________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
-
- 3
+-
-
-
-
--
------* *
*
( ૧૦ )
શ્રી કર્મચાગ ગ્રંથ-વિવેચન.
સાધ્વીઓ-શ્રાવકો અને શ્રાવિકાઓમાં વ્યવસ્થિત બોધની સાથે પ્રવૃત્તિની ઘણી ન્યૂનતા થએલી છે. સાધુઓ-સાવીઓ-શ્રાવકે અને શ્રાવિકાઓ એ ચાર અંગોના સુવ્યવસ્થિત પ્રબોધથી અનેક પ્રકારે ધર્મપ્રચારક સુવ્યવસ્થાઓ યોજીને જે જે ધાર્મિક કાર્યો કરવાં જોઈએ તેમાં વ્યવસ્થિતપ્રબોધ અને વ્યવસ્થિત કર્તવ્ય કાર્યપ્રવૃત્તિની ઘણી આવશ્યકતા સ્વીકારવી જોઈએ. અતવ ઉપર્યુક્ત વ્યવસ્થિત બોધપ્રવૃત્તિ પ્રમાણે અમુક વર્ષો પર્યત પ્રવૃત્તિ થશે તો જનની સંખ્યામાં વધારો થશે; એ સમય આવે એવું ઈચ્છવામાં આવે છે. વ્યવસ્થિતપ્રબોધક મનુષ્યો જે જે કાર્યો કરે છે તેમાં અલ્પ સમય–તન મન અને ધનને અ૫ વ્યય થાય અને હાનિ કરતાં લાભ અનન્તગુણે થાય એવું વ્યવસ્થિતબધે નિશ્ચય કરીને વ્યવસ્થિત કાર્યપદ્ધતિથી વ્યવસ્થિત ક્રમ પ્રમાણે પ્રવૃત્તિ કરે છે. વ્યવસ્થિત કમપ્રમાણે પ્રવૃત્તિ કરવી એવું જે પૂર્વે કથવામાં આવ્યું છે તે વ્યવસ્થિત પ્રબોધ પર આધાર રાખે છે. વ્યવસ્થિત પ્રબોધવાળા મનુષ્ય સ્વાધિકાર જે જે કાર્યો કરે છે તેમાં વ્યક્ષેત્રકાલભાવેસ્વશક્તિ-સામગ્રી અને સાનુકૂલ અને પ્રતિકૂલ સંગેનો પૂર્વથી જ વિચાર કરે છે; તેથી તેઓ પશ્ચાત્તાપપાત્ર બનતા નથી. વ્યવસ્થિત પ્રબોધથી અનેક પ્રકારના કર્તવ્ય આવશ્યક કાર્યોની વ્યવસ્થા કરી શકાય છે અને જનસમાજ કલ્યાણકર કાર્યોમાં પણ વ્યવસ્થિત પ્રવૃત્તિપૂર્વક ભાગ લઈ શકાય છે. અતએ વ્યવસ્થિતપ્રબોધ પ્રાપ્ત કરવાની અત્યન્ત જરૂર છે જે મનુષ્યો વ્યવસ્થિત પ્રબોધથી વ્યવસ્થિતપણે કાર્યો કરતા હોય તેઓની પાસે રહીને વ્યવસ્થિત પ્રબોધનું શિક્ષણ લેવું જોઈએ અને પિતાના વિચારો અને આચારને વ્યવસ્થિતદશામાં મૂકવા જોઈએ. વ્યવસ્થિત પ્રબોધની પ્રાપ્તિ થતાં સર્વ કાર્યપ્રવૃત્તિમાં સરલતા પ્રાપ્ત થાય છે. પ્રત્યેક વિચારો અને આચારો સંબંધી વ્યવસ્થિત પ્રબંધ થતાં અનેક અનુભવોને પ્રાપ્ત કરી શકાય છે. વ્યવસ્થિત પ્રબોધની પ્રાપ્તિ ક્યવિના કદાપિ છૂટકે થવાને નથી એમ નિશ્ચય થતાં વ્યવસ્થિત પ્રબંધ પ્રાપ્ત કરવા મન વાણી અને કાયાથી પ્રયત્ન કરી શકાય છે. પ્રબોધની વ્યવસ્થા જેણે પ્રાપ્ત કરી છે તે સર્વ બાબતોની વ્યવસ્થા તરતયોગે કરવા શક્તિમાન થાય છે. આર્યાવર્તમાં વ્યવસ્થિત પ્રબોધક મનુષ્યોને મહાસંઘ પ્રગટે અને તે અહિંસા-સત્ય-અસ્તેય-બ્રહ્મચર્ય આદિ ગુણોથી વિભૂષિત થઈ સર્વ જીવહિતકારક પ્રવૃત્તિયોને આદરી પરમાત્મપદને પ્રાપ્ત કરો. સ્વાધિકાર કાર્યપ્રવૃત્તિમાં વ્યવસ્થિત પ્રબોધની જેટલી આવશ્યકતા છે તેટલી સ્વકાર્યપ્રવૃત્તિમાં પ્રસન્નાસ્ય મનુષ્યની જરૂર છે. પ્રસન્નાસ્ય મનુષ્ય સ્વક્તવ્ય કાર્ય કરતે છતા વિવરમાલને પ્રાપ્ત કરે છે. જે મનુષ્ય હર્ષ અને શોકમાં સમાન છે તે પ્રસન્નાટ્ય બની શકે છે. સ્વાધિકારે કર્તવ્ય કાર્યને કરતાં હર્ષશેકને ન કરે એ આત્મજ્ઞાનીઓ વિના બની શકે તેમ નથી. માયાના આધીન થએલ મનુષ્યો હર્ષ અને શેકને ક્ષણે ક્ષણે ધારણ કરે છે; તેઓ હર્ષશેકમાં સમાન કેવી રીતે થઈ શકે ? હર્ષ અને શેકમાં ન પડતાં સમાન રહેવું એ અજ્ઞાનીઓ માટે
For Private And Personal Use Only