________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કયવસ્થિત પ્રબોધવાળે સર્વ કંઈ સાધી શકે છે.
( ૧૬૭ )
અને તેણે કર્તવ્યશીલ ઉદાર બાદશાહ તરીકે પિતાનું નામ અમર રાખ્યું. એટલું તે ચોક્કસ છે કે સાધ્યલક્ષ્યોપયોગી મનુષ્ય જેટલું સ્વકાર્યસિદ્ધિમાં લક્ષ્ય આપી શકે છે તેટલું અન્ય મનુષ્ય લક્ષ્ય આપી શકતો નથી. સાધ્યલોપયોગી મનુષ્ય લઘુમાં લઘુ પદવી પરથી ઊંચે ચઢતો ચઢતે ઉચમાં ઉચ્ચ પદવી પ્રાપ્ત કરવાને ભાગ્યશાલી બને છે. સાધ્યલક્યોપયોગી મનુષ્ય કાકની ચેષ્ટા બકનું ધ્યાન અને શ્વાનની નિદ્રાની પેઠે આચરણ કરી ગમેતેવા ભેગે અને ગમેતેવા ઉપાયે કાર્યની સિદ્ધિ કરે છે. સાધ્યલક્ષ્યોપયોગી નિશદિન સ્વકાર્યપ્રવૃત્તિમાં સાવ ધાન રહે છે અને તે ચારે બાજુએથી સાનુકૂલ પ્રતિકૂલ સંયોગની શરત રાખે છે તેથી તે કોઈનો વિરતાર્યો છેતરાતો નથી. દ્રવ્ય ક્ષેત્રકાલ અને ભાવપ્રમાણે કેવી રીતે સ્વકાર્યપ્રવૃત્તિમાં વર્તવું અને આપત્તિકાલમાં કેવી રીતે વતીને સર્વ પ્રકારના સહાયકની સાહાટ્ય લેવી તથા સ્વકાર્યમાં વિદ્ધ નાખનારાઓને કેવી રીતે પહોંચી વળવું તેમજ તે માટે જે જે રીતે જે જે ઉપાએ બળ મેળવવાનું હોય તે મેળવી લેવું અને તેને યુક્તિપૂર્વક વાપરવું–તે સાથે પગી મનુષ્ય સારી રીતે અવધતો હોવાથી પ્રમાદના વશમાં આવી શક્તા નથી. ઔરંગજેબના પંજામાં ફસાઈ પડેલ શિવાજી કેવી યુક્તિથી કેદમાંથી છૂટલે તેને ખરેખર સાપયોગીને અનુભવ આવી શકે તેમ છે. અનેક ભીતિ, અનેક લાલચે અને અનેક પ્રાણગિકર બનાવોની વચમાં રહીને સાર્થોપયોગી મનુષ્ય સર્વ બાજુઓને ઉપગ રાખીને સ્વપ્રવૃત્તિની સિદ્ધિ કરે છે અને કર્તવ્યકાર્ય રણમેદાનમાં શૂરને છાજતું સર્વ સ્વાર્પણ કરે છે. અએવ સાધ્યોપયોગી કાર્ય કરવાની યોગ્યતા પ્રાપ્ત કરે છે. કર્તવ્યમાં સાધ્યલયેગીની પેઠે વ્યવસ્થિત જેનો કાર્યબોધ છે એવા મનુષ્યની કર્તવ્યકાર્યમાં યોગ્યતા છે. અવ્યવસ્થિત બેધવાળા મનુષ્યની કાર્યપ્રવૃત્તિમાં અવ્યવસ્થા રહે છે અને તેથી તેના હાથે ગંભીર ભૂલે થયા કરે છે. પાશ્ચાત્ય વિદ્વાનો વ્યવસ્થિત બધથી પ્રત્યેક કર્તવ્યપ્રવૃત્તિને સુંદર સ્વરૂપમાં મૂકી શકે છે. આર્યાવર્તમાં પૂર્વે મનુષ્ય વ્યવસ્થિત કાર્યબોધક હતા તેથી તેઓ ઉત્તમ કાર્યો કરવાને સમર્થ થયા હતા. વ્યવસ્થિત પ્રબોધથી જે જે કાર્યો કરવાનાં હોય છે તે ઘણું સહેલાઈથી થાય છે અને તેમાં જે જે વિક્ષેપ આવે છે તેને સહેલાઈથી અન્ત આવે છે. વ્યવસ્થિત પ્રબેધવાળા મનુષ્ય હજારે કાને નિયમસર વ્યવસ્થા બાંધીને કરી શકે છે. વ્યવસ્થિત બોધવાળે મનુષ્ય પ્રત્યેક કાર્યની વ્યવસ્થાને પ્રથમ વિચાર કરે છે અને તે કાર્ય કરવાની વ્યવસ્થાને પ્રથમ સારી રીતે ગોઠવી શકે છે. કાર્ય કરવા કરતાં કાર્યની વ્યવસ્થાબુદ્ધિની અત્યંત મહત્તા છે. કાર્યવ્યવસ્થિત બોધની જેટલી મહત્તા ધારીએ તેટલી ન્યૂન છે. વ્યવસ્થિત પ્રબોધથી મનુષ્ય જે જે કર્તવ્યકાર્ય કરે છે તેમાં વિજયવરમાલાને પ્રાપ્ત કરી શકે છે. વ્યવસ્થિત પ્રબોધથી કર્તવ્ય કાર્યની સિદ્ધિમાં જે જે સામગ્રીઓની આવશ્યકતા જણાય છે તેને પ્રાપ્ત કરવાને
For Private And Personal Use Only