________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૮૦ )
શ્રી કર્મયોગ મંથ-સવિવેચન.
અને ખંડનમંડનની ચર્ચામાં ન ઉતરતાં એમના ઉદ્ગારોને શાસ્ત્રરૂપ માની તેઓનું મનન કરવું જોઈએ કે જેથી વાસ્તવિકજ્ઞાનની પ્રાપ્તિ થઈ શકે અને અજ્ઞાનરૂપ અંધકારનો નાશ થાય. અધ્યાત્મજ્ઞાનની પ્રાપ્તિ થયા છતાં ગૃહસ્થ ગૃહસ્થ ધર્મકર્તવ્યકર્મની અને ત્યાગીએ ત્યાગધર્મ કર્તવ્યકર્મની હદ ઉલંધવી ન જોઈએ. અધ્યાત્મજ્ઞાનવડે આત્માની ઉન્નતિ થાય છે પરન્ત શ્રદ્ધાભક્તિ આદિ ગુણવિના અધ્યાત્મજ્ઞાનને અભ્યાસ કરે એ કાચા પારાના ભક્ષણ સમાન થઈ પડે છે એમ યાદ રાખવું જોઈએ. પરન્તુ એમ અવબોધીને અધ્યાત્મજ્ઞાનના અભ્યાસથી ભ્રષ્ટ-દૂર ન થવું જોઈએ. અધ્યાત્મજ્ઞાનને સર્વત્ર વિશ્વમાં ઘરઘેર ફેલાવો થશે ત્યારે અધ્યાત્મજ્ઞાન દ્વારા જે જે કર્તવ્યકર્મો કરાશે તેથી સ્વપરનું કલ્યાણ થશે એમ અનુભવદુષ્ટિથી અવબોધવું જોઈએ. જે મનુષ્ય અધ્યાત્મજ્ઞાનની વાસ્તવિક દષ્ટિવાળો નથી તેના પ્રત્યેક વિચારમાં અને આચારમાં સંકુચિતત્વ રહેલું હોય છે અને તેથી તે વિશ્વમાં સર્વોપયોગી જનસેવાઓનાં કર્તવ્ય કાર્યોમાં આત્મભેગ આપવા સમર્થ થઈ શકતો નથી. લઘુસરોવરમાં સેવાળ અને મલીન જતુઓ વિશેષ હોય છે તેમ અધ્યાત્મજ્ઞાનની દષ્ટિવિના જે જે સંકુચિત વિચારોનાં વતું હોય છે તેમાં વિશેષ મલીનતા હોય છે. સંકુચિત વિચારે અને આચારમાં સર્વસ્વ માની લેનારા મનુષ્યો વાસ્તવિક અધ્યાત્મદૃષ્ટિને પ્રાપ્ત કરી શક્યા નથી એમ અનુભવ કરી અવબોધવું જોઈએ. જે જે દેશમાં જે જે કાલમાં અધ્યાત્મજ્ઞાનની પ્રગતિ થાય છે તે તે દેશમાં તે તે કાલમાં ઉદાર વિચારો અને વૃદ્ધિ થાય છે અને તેથી કર્તવ્યકાર્યમાં ઉદારણે પ્રવૃત્તિ થાય છે તથા અનેક અશુભ વિચારો અને નઠારા આચારોનો નાશ થાય છે. અધ્યાત્મજ્ઞાનયોગે અનેક સંકુચિત ધાર્મિક મતોના દુરાગ્રહોનો નાશ થાય છે અને અનેક પ્રગતિકારક વ્યાવહારિકધર્મર્તવ્યકર્મોમાં સુધારાવધારા કરી દુઃખના માર્ગોથી વિમુકત થવાય છે. જ્યારથી આર્યાવર્તમાં ઉત્તમ વિશાળ અધ્યાત્મજ્ઞાનની હાનિ સંકે રોકે થવા લાગી ત્યારથી આર્યાવર્તમાં દેશની અધોગતિકારક અનેક ધર્મના ઉપપશે અને સંકીર્ણ આચારો પ્રકટયા અને તેથી સંપ્રતિ આર્યાવર્તમાં અનેક પ્રકારના ધર્મકલેશથી મનુષ્યો પરસ્પર એકબીજાની હાનિ થાય એવી રીતે પ્રાપ્ત થએલી તન મન અને ધનની શક્તિને દુર્વ્યય કરે છે કરાવે છે અને કરતાને અનુમદે છે એ ઓછી ખેદકારક બીના નથી. અધ્યાત્મજ્ઞાનથી પ્રત્યેક વસ્તુના સૂક્ષ્મ ભાગમાં ઊંડું ઉતરી શકાય છે અને તેથી પ્રત્યેક વસ્તુની માન્યતા સંબંધી પૂર્વે જે જે સંકુચિત વિચારોની જે જે સીમાઓ કપેલી હોય છે તેનો નાશ થાય છે તેમજ અનન્તજ્ઞાનમાં સર્વ પ્રકારના વિચારો સમાય એવી ઉરચદશા પર આરોહણ કરવાનો પ્રસંગ આવે છે. અએવ અધ્યાત્મજ્ઞાનની આવશ્યકતા સ્વીકાર્યા વિના કેઈપણ રીતે ચાલી શકે તેમ નથી. આ જગત શું છે તેની સાથે અને પરમાત્માની સાથે આત્માને શો સંબંધ છે ? તેનું સમાધાન ખરેખર અધ્યાત્મજ્ઞાન કરે છે અને તેમજ આત્માની સાથે રહેલા મનની શદ્ધિ
For Private And Personal Use Only