્ઞાનના અભ્યાસ કરેલા હાય છે તે અલેખે જતે નથી. તે માટે કબીરજી કહે છે કે મત્તુથીન પટે નહીં, નાવેજી અનંત; સT રીચ ઘર અવતરે, અન્ત સન્તો સન્ત. જૈનશાસ્ત્રોમાં અધ્યાત્મજ્ઞાનદ્વારા સમ્યકત્વ સંબંધી " अन्तोमुद्दत्तं मित्तंपि, फासिंय जेहिं हुज सम्मत्तं, तेसिंअवढ्ढपुग्गल परिअड्डो चेव संसारो " ઈત્યાદિ કથવામાં આવ્યું છે જેને અધ્યાત્મજ્ઞાનની પ્રાપ્તિ થઈ તે શનૈઃશનૈઃ મેાક્ષમા પ્રતિ ગમન કરે છે અર્થાત્ ખરેખર તે ઉત્ક્રાન્તિમાર્ગમાં વહે છે અને ભવરૂપ વિસામા લેતા છતા વા લીધા વિના પરમાત્મપદમાં સમાઈ જાય છે તથા છેવટ અનન્ત સુખને ભકતા બને છે. ગમે તેવી સ્થિતિમાં મનુષ્ય માત્રને સુખી કરવા માટે અધ્યાત્મજ્ઞાન સમાન અન્ય કાઈ નથી. અધ્યાત્મજ્ઞાનરૂપ અમૃત રસાયન પીવાથી અનેક પ્રકારનાં દુ:ખાના નાશ થાય છે અને આત્મા ફકત સુખ સામ્રાજ્યનાજ સ્વામી થઈ રહે છે. અનાદિકાળથી માયાના સંસ્કારથી પ્રત્યેક પ્રાણીનુ હૃદય મલીન થઈ ગએલું હાય છે તેથી તેની અશુદ્ધતા ટાળવા માટે અધ્યાત્મજ્ઞાન સમાન અન્ય કોઈ ઉપાય નથી. ઇન્દ્રિયા અને મનના ઉપર વિજય મેળવીને તેને વશ કર્યા વિના આ વિશ્વમાં સ્વગ્નમાં પણ સત્ય સુખને અનુભવ આવવાના નથી અને તે વિના આત્મશ્રદ્ધા અને આત્મધર્મના વાસ્તવિક સત્ય રંગ લાગવાના નથી તેમજ આ વિશ્વમાં મરજીવા થઈ આત્માશિત કરી શકાતી નથી. અતએવ અધ્યાત્મશાસ્ત્રો અને યાગશાસ્ત્રોના ગુરુ પાસે અભ્યાસ કરીને તેના અનુભવ કરવા જોઇએ. અધ્યાત્મજ્ઞાનના અનુભવી મનુષ્યો પ્રભુપ્રાપ્તિના દલાલા છે. અધ્યાત્મજ્ઞાનના અનુભવીઓની પાસેથી જે કઇ મળે છે તે ખરેખરું જીવતું મળે છે અને તેમનાથી આત્મા અમર થાય છે. સર્વસંગત્યાગી એવા મુનિવરા અધ્યાત્મજ્ઞાનના અનુભવી થાય છે માટે તેના પાસાં વેડી આત્મજ્ઞાન પ્રાપ્ત કરવુ જોઇએ. અધ્યાત્મજ્ઞાનાનુભવી ત્યાગી યોગીઓના સમાગમ થાય ત્યારે અધ્યાત્મશાસ્ત્રોનાઆનુભવિક ખુલાસો પ્રાપ્ત કરવા પ્રયત્ન કરવા જોઇએ
For Private And Personal Use Only