________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જ. 1
9
. . -
-
-
-
-
( ૧૩૮ )
શ્રી કર્મયોગ ગ્રંથ-સવિવેચન.
વ્યવસ્થા અને તેની કમવ્યવસ્થા ગોઠવવામાં જે જે ભૂલ રહી ગઈ હોય તેને દૂર કરવી અને તેમાં પારિણમિકબુદ્ધિવાળા કાર્યગીઓની સલાહ લેવી. પ્રત્યેક કાર્યવ્યવસ્થામથી ગોઠવવામાં બુદ્ધિની મહત્તા રહેલી છે અને કાર્યને વ્યવસ્થાક્રમવડે કરવામાં આત્મશક્તિની મહત્તા રહેલી છે. કેચિત્ મનુષ્ય એવા હોય છે કે કાર્યને વ્યવસ્થાક્રમ અવબોધી શકે છે પરંતુ તે પ્રમાણે પ્રવૃત્તિ કરી શકતા નથી અને કેચિત્ મનુષ્ય એવા હોય છે કે કાર્યને વ્યવસ્થાક્રમ અવધી શકતા નથી પરંતુ કાર્યપ્રવૃત્તિઓને આદરે છે અને કેચિત્ મનુષ્ય એવા હોય છે કે કાર્યના વ્યવસ્થા કમને સ્વબુદ્ધયા નિર્ણય કરે છે અને તે પ્રમાણે વ્યવસ્થામપૂર્વક કાર્યપ્રવૃત્તિમાં પ્રવૃત્ત થઈ શકે છે. પ્રત્યેક મનુષ્યના પ્રત્યેક કાર્યની વ્યવસ્થા અવેલેકીને તેની કર્તવ્યશક્તિ માટે મત બાંધી શકાય છે અને તે કાર્ય પ્રવૃત્તિમાં કેટલા અંશે સફલ થશે તેનો નિર્ણય કરી શકાય છે. કાર્યની વ્યવસ્થા જાણવી અને કરવી એજ પ્રથમ કાર્યયેગી થતાં શિખવાનું છે. જે કાર્યની વ્યવસ્થા અને તેને કરવાને અનુકમ ન જણાય તો સમૂરિછમની પેઠે કાર્યપ્રવૃત્તિ થવાની એમ નિશ્ચયતઃ અવધવું. જે જે મહાકાર્યગીઓ થયા થાય છે અને થશે તેઓમાં વ્યવસ્થાક્રમ બધ અને વ્યવસ્થાકમપ્રવૃત્તિજ મુખ્ય કારણ અવધવું. સ્વવ્યક્તિ પર દૈવસિક, પાક્ષિક અને વાર્ષિક જે જે કર્તવ્ય કર્મો કરવાનાં હોય અને સમાજ પરત્વે જે જે વ્યાવહારિક અને ધાર્મિક કાર્યો કરવાનાં હોય તથા સંઘને અને દેશને ઉદ્દેશી જે જે કાર્યો કરવાનાં હોય તેમાં અનુક્રમ કાર્ય કરવાની પ્રવૃત્તિ અને કાર્ય કરવાની સર્વ પ્રકારની વ્યવસ્થાને બોધ અને પ્રવૃત્તિઓ બેમાં જેઓ દૃઢતાવાળા, ખંતવાળા અને ઉત્સાહશીલ હોય છે તેઓ સ્વફરજોને સારી રીતે અદા કરી શકે એમ અનેક કાર્યગીઓનાં ચરિત્રો વાંચવાથી અવધાઈ શકે છે. ૩ઘમઃ ધ વટવૃદ્ધિઃ વરાળમજૂ, ઘર ચર્ચા વિવો તમારૂ રાતે-એ લેકના ભાવ પ્રમાણે જેનામાં ઉદ્યમ સાહસ પૈર્ય બલબુદ્ધિ અને પરાક્રમ હોય છે અને તે જે યદિ વ્યવસ્થાક્રમથી કાર્યમાં પ્રવૃત્ત થાય છે તે પશ્ચાતું તેની કર્તવ્ય કાર્યસિદ્ધિમાં શું બાકી રહે ? અર્થાત્ કંઈ પણ બાકી રહે નહિ. વિક્રમભૂપતિ, શ્રેણિકભૂપતિ, કુમારપાલ અને અકબર વગેરે રાજાઓમાં ઉદ્યમ સાહસ પૈર્ય બલ બુદ્ધિ અને પરાક્રમ હતું તેથી તેઓ ર્તવ્યરણક્ષેત્રમાં મહાયોદ્ધાઓ થઈને ઘમી વિશ્વમાં પ્રસિદ્ધ થયા છે. વિદ્વાન હોય, પેઢો હોય, વ્યાપારી હોય અને પરાક્રમી હોય પરંતુ તે જે વ્યવસ્થામના શિક્ષણથી વિજ્ઞ ન બનેલો હોય તો કર્તવ્ય કાર્યો કરવામાં પશ્ચાતું રહે છે-એમ અનેક દષ્ટાંતથી અવલોકી શકાય છે. વ્યવસ્થાકમબોધથી અનેક પ્રકારની શક્તિઓને એકઠી કરી શકાય છે. અતએ સંક્ષેપમાં થવામાં આવે છે કે કાર્ય વ્યવસ્થાક્રમજ્ઞાનની જેને સમ્યક પ્રાપ્તિ થઈ છે તે કર્તવ્યકાર્યને અધિકારી બને છે. કર્તવ્ય કર્મ વ્યવસ્થાકમબોધની પ્રાપ્તિની જેટલી આવશ્યકતા છે તેટલીજ કર્તવ્ય કાર્યમાં પ્રવૃત્ત થવાને નિર્ભય થવાની આવશ્યકતા છે. વ્યવસ્થા કમબોધ
For Private And Personal Use Only