________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૬ )
શ્રી કર્મળ ગ્રંથ-સવિવેચન.
બાબતના વિકલ્પ અને સંકલ્પ કરવાથી સામાયિકબલની વૃદ્ધિ થતી નથી. વિદ્યા વ્યાપાર સેવા ક્ષાત્રકર્મ અને ધર્મકાર્ય કરવાના સમયે જે કાર્ય કરવામાં પ્રવૃત થવામાં આવ્યું હોય તેને મૂકી અન્ય કે જે તે વખતે અકર્તવ્યરૂપ હોય તેને વિકલ્પસંકલ્પ કરવાથી તે તે કાર્યની હાનિ થાય છે અને આત્માની અવ્યવસ્થિત શક્તિ થઈ જાય છે અને તેથી સ્વશક્તિોને અત્યંત દુરુપયોગ થઈ જાય છે. અએવ આવશ્યક કર્તવ્યકાર્ય કરતી વખતે અન્ય બાબતના સંક૯પવિકોને આવતાંજ શમાવવાની–દબાવવાની પ્રવૃત્તિ સેવવી જોઈએ. કર્તવ્ય કાર્યમાં મનને રેકી રાખવાને પ્રતિદિન અભ્યાસ સેવવો જોઈએ. અભ્યાસવડે ગમે તેવાં દુઃસાધ્ય કાર્યો પણ સુસાધ્ય થઈ શકે છે. આવશ્યક કર્તવ્યકાર્યમાં જ ઉપયોગ રહે અને અન્ય બાબતોના સંકલ્પવિક ન પ્રકટે તે માટે જે જે કાર્ય જે જે વખતે કરવામાં આવતું હોય તે તે પ્રસંગે તે તે કાર્યના સૂક્ષ્મ પ્રદેશમાં મનને રૂંધી રાખવું અને અન્ય બાબતમાં મન જાય તે મનને શિખામણ દઈ પાછું ખેંચી લેવું એવી રીતે કાર્યપ્રવૃત્તિમાં માનસિક પ્રતિક્રમણ કરીને દઢાભ્યાસી થવું જોઈએ. જે મનુષ્ય ખરા અન્તઃકરણથી પ્રયત્ન કરે છે તે ઘણે અંશે આ બાબતમાં વિજય મેળવી શકે છે અને વિશ્વને આશ્ચર્ય પમાડે એવાં કાર્યો કરી શકે છે. જેમ જેમ આ બાબતને પરિપૂર્ણ અભ્યાસ કરવામાં આવે છે તેમ તેમ સ્વકાર્યમાં ઉપગ રાખવાની શક્તિની વિશેષ ખીલવણી થાય છે. જે જે યોગીઓ આ વિશ્વમાં સમર્થ થયા અને જેઓએ ધર્મનો ઉદ્ધાર અને ધર્મનો પ્રચાર કરી વિશ્વમાં અમર નામ રાખ્યું છે તે ખરેખર કર્તવ્યકાર્યમાં એક સરખો ઉપયોગ રાખવાથી અને તે વિના અન્ય બાબતને સંકલ્પવિક૯૫ ત્યાગ કરવાથી જ જાણવા. અધ્યાત્મશક્તિોના અભ્યાસીઓ કર્તવ્યકાર્યનો ઉપયોગ રાખવાની ઘોષણા કરી રહ્યા છે. આત્મજ્ઞાનીઓ આત્મસ્વરૂપને ઉપગ રાખ્યા કરે છે અને તેની સાથે બાહ્ય કર્તવ્યકાર્યને ઉપગ રાખીને પ્રવૃત્ત થાય છે. આત્મજ્ઞાની એવા કર્મગીએ સદ્ગુરુદ્વારા સ્વકાર્યો પ્રવૃત્તિથી ભિન્ન અન્ય બાબતના સંકલ્પવિક૯પ વારવાની શક્તિ પ્રાપ્ત કરવી જોઈએ. આત્મધ્યાન અને આત્મસમાધિ પ્રાપ્ત કરવામાં પણ અન્ય બાબતના વિક૯પો નિવાર્યા વિના કદાપિ છૂટકે થવાનું નથી. જે જે લૌકિક વા લોકોત્તર આવશ્યક કાર્યો કરવાનાં છે તેમાં કાર્યસિદ્ધિ કરવાને માટે અન્ય બાબતોના વિક૫સંક૯પે ત્યાગ કરવાજ જોઈએ. શ્રી ભદ્રબાહ ઉમાસ્વાતિવાચક હરિભદ્રસૂરિ અને શ્રી હેમચંદ્ર વગેરે આચાર્યોએ લોકોત્તર ધર્મમાં અન્ય બાબતોના સંકલ્પવિકલ્પને ત્યાગ કરવાનો વિશેષ અભ્યાસ સેવ્ય હતો તેથી તેઓ ધાર્મિક મહાકાર્યો કરવાને શક્તિમાન થયા હતા. આધ્યાત્મિક મહતી ઉત્તમ શકિત પ્રાપ્ત કરવામાં વિશ્વહિતાર્થે વા સ્વાત્મહિતાર્થે પ્રવૃત્ત થવામાં અનેક દેને ધારવામાં અને આત્મશકિત ખીલવવામાં જે કાર્યો કરવામાં આવે તેને ઉપયોગ અને અન્ય બાબતના વિક૫સંક૯પ કરવાની ટેવને વારવી જોઈએ. અન્ય બાબતના વિકલ્પ
For Private And Personal Use Only