________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૭૪ )
શ્રી કર્મવેગ ગ્રંથ-સવિવેચન.
UR
ઘટે તેઓને ધારણ કરવી. એ પ્રમાણે સ્પૃહાની મર્યાદા બાંધી પશ્ચાતું જે જે પૃહણીય કાર્યો હોય તે ફકત આજીવિકાદિપ્રયોગે આદરણીય છે એવું મનમાં ધારીને સ્વક્તવ્ય ફરજના ઉપર આવી જવું; પશ્ચાત્ કર્તવ્ય ફરજ પ્રમાણે પ્રવર્તવું કે જેથી અનેક દેથી મુકત થવાય અને સ્વકર્તવ્યકર્મમાં અધિકારિત્વ પ્રાપ્ત કરી શકાય. જે મનુષ્ય આ વિશ્વમાં સ્વાધિકાર પ્રમાણે નિઃસ્પૃહ બને છે તેઓ અને સદુપદેશ આપીને સત્યકર્તવ્યને માર્ગ દર્શાવી શકે છે. ત્યાગી સ્વાધિકાર પ્રમાણે વિશેષતઃ નિસ્પૃહ હેય છે તેથી તેઓ રાજાઓના રાજા ગણાય છે અને ગૃહસ્થ મનુષ્યને સ્વતંત્રપણે સત્ય સ્થાને શકિતમાનું થાય છે. નિઃસ્પૃહી ત્યાગીઓ મોટા મોટા રાજાઓને સત્યકર્તવ્ય કાર્યોને ઉપદેશ કરવા શકિતમાન થાય છે અને તેની અસર ખરેખરી થાય છે. રાજાઓને અન્યાયના માર્ગથી સત્યપદેશ આપીને ન્યાયના માર્ગે વાળનાર ત્યાગીએ છે; કારણ કે તેઓને રાજાની પૃહા નથી. શિવાજીને સત્યકર્તવ્યબોધ આપનાર રામદાસ સ્વામી હતા. તેમજ વનરાજ ચાવડાને નિઃસ્પૃહપણે સત્ય બોધ આપનાર શ્રી શીલગુણસૂરિ હતા. શ્રી કુમારપાલરાજાને રેગ્ય સત્યક્તવ્ય રાજ્યકાર્યોને બેધ આપનાર કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરિ હતા. રાજાઓ સ્વકર્તવ્યને રાજનીતિથી ન કરે અને તેથી ભ્રષ્ટ થાય છે તેને ત્યાગી નિઃસ્પૃહ મુનિયો અનેક પ્રકારની શિક્ષા આપી સમજાવે છે. પૂર્વે અનેક રાજાઓ અને રાણુઓને ત્યાગી મુનિયોએ નિઃસ્પૃહપણે બધ આપ્યો હતો અએવ અવબોધવું કે નિઃસ્પૃહતાથી અનેક લાભ મેળવી શકાય છે. સંસારવ્યવહારદશામાં સ્વાધિકારપ્રમાણે જે જે વસ્તુઓ પ્રાપ્ત કરવાની હોય છે તે વિના અન્ય વસ્તુઓની પૃહાને જે મનુષ્ય ત્યાગ કરે છે તે વિશ્વમાં અનેક જીવને નકામી અનેક પ્રકારની હાનિ કરી શકતા નથી. નકામી સ્વાધિકારથી અધિક પદાર્થોની સ્પૃહનો ત્યાગ કરવાને માટે શ્રી વીરપ્રભુએ ગૃહસ્થના કલ્યાણાર્થે પરિગ્રહ પરિમાણુવિરમણવ્રત કહ્યું છે તે પ્રમાણે ગૃહસ્થ મનુષ્ય યદિ વર્તે તે તેઓ સંસારમાં સ્વકર્તવ્યપ્રવૃત્તિ દ્વારા પરમાર્થના અનેક કાર્યો કરીને જગજીને લાભ આપી શકે. આ વિશ્વમાં ત્યાગીઓ ત્યાગધર્મના અધિકાર પ્રમાણે વતીને ત્યાગધર્મથી વિરુદ્ધ એવી નકામી સ્પૃહાઓનો ત્યાગ કરીને સ્વર્તવ્ય કાર્યમાં પ્રવૃત્તિ કરે છે તો તેઓ કાન્તિની સહ વિત્કાન્તિ કરવાને સમર્થ થાય છે. જેમ જેમ મનુષ્ય નિસ્પૃહદશાના ઉચ્ચ શિખરે જવા પ્રયત્ન કરે છે તેમ તેમ તે પિતાના કરતાં નીચા રહેલાં મનુષ્યને સ્વાધિકારે કર્તવ્યકાર્યોના ઉચ્ચ વિચારોનો સદુપદેશ સમર્પવા શક્તિમાનું થાય છે. નિઃસ્પૃહદશાથી આત્મન્નિતિની વૃદ્ધિ થાય છે. જે મનુષ્ય નકામી હદબહાર પૃહાના કરનારા હોય છે તેઓ પૃહાના દાસ બનીને પોતાની જીંદગીને અનેક કુકર્મોથી કલુષિત કરે છે. આ વિશ્વમાં જ્ઞાની નિઃસ્પૃહ મુનિ અને ગૃહસ્થ વિશેષ સંખ્યામાં પ્રકટશે ત્યારે વિશ્વનો ઉદ્ધાર થશે. લાંચ વગેરેને ત્યાગ કરીને પ્રામાણ્ય પ્રાપ્ત કરવું હોય તો
For Private And Personal Use Only