________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ્વકાર્ય પ્રવૃત્તિમાં ઉપયોગથી ફાયદા.
( ૧૫૫ ).
જેમાં સ્વચિત્ત લાગે છે ત્યાં લક્ષ્ય રહે છે. જ્યાં પિતાનું ચિત્ત લાગતું નથી ત્યાં દેહવ્યાપાર હોય તે પણ શું? અર્થાતુ કંઈ નહિ. કાર્યને ઉપયોગી મનુષ્ય પ્રત્યેક કાર્યમાં | વિજય મેળવે છે અને ધારેલી કાર્યસિદ્ધિમાં વિજય મેળવી શકે છે. કાર્યને ઉપ
લી કાર્યસિદ્ધિમાં વિજય મેળવી શકે છે. કાર્યને ઉપયોગી મનુષ્ય કાર્યપ્રવૃત્તિમાં જાગતે રહે છે અને કર્તવ્યકાર્યપ્રવૃત્તિમાં અન્ય વિકલ્પ-સંક૯પના યેગે ઉંઘતો રહે છે અને તેથી ગંભીર ભૂલેને પણ ત્યાગ કરી શકે છે. પ્રત્યેક બાબતમાં ઉપગે ધર્મ છે અને અનુપગે અધર્મ છે. પ્રત્યેક કર્તવ્ય કાર્યની અનેક બાબતો પર અત્યંત લક્ષ આપવાની જરૂર છે અને ત્યાં કર્તવ્ય કાર્યના ઉપયોગ વિના બની શકે તેમ નથી. શતાવધાન સહસાવધાન આદિ શક્તિથી કર્તવ્ય કાર્યને ઉપગ ધારી શકાય છે. જે મનુષ્ય કર્તવ્ય કાર્યના ઉપયોગથી ભ્રષ્ટ થાય છે તે સ્વફરજને ચૂકી જાય છે. કર્તવ્ય કાર્યને ઉપયોગી જાગતો છે અને કર્તવ્ય કાર્યને અનુપયોગી ઉંઘતે છે. કર્તવ્ય કાર્યને ઉપયોગી સ્વપ્રતિપક્ષીઓથી છેતરાતા નથી અને કર્તવ્ય કાર્યને અનુપયેગી સ્વપ્રતિપક્ષીઓથી છેતરાય છે અને કર્તવ્ય કાર્યની ભ્રષ્ટતા સાથે તેની અવનતિ થાય છે. યુદ્ધાદિ જે જે કર્તવ્ય કાર્યમાં જે જે મનુષ્ય નિયુક્ત થયે હોય છે તેમાં તે યદિ અનુપયોગપણે વર્તે છે તો તે મેટી હાર ખાઈ બેસે છે. સિકંદરની સાથે અનંગપાળ કર્તવ્યકાર્યમાં અનુપગપણે વર્તવાથી યુદ્ધમાં પરાજ્ય પામ્યું હતું. પૃથુરાજચૌહાણે કર્તવ્ય કાર્યમાં ચારે બાજુઓને ઉપગ રાખીને શાહબુદ્દીન સાથે યુદ્ધ કર્યું હોત તે પિતાના પક્ષમાં થએલી ફુટ-વા ક્યા ભાગમાં નબળાઈ છે તે સહેજે જાણી શકત અને તેથી હારી શકત નહિ. બૌદ્ધધર્મના ઉપદેશક સ્વકર્તવ્ય કાર્યના ઉપયોગી રહીને પ્રવર્યા હોત તો તેઓને હિન્દુસ્થાન બહાર જાવાને વખત ન આવત. જૈને પ્રત્યેક ધાર્મિકકાર્યમાં ઉપયોગ પણ પ્રવર્યા હોત તો જેનોની સંખ્યા ઘટવાનો અને પ્રત્યેક ધાર્મિક અંગની શિથિલતાને સમય પ્રાપ્ત થાત નહિ. કાર્યમાં મન દઈને અર્થાત્ ઉપગ દઈને જે મનુષ્ય અન્ય બાબતના વિકલ્પસંકલ્પને ત્યાગ કરે છે તેઓ વાસ્તવિકકર્મવેગી બને છે. બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય શૂદ્ર અને ત્યાગીવર્ગ સ્વીકાર્યમાં ઉપયોગ ધારીને અન્ય વિકલ્પસંકલ્પને ત્યાગ કરે છે તો તે અનેક પ્રકારના અનુભવ પ્રાપ્ત કરી શકે છે. ગણિત વગેરે શાસ્ત્રોની કાર્યપ્રવૃત્તિમાં ઉપયોગ રાખ્યા વિના એક ક્ષણ માત્ર પણ ચાલી શકે તેમ નથી. પ્રત્યાહાર ધારણા ધ્યાન અને સમાધિ કાર્યપ્રવૃત્તિમાં મન રાખીને અન્ય બાબતના વિકલ્પસંક૯પને ત્યાગ કર્યા વિના આત્મોન્નતિ વસ્તુતઃ થઈ શક્તી નથી. જે જે કાર્ય કરવું હોય તેમાં મનને વેજી રાખવું એ કાર્ય અતિમહાન છે. સારાંશ કે સ્વીકાર્ય પ્રવૃત્તિમાં ઉપગ રાખીને તે વખતે અન્ય કાર્યોના વિકલ્પસંકલ્પ ન કરવા. સાંસારિક કર્મપ્રવૃત્તિ સમયે સાંસારિકકર્મ પ્રવૃત્તિને ઉપગ રાખ અને ધાર્મિક કાર્યપ્રવૃત્તિ સમયે વ્યાવહારિકકાર્ય પ્રવૃત્તિના સંકો અને વિકલ્પને ત્યાગ કરવો જોઈએ. સામાયિકકાર્ય કરતી વખતે અન્ય
For Private And Personal Use Only