SearchBrowseAboutContactDonate
Page Preview
Page 258
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૫૮ ) શ્રી કમગ ગ્રંથ-સવિવેચન. ક તરફની સાધ્ય અને અસાધ્ય બાજુઓ તપાસવી અને તે પોતાનાથી થઈ શકે તેમ છે કે નહિ તેને પરિપૂર્ણ નિશ્ચય કરે કે જેથી પશ્ચાત્ તે તે કાર્યોનો પ્રારંભ કરીને ત્યજી દેવાં ન પડે. જે અધિકારને પ્રાપ્ત કરવામાં આવે તે સ્વગ્ય છે કે કેમ તેને પ્રથમથી નિર્ણય કર જોઈએ. સ્વાધિકારનો નિર્ણય કર્યો એટલે તેમાં સાક્ષીભૂત મતિ ધારણ કરીને પ્રવૃત્તિ કરવી. દેરંગી દુનિયાના અભિપ્રાય ઉપર સ્વાધિકારને નિર્ણય ન રાખે પરન્ત સ્વબુદ્ધયા સ્વાધિકારને જ્ઞાનીયાની ગમ લઈ નિર્ણય કરવો અને પશ્ચાત અધિકાર જે જે કાર્યો કરવાનાં હોય તેમાં સાક્ષીભૂત મતિ રાખીને પ્રવૃત્તિ કરતાં દુનિયાને દેરંગી અભિપ્રાય શ્રવણ કરવા જરા માત્ર લક્ષ્ય દેવું નહિ. સ્વાધિકારકર્તવ્ય માર્ગમાં આ પાર કે પિલે પાર એવો નિશ્ચય કરીને પ્રવૃત્ત થવું કે જેથી અન્ય કાર્યો અને અન્ય ઉચ્ચ જાતના અધિકાર પ્રાપ્ત કરવાને યોગ્યતા પ્રાપ્ત કરી શકાય. નિષ્ણુત સ્વાધિકારકર્તવ્ય કરતાં મૃત્યુ થાય છે તે મહત્સવ સરખું અવધીને અને અન્યની જરા માત્ર પરવા રાખ્યા વિના પ્રવૃત્તિપરાયણ થવું. આત્માની સાક્ષીમાં બ્રહ્માંડની સાક્ષીને નિર્ણય કરે. જ્યાં આત્માની સાક્ષી અને આત્માનો નિશ્ચય નથી ત્યાં બ્રહ્માંડની સાક્ષી અને નિર્ણયથી કાંઈ કરી શકાતું નથી. સ્વાધિકારકર્તવ્ય કાર્યોને નિર્ણય કર્યો એટલે સ્વકાર્યની અધી સિદ્ધિ થઈ એમ અવબોધવું; કર્તવ્ય કાર્યને અધિકારે નિશ્ચય કર્યા વિના જનસમાજસેવામાં સંધસેવામાં વિશ્વસેવામાં અને ધર્મસેવામાં પરમાર્થથી આભગ સમાપી શકાતો નથી અને વ્યષ્ટિની કલ્પવ્યવહાર દશામાં પરિપૂર્ણ પ્રવૃત્તિ કરી શકાતી નથી. અત એવ સ્વાધિકાર નિર્ણયની કેટલી બધી આવશ્યકતા છે તે સુને અવાધાયા વિના રહી શકાશે નહિ. અમુક કાર્ય કરવામાં અમુકનો અધિકાર છે કે નહિ તેને નિર્ણય ક્યની પૂર્વે અમુક કર્તવ્યમાં સ્વાધિકાર છે કે નહિ? તેનો નિર્ણય કરે એ આત્મન્નિતિ માટે ઉચ્ચ નિર્ણય અવધઅત એવ આમેન્નતિકારક ઉચ્ચ નિર્ણયથી જે જે કાર્યમાં પ્રવૃત્તિ થાય છે તેમાં આત્મશકિતયોનું સમર્પણ થાય છે અને આત્મન્નિતિકર્તવ્ય કાર્યમાં પ્રગતિ થતી જાય છે એમ અનુભવ કરે કે જેથી પ્રવૃત્તિથી પાછું પડી શકાય નહિ. સ્વાધિકારને નિર્ણય થયો એટલે સ્વયોગ્ય જે જે કાર્યો હોય છે તેમાં નિઃશંક પ્રવૃત્તિ થાય છે અને કર્તવ્યકાર્ય કરતાં અન્ય કાર્યો સંબંધી વિક૯૫સંકલ્પ વારી શકાય છે તથા કર્તવ્યકાર્ય કરતાં સાક્ષીભૂત મતિપૂર્વક જે જે દુઃખ સુખ ભોગવવા પડે છે તેમાં રતિ અરતિ થતી નથી તેમજ તેમાં સ્વજીવન વહેતાં સંતોષ ઉદ્દભવે છે. અતએ કર્તવ્ય કર્મ માટે સ્વાધિકારને નિર્ણય કરવો જોઈએ. જે જે કર્તવ્ય કર્મોને સ્વાધિકારે કરવાના હોય તેને પ્રથમ સ્વાધિકારનિર્ણય થયાથી અવબોધાઈ શકે. સ્વાધિકારનો નિર્ણય કરવાથી મનુષ્ય સ્વકર્તવ્યાકર્તવ્યની અનેક ગુંચવણમાંથી મુક્ત થાય છે અને પશ્ચાત્ તે અધિકાર પરત્વે કતવ્ય કાર્યોની સિદ્ધિ માટે પૂર્ણ હોંશ અને જોશથી પ્રવૃત્તિ કરે છે. સ્વાધિકાર સદા એક For Private And Personal Use Only
SR No.008605
Book TitleKarmayoga 2
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages821
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy