________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નિર્ભીક અને અનાસક્ત જ અધિકારી થઈ શકે.
( ૧૪૫ )
કરવાથીજ પ્રગતિમાર્ગમાં આગળ વધી શકાશે. સર્વથા ભીતિયોના ત્યાગ કરવાથી કર્તવ્યકર્મની સિદ્ધિ માટે પરિપૂર્ણ યોગ્ય થઇ શકાય છે એમ નિશ્ચયતઃ માનવું. અનેક પ્રકારની ભીતિના સંસ્કાર ટળે એવા શાસ્ત્રો વાંચવાં જોઇએ અને ભીતિના સંસ્કારો ટાળી શકે એવા આત્મજ્ઞાની ગુરુના સમાગમ કરવા જોઇએ. આત્મજ્ઞાની ગુરુ આત્માનું શુદ્ધ સ્વરૂપ સમજાવીને ભીતિના સંસ્કારોના નાશ કરે છે. ભીતિ જ્યાં છે ત્યાં નીતિ સ્વાતંત્ર્ય નથી; કારણ કે ભીતિથી મન વચન અને કાયાના યોગથી અકૃત્યકાાને કરી શકાય છે. પાપની ભીતિથી ધર્મમાં પ્રવૃત્તિ થાય છે. અતએવ પ્રથમાવસ્થામાં અમુકાપેક્ષાએ ભીતિની ઉપયોગિતા સિદ્ધ કરે છે; પરન્તુ આત્મામાં ઊંડા ઉતરીને વિચાર કરવામાં આવશે તે ઉચ્ચક યાગીને પાપવૃત્તિની ભીતિ કરતાં ધર્મની પ્રીતિ અને રીતિ એટલી બધી ઉચ્ચ લાગશે કે તેમાં તે સદા મગ્ન રહેશે અને આગળ આત્મપ્રગતિમાં વધ્યા કરશે. આત્મજ્ઞાનમાં ઉચ્ચ થએલાને સ્વાધિકારકČવ્યની પ્રવૃત્તિરૂપ યજ્ઞમાં પ્રાણનું બલિદાન વા ભીતિપશુનું બલિદાન કરવું એ તેને સ્વાધિકારફરજ ધર્મ અવધવા. જ્યાં ભીતિ છે ત્યાં સ્વતંત્ર નીતિરીતિપ્રવૃત્તિ હાતી નથી. આ વિશ્વમાં જે કાલે જે શરીરાદિક વસ્તુઓના વિયોગ થવાના હાય છે તે થયા કરે છે એમાં ભીતિ રાખવાથી બ્રૂનુ જતું નથી અને નવું આવતું નથી તે નાહક શામાટે ભીતિથી ભડકીને સ્વકર્તવ્યષ્ટ થવું જોઇએ ? અલબત્ત કદાપિ ભીતિ ધારણ કરીને સ્વકર્તવ્યભ્રષ્ટ ન થવું જોઈએ, જયશિખરીએ ભુવડની સાથે છેવટ સુધી યુદ્ધ કરી સ્વજને અદા કરી તે ઇતિહાસનાાથી અજ્ઞાત નથી, કરણઘેલા જ્યારે સ્વકર્તવ્યથી ભ્રષ્ટ થયો ત્યારે તે વિનાશને પામ્યો. કરણઘેલાએ પ્રધાનની સ્ત્રીપ્રતિ કામાસક્તિ ધારણ કરી ન હાત તે તેની પતિતદશા થાત નહિં. રજપુતે જ્યારે સ્વધર્મથી ભ્રષ્ટ થયા ત્યારે અવનતિને પામ્યા. સ્વકર્તવ્યધર્મ ક્જને અદા કરતાં ભીતિયાથી ઠ્ઠીવુ ન જોઇએ અને શત્રુપક્ષમાં વા પરપક્ષમાં ભળી આત્માની પતિતદશા ન કરવી જોઇએ. ભીતિચેના સંસ્કારા હઠાવવાને જે જે કાળે જે જે ઉપાયા લેવા ઘટે તે લેવા અને સર્વપ્રકારની ભીતિયાને હઠાવી કાર્યપ્રવૃત્તિયોમાં ચેાગ્ય બનવું જોઇએ. ગેરીલ્ડી વગેરે પાશ્ચાત્ય દેશ સુધારકો અને લ્યુથર વગેરે ધર્મસુધારકાનાં ચિરત્રા વાંચવાથી માલૂમ પડશે કે તેઓએ સ્વકાર્ય પ્રવૃત્તિમાં પ્રવૃત્ત થતાં પૂર્વ ભૌતિયાને ત્યાગ કર્યાં હતા. જેના ધડ પર શીષ ન હોય એવી નિતિથી જે કાર્ય કરવામાં પ્રવૃત્ત છે તે આત્મશૌય પ્રકટાવીને તથા સ્વાશ્રયી બનીને અપૂર્વ કાર્યો કરવાને શક્તિમાન્ થાય છે. અતએવ ઉપર્યુક્ત શ્લાકમાં સાત પ્રકારની ભીતિચેાના ત્યાગ કરીને જે આત્મામાં સ્થિર થયો છે તે કાર્ય કરવાના અધિકારી થાય છે એમ જે કથ્યુ છે તે ખરેખર યોગ્યજ કહ્યું છે. સાત પ્રકારની ભીતિયોને ત્યાગ કરવાની સાથે જે અમાસન્ન હોય છે. તે કાર્ય કરવાને અધિકારી બને છે તે પણ યોગ્યજ કથ્યુ છે. સાત ભીતિયોના ત્યાગ કરીને આત્મામાં સ્થિર થવાથી આત્માની સત્યશાન્તિના અનુભવ થાય છે.
૧૨
For Private And Personal Use Only