SearchBrowseAboutContactDonate
Page Preview
Page 244
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir - - - -- ---- -- -- ન - માયા - *--- — -------- - - -- - - - -- - - - --------- -- - - ( ૧૪૪) શ્રી કર્મયોગ ગ્રંથ–સવિવેચન. પામ્યા હતા તે આત્મોન્નતિની નિસરણી પરથી પડી જાત. અએવ ભીતિયો નાશ કરવામાટે આત્માને ઉત્કટવર્ચે નિર્ભયરૂપ ભાવી પ્રત્યેક કાર્યમાં પ્રવૃત્ત થવું જોઈએ કે જેથી આસવના હેતુઓ પણ સંવર પરિણામના હેતુભૂત થાય. મહાબલ મલયાગિરિનું ચરિત વાંચવાથી માલૂમ પડશે કે મહાબેલે ભયસ્થાનોમાં નિર્ભયરૂપ સ્વાત્માને માનીને નિર્ભયપણે પ્રત્યેકકાર્યને સ્વાધિકાર કર્યા હતાં અને ત્યાગાવસ્થામાં મૃત્યુપ્રદ માપસર્ગ થયા છતાં પણ આત્માના શુદ્ધધર્મની ભાવના ભાવીને આત્મામાં સ્થિર થઈ સ્વાધિકારે ગૃહીત કાર્યમાં વિજય મેળવ્યો હતો. અરણિકમુનિએ શિલા પર અનશનવ્રત અંગીકાર કર્યું અને સ્વાત્માને નિર્ભય ભાવી આન્નતિસ્થાન પ્રાપ્ત કર્યું. બાહ્યસંયોગે બાહ્યકાર્યમાં પ્રવૃત્ત થતાં બ્રહ્માંડની અર્થાત્ સમષ્ટિની ખરાબ અસર વ્યષ્ટિરૂપ સ્વાત્માપર ન થવા દેવી એજ કાર્ય વસ્તુતઃ આન્તરભાવે કરવાનું છે અને તે સર્વથા ભીતિને ત્યાગ ક્યવિના પરિપૂર્ણ બની શકે તેમ નથી. નિભીંતિત્વની વાતો કરનારા અને તેની ભાવના કરનારા અનેક મનુષ્યો મળી શકે છે પરંતુ ભાતિયોના પ્રસંગે આત્મામાં અંશમાત્ર પણ ભયની લાગણી ન પ્રકટે એવા મનુષ્યો તે અલ્પ મળી શકે છે. કાર્યપ્રવૃત્તિમાં આત્માને મૂકીને ભીતિયોને ત્યાગ કરવાથી આત્માની નિર્ભયદશા કેટલી છે તેની તુલના કરી શકાય છે. ભીતિના જ્યારે જે જે પ્રસંગો આવે ત્યારે તે તે પ્રસંગે આત્માની નિર્ભયતા પર લક્ષ્ય દેઈને ભીતિયોના સંસ્કારોને નાશ કરે. હજારો ભીતિના સંયોગોમાં અન્તમાં નિર્ભય થઈ મન વચન અને કાયાના વ્યાપારમાં નિર્ભય રહેવું એ કંઈ સામાન્ય વાત નથી. રજોગુણીભીતિયો તમગુણીભીતિ અને સાત્વિકભીતિયોની પેલી પાર જનારા આત્મજ્ઞાની કર્મયોગીઓ વિશ્વમાં કર્તવ્યકર્મ કરવાને યોગ્ય અધિકારી ઠરી શકે છે. જે મનુષ્ય જે કર્તવ્યકર્મનો વેષ લીધો હોય તેને સમ્યગ ભજવી બતાવવામાં તેની ફરજની મહત્તા રહેલી છે પરન્તુ ભીરુ થઈને લીધેલા વેષને ત્યાગ કરી અર્થાત્ જે જે અવસ્થાએ જે જે કર્તવ્યો કરવાના હોય તેનો ત્યાગ કરવાથી તેની મહત્તા વધતી નથી. લીધેલો વેષ ભજવતાં ભીરુ થઈ ભાગી જે જે અન્ય ગ્રહણ કરવામાં આવશે તેને પણ ત્યાગ કરી અન્ય ગ્રહવામાં આવશે ત્યાંથી પણ ભાગી જવાનો પ્રસંગ પ્રાપ્ત થશે. ભીરુ થઈને કર્તવ્યકર્મનું એક પગથીએ ચૂકતાં સહસ્રમુખ વિનિપાતને પ્રાપ્ત કરી શકાય છે. અએવ ભીરુ થઈને કઈ પણ કર્તવ્યકર્મથી ભ્રષ્ટ ન થવું જોઈએ. સ્વકર્તવ્યકર્મથી જે ભ્રષ્ટ થાય છે તે જીવતાં છતાં મૃત્યુ પામેલાની દશાને પ્રાપ્ત થાય છે અને તે કઈ પણ સ્થાને ભીતિયુક્તમનશવતી થઈ સ્વતંત્ર વિચારો અને આચારને પ્રકટાવી શકતો નથી. સંસાર સર્વવિપત્તિયો અને દુઃખને મહાસાગર છે તેથી વિપત્તિયો અને દુખેથી કઈ બચી શકે તેમ નથી છતાં અનેક પ્રકારની વિપત્તિયો અને દુઓને ભેગવતાં ભીતિયોના વશમાં ન થવું અને કર્તવ્ય કાર્યમાં અપ્રમત્તપણે તત્પર રહેવું-એજ ગ્નતિની સત્ય કુંચી છે એમ ઉપર્યુક્ત સિદ્ધાંતને અનુભવગમ્ય For Private And Personal Use Only
SR No.008605
Book TitleKarmayoga 2
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages821
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy