________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kothatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૬૬ )
શ્રી કમ યાગ ગ્રંથ-સવિવેચન.
સાનુકૂલ સામગ્રી મેળવીને સાધી શકે છે. સાપેક્ષ કાર્ય બાધથી જે કાલે જે કરવા ચેાગ્ય હાય છે તે સાપેક્ષપણે કરી શકાય છે અને ઉદાર હૃદયથી એક કાર્ય સબંધી અનેક હેતુઓવડે કાર્ય સિદ્ધ કરવાની શક્તિયાની સાહાય્ય મેળવી શકાય છે. સાપેક્ષકા ખાધથી કન્યકાર્યની ચારેતરફની બાજુઓની પરિસ્થિતિ અવમેાધી શકાય છે અને તેથી જે જે બાજુમાં ન્યૂનતા રહેતી હોય છે તેની પૂર્ણતા કરી શકાય છે. સાપેક્ષ બેધવાળા મનુષ્ય સાધ્યકતવ્યના લક્ષ્યના ઉપયોગી અને છે. સાધ્યલક્ષ્યાપયાગી મનુષ્ય સ્વકાર્ય પ્રવૃત્તિમાં પ્રકટતા અનેક પ્રમાદના પરિહાર કરી શકે છે. સાધ્યલક્ષ્યાપયેગી મનુષ્ય સ્વક વ્યકામાં ભૂલ આવવા દેતો નથી અને કન્યકામાં વિક્ષેપ નાખનારાઓથી છેતરી શકાતા નથી. સંસારવ્યવહારમાં ધર્મવ્યવહારમાં અને આત્મશુદ્ધસ્વરૂપના ધ્યાનમાં સાધ્યોપયોગી મનુષ્ય વિજય મેળવી શકે છે. જ્યારે પ્રસન્નચંદ્ર રાજર્ષિ સાધ્યોપયોગી થયા ત્યારે નરકનાં દલિકના નાશ કરીને શુકલધ્યાનવડે પરમાત્મપદને પામ્યા. આર્દ્રકુમાર વગેરે મુનિવરે સાધ્યોપયોગી બનીને ઉચ્ચપદને પામ્યા. શૈલગસૂરિ જ્યારે આવશ્યક સાધ્યોપયોગી બન્યા ત્યારે ઉચ્ચારિત્રધારક બન્યા. શ્રીબાહુબલી મુનીશ્વર બહેનના ઉપદેશથી સાધ્યાપયોગી બન્યા ત્યારે પગ ઉપાડતાં કેવલજ્ઞાન પામ્યા. શ્રીગૌતમસ્વામી જ્યારે સાધ્યોપયોગી અન્યા ત્યારે કેવલજ્ઞાન પામ્યા. ચાર પ્રત્યેકબુદ્ધ જ્યારે સાધ્યોપયોગી બન્યા ત્યારે સર્વજ્ઞ બન્યા. શ્રીમરૂદેવામાતા સાધ્યોપયોગી બન્યાં ત્યારે કેવલજ્ઞાન પામ્યા. શ્રીસ્થૂલિભદ્ર મુનિવર સાધ્યોપયોગી અન્યા ત્યારે તેમણે કામ પર જય મેળવ્યેા. શ્રીનર્દિષણ અને આષાઢાચાર્યે સાધ્યોપયોગી બન્યા ત્યારે શુદ્ધપદ પામ્યા. વિશ્વામિત્ર જ્યારે સાધ્યોપયોગી અમુકાંશે બન્યા ત્યારે બ્રહ્મર્ષિ બન્યા. મૂલરાજ અને સિદ્ધરાજે કર્તવ્યસાધ્યોપયોગથી રાજકીય મહત્તામાં વૃદ્ધિ કરી હતી. પરમાત શ્રીકુમારપાલ રાજાએ કર્તવ્યસાધ્યોપયોગી રાજાના જે જે સદ્ગુણા જોઇએ તે પ્રાપ્ત કર્યાં હતા અને સ્વશત્રુઓનો પરાજય કરી દશ દિશામાં કીર્તિને વિસ્તારી હતી. વસ્તુપાલ અને તેજપાલે સાંસારિક કાર્ય અને ધર્મકાર્યમાં સાધ્યોપયોગી બની મંત્રી યોગ્ય કન્યકાર્ય કરી વિશ્વમાં અમરનામ રાખ્યું. અર્જુને મહાભારતના યુદ્ધમાં કર્તવ્યયુદ્ધમાં સ્વકર્તવ્યસાધ્યલક્ષ્યના ઉપયોગ રાખ્યો હતા તેથી તે વિજયવરમાલને વરવા શક્તિમાન થયે હતા. સાધ્યબિન્દુને લક્ષ્યમાં રાખી જે મનુષ્યા કન્યકાય ને કરે છે તેઓ ઇંગ્લીશાની પેઠે વિજયને પામે છે. સાધ્યબિન્દુને લક્ષ્યમાં રાખ્યાવિના અનેક પ્રકારની હાનિ થાય છે. દારૂના વ્યસનથી સામંતસિંહ ચાવડા જ્યારે સાધ્યને ઉપયોગ ચૂકી ગયા ત્યારે તે રાજ્યપદવીથી ભ્રષ્ટ થયેા. વનરાજ ચાવડો વગડે વગડે ભટકયા પરન્તુ તે સ્વરાજ્ય પ્રાપ્ત કરવાના સાધ્યને ઉપયોગી બન્યો હતા તેથી તેણે પ્રમાદાને ત્યજી-ગુજરાતમાં સં. ૮૦૨ માં પાટણમાં–ચાવડાની રાજ્યગાદી સ્થાપી. અકબર બાદશાહુમાં કર્તવ્યમાધ અને રાજ્ય કા સાધ્ય લક્ષ્યોપયોગીપણું હતું તેથી તે હિન્દુઓની પોતાની પ્રતિ લાગણી આકર્ષી શકયો
For Private And Personal Use Only