________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૪૮).
શ્રી કર્મળ ગ્રંથ-સવિવેચન.
અવબોધતા હોવાથી કાર્યપ્રવૃત્તિ પ્રમાણે ફલ ન થાય તે પણ તે શેકાદિક દેના નીચે દબાઈ કચરાઈ જતો નથી. કેઈ પણ પદાર્થ દેખે, શબ્દ સાંભળવા, સુંઘવું, સ્પર્શ કરે, પદાર્થોનું ભક્ષણ કરવું અને મનન કરવું એમ નેત્રાદિક ઇન્દ્રિયોની પ્રવૃત્તિથી ક્ષયોપશમમાં વૃદ્ધિ કરવી, શરીરને પિષવું, નવું અનુભવવું, ઈન્દ્રિયની સાહાધ્યથી આત્માની ઉન્નતિ કરવી અને તેઓને સ્વસ્વવિષયપ્રતિ વ્યાપારમાં પ્રવર્તાવીને આત્મપ્રગતિ કરવી એજ પિતાની કર્તવ્યફરજ છે; પરન્ત ઇન્દ્રિયની પ્રવૃત્તિદ્વારા વિષયોની આસક્તિ ધરવી એ ફરજ નથીએમ અનાસકત આત્મજ્ઞાની અવબોધ હોવાથી બાહ્યથી તે તેની આસક્તમનુષ્યના જેવી આચરણા છતાં અન્તરથી નિરાસકત હોવાથી તે વિશ્વમાં કઈમાં ન બંધાતા આમેન્નતિના માર્ગમાં વિદ્યુવેગે વિચરે છે; આસકતમનુષ્ય સ્વાર્થના પ્રપંચે વિવાહની વરણી કરી નાખે છે અને તે વિષયોને દાસ બનવાથી તે કાર્યપ્રવૃત્તિમાં અનેક દોષોના તાબે થાય છે. વિષયોમાં આસક્ત મનુષ્ય સ્વયોગ્ય વાસ્તવિકર્તવ્યકર્મ શું છે તેને દેખવામાં અન્ય બની જાય છે. છતાં તથા શૂન્ય બની જાય છે. આસક્તમનુષ્ય સ્વહૃદયમાં મલિન વાસનાઓ કે જે અનેક દેષ દુગધથી ભરેલી છે તેને ધારણ કરીને સ્વહૃદયમાં પરમાત્મદેવને વિરાજવાનું કાર્ય તુરછ માને છે તેથી તે જે જે કાર્ય પ્રવૃત્તિયો કરે છે તેમાં તે સહજાનન્દરસને અનુભવી શક્તો નથી અને તેથી તે અશુભ વિચારે તથા અશુભાચારોના વાતાવરણને વધારીને કર્તવ્ય કાર્યક્ષેત્રમાં પ્લેગના જંતુઓના જે બનીને અન્યમનુષ્યોનું ધાર્મિક આરોગ્ય બગાડે છે; અનાસક્ત મનુષ્ય આત્માના શુદ્ધોપચોગની ભાવનાએ પોતે પરમાત્મા બનીને પરમાત્માની સાથે આત્માનો ઉપગસંબંધ ને બાહ્યકર્તવ્યકર્મોને આજીવિકાદિકારણે ફરજ દૃષ્ટિએ કરતે છતો અનાસક્ત રહીને આત્માની શુદ્ધતાના વિચારો અને આચારોનું શુભ વાતાવરણ પિતાની આજુબાજુ ચારે તરફ કર્તવ્ય ક્ષેત્રમાં પ્રસારીને સ્વસંબંધમાં આવનાર મનુષ્યોની પ્રગતિ કરવાને તે સહાયકારક બને છે. રજોગુણી આસક્ત, તમે ગુણી આસક્ત અને સાત્વિગુણી આસક્ત એમ આસક્તમનુષ્યોના રજોવૃત્તિ આદિ વૃત્તિભેદે ભેદ પડે છે. રજોગુણ અને તમોગુણી મનુષ્યોની આસકિત કરતાં સાત્વિક મનુષ્યોની આસક્તિ ઉચ્ચ અને શુદ્ધ હોય છે તેથી તેઓ સાત્વિક આસક્તિમાંથી નિરાસકિતભાવમાં પ્રવેશવાને શક્તિમાન થાય છે. આસક્તિના બે ભેદ છે. શુભ આસકિત અને બીજી અશુભાસક્તિ. અશુભાસક્તિથી શુભાસતિમાં જવું અને શુભાસક્તિમાંથી અનાસકિત ભાવમાં જવું, આસક્તિનો ત્યાગ કરીને એકદમ નિરાસક્ત બનવું એ તો બોલવામાં અગર વિચારમાં બની શકે પરંતુ અન્તરમાં પ્રગટતી અનેક આસક્તિયોને ત્યાગ થવું એ તો આત્મજ્ઞાનીઓને અત્યંત પ્રયાસે પ્રાપ્ત થઈ શકે છે. મોહનીય રાગાદિક પ્રતિયોની તીવ્રતા ટળીને જેમ જેમ મન્દતા થતી જાય છે તેમ તેમ અનાસક્તિત્વ પ્રાપ્ત થાય છે એમ સાપેક્ષાભાવે અવધવું હે મનુષ્ય ! જેમ જેમ તું આસકિતથી વિરામ પામતો જઈશ તેમ તેમ તું સ્વકર્તવ્ય
For Private And Personal Use Only