________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નિજ ફરજ શું છે ?
( ૧૪૭).
માં ફરવાને અને તેને દેખાવાનો હક્ક છે પરંતુ તેમાં આસકત થવાથી કંઈસુખ પ્રાપ્ત થતું નથી; ઊલટું બંધાવાનું થાય છે એ ખાસ અન્તરમાં અનુભવવાની જરૂર છે. આસક્તિથી જે મનુષ્યો સંસારમાં સ્વકર્તવ્યને કરે છે તે મનુષ્યો સ્વકર્તવ્યમાં ઉચ્ચ સાત્વિક રહી શકતા નથી અને તેઓ આત્માની આજુબાજુનું આસક્તિભાવનું વાતાવરણ પ્રકટાવીને તેઓ બ્રહ્માંડસ્થ મનુષ્યોને તથા અન્ય પ્રાણીયોને પણ આસકિતભાવના વાતાવરણની અસર કરીને તેઓનું બુરું કરવામાં નિમિત્તભૂત થાય છે. આ વિશ્વમાં સાંસારિક વા ધાર્મિક જે જે કાર્યો કરવાનાં હોય છે તે તે કાર્યો કર્યા વિના છૂટકે થતો નથી, પરંતુ આસક્તિથી તે આન્નતિના શિખર પરથી પડવાનું થાય છે એ કદાપિ ભૂલવું ન જોઈએ. અનાસક્ત મનુષ્ય મૃત્યુસમીપ આવતાં પણ જરામાત્ર ગભરાતો નથી અને ઉલટું તે તે મૃત્યુ આવતાં જાણે પરવારીને બેઠો હોય એવો જણાય તેથી તેને જીવન અને મૃત્યુમાં હર્ષશેક થતું નથી. અનાસક્તભાવમાં સદા અપ્રમત્ત રહીને સ્વાધિકારફરજે કર્યો કરવામાં વિશ્વના નિયમે પિતાના પર આવી પડેલી સેવકની દશા પૂર્ણ કરાય છે પરંતુ તે માટે કઈ રાગદ્વેષના બંધને બંધાવાનું પુનઃ થતું નથી. સ્વાધિકાર કર્તવ્યકર્મો કરવાથી એકજાતની વિશ્વમાં કર્માદિગે પ્રાપ્ત કરેલી સેવકની ફરજ પૂર્ણ રીતે અદા કરાય છે તેમાં ઉચ્ચત્વ શું ? અને નીચત્વ શું? વસ્તુતઃ વિચાર કરવામાં આવે તો તેમાં ઉચ્ચત્વ અને નીચત્વની કલ્પનાને જરા માત્ર અવકાશ મળતું નથી. જે જે ફરજો અદા કરવાની છે તેમાં પ્રવૃત્ત થતાં કસોટીએ ચઢેલાં અને છેદતાપથી પસાર થતાં સુવર્ણની પેઠે સ્વાત્માની શુદ્ધતા થાય છે અને આન્તરિક દ્રષ્ટિએજ કર્તવ્ય કર્મ સધાય છે એમ અનુભવવું; આસકતમનુષ્ય જે કર્તવ્યકર્મપ્રવૃત્તિમાં આત્મભેગ આપે છે તેનાં કરતાં અનાસક્તમનુષ્ય સ્વાધિકાર સ્વકર્તવ્યફરજને અપ્રમત્તભાવે બજાવવામાં સારી રીતે આત્મભેગ આપી શકે છે અને તે કઈ પણ જાતની લાલચમાં નહિ ફસાઈ જવાથી તે આત્મશક્તિઓને પણ સારી રીતે ખીલવી શકે છે. આસકત મનુષ્ય કોઈ પણ સ્વાર્થથી પ્રવર્તી છે તેથી તેની પરમાર્થ ભાવનાનું ક્ષેત્ર મર્યાદિત રહે છે તેથી તે આત્મભેગ આપતાં સંકેચાય છે અને કઈ વસ્તુમાં આસકિતથી બંધાઈ જઈ આગળની દશાને પ્રાપ્ત કરી શક્તો નથી. અને શબ્દાદિક વિષયોની આસક્તિમાં સ્વપ્રવૃત્તિની મહત્તા અવધે છે તેથી તે સ્વકર્તવ્યના વાસ્તવિક પ્રદેશમાં વિચરી શક્તા નથી અને સ્વચિત્તની આસક્તિ જેમાં થએલી છે એવા પદાર્થોની અપ્રાપ્તિએ તે શેક ઠેષ આદિ દેને વશ થઈને અન્યજગત્ જેને તુચ્છ દૃષ્ટિથી દેખીને સ્વાત્માની પરમાત્માને ખીલવવામાં મહાવિદને ઊભાં કરે છે. અનાસક્ત મનુષ્ય તો માત્ર સ્વકર્તવ્યફરજને પૂર્ણ કરવામાં લક્ષ્ય પૂર્વક પ્રવૃત્તિ કરે છે અને શબ્દાદિક વિષયોની આસક્તિ માટે ખાસ પ્રવૃત્તિ ન કરતો હોવાથી અને તે પિંડ અને બ્રહ્માંડની સંરક્ષા અને પ્રગતિયોગ્ય પ્રવૃત્તિને કરવી એ નિજફરજ છે એટલુંજ માત્ર
For Private And Personal Use Only