________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અધ્યાત્મજ્ઞાનગની આવશ્યકતા.
( ૧૭૫ ).
નિઃસ્પૃહ દશાને સ્વાધિકાર પ્રમાણે પ્રાપ્ત કરવી જોઈએ. અયોગ્ય સર્વ પ્રકારની કામનાઓથી દૂર રહેવું એજ નિઃસ્પૃહભાવનું મુખ્ય લક્ષણ છે અને એના સદ્દવિચારોથી હૃદય ભરીને તે પ્રમાણે પ્રવૃત્તિ કરવી એજ મનુષ્યનું વાસ્તવિક કર્તવ્ય કર્મ છે. કર્તવ્યપૃહાથી અધિક સ્પૃહા કરવી એજ વિશ્વમાં હાનિકર તત્ત્વ છે. અન્યજીવોને જે જે અભિલષણીય અને ગ્રાહ્ય પદાર્થો હોય તેઓને પોતે એકલા ઉપભેગ કરવા ઈચ્છા અને પ્રવૃત્તિ કરવી એ વિશ્વોપગ્રહનીતિથી વિરૂદ્ધ કાર્ય છે. આવશ્યક સ્પૃહાનાં તત્ત્વોને પ્રશસ્યપણે માન આપવું વા ફરજ માનીને તેમાં પ્રવૃત્ત થવું એવી કર્તવ્યપ્રવૃત્તિનો જે મનુષ્યએ અનુભવ લીધો હોય છે તેઓના સદુપદેશ પ્રમાણે પ્રવર્તતાં નિઃસ્પૃહદશાની પ્રાપ્તિ થઈ શકે છે અને તેવી સ્થિતિએ કર્તવ્ય આવશ્યક પ્રવૃત્તિ કરતાં સ્વોન્નતિ કુટુંબન્નતિ દેશોન્નતિ સંઘોન્નતિ અને વિશ્વોન્નતિમાં ભાગ આપી શકાય છે. નિઃસ્પૃહતા પ્રતિપાદક આધ્યાત્મિકશાસ્ત્રો સાધુઓ અને તેને અનુભવ થાય તે ગાભ્યાસ એ ત્રણેનું સેવન કરવું જોઈએ અને તે દ્વારા નિઃસ્પૃહદશાને અનુભવ કરી કર્તવ્ય કાર્ય કરવું જોઈએ. ઉપર પ્રમાણે કર્તવ્ય કાર્ય કરવાને અધિકારી મનુષ્યોના જે જે ગુણ કચ્યા તે પ્રાપ્ત કરવાથી સ્વાધિકારે કર્તવ્ય કર્મ પ્રવૃત્તિને સમ્યક સાધી શકાય છે. અને તેથી કર્તવ્યકર્મની પરિપૂર્ણ અધિકારિતા પિતાને પ્રાપ્ત થાય છે એમ અનુભવદષ્ટિથી અવબોધવું
કર્તવ્ય કર્મના અધિકારી મનુષ્યનાં લક્ષણ કશ્યાબાદ હવે કર્તવ્ય કાર્યપ્રવૃત્તિમાં અધિકારપ્રદ અધ્યાત્મજ્ઞાનયોગની આવશ્યકતા સંબંધી નીચે પ્રમાણે કથવામાં આવે છે.
જો. अध्यात्मज्ञानयोगेन चित्तशुद्धिः प्रजायते । चित्तशुद्धया कृतं कार्यं वस्तुतः स्वोन्नतिप्रदम् ॥ ३७॥ आत्मज्ञानस्य संप्राप्त्या स्वाधिकारः क्रियासु वै । प्राप्यते सजनैः सम्यक् सर्वदोषापहारकः ॥ ३८ ॥
વિવેચન-અધ્યાત્મજ્ઞાન વડે ચિત્તની શુદ્ધિ થાય છે અને ચિત્તશુદ્ધિવડે કરેલું વસ્તુતઃ ન્નતિપ્રદ બને છે. આત્મજ્ઞાનની સંપ્રાપ્તિવડે સ્વકર્તવ્યક્રિયાઓમાં વાસ્તવિક સ્વાધિકાર થાય છે. સજનવડે સર્વદેષાપહારક એ સ્વાધિકાર ખરેખર આત્મજ્ઞાનની પ્રાપ્તિવડે પ્રાપ્ત કરી શકાય છે. અધ્યાત્મજ્ઞાન યોગવિના મનુષ્યના ચિત્તની શુદ્ધિ થતી નથી. સાબુ અને જલવડે જેમ મલિન વસ્ત્રની શુદ્ધિ થાય છે તેમ અધ્યાત્મજ્ઞાનવડે
For Private And Personal Use Only