SearchBrowseAboutContactDonate
Page Preview
Page 237
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વ્યવસ્થાનું મહત્વ. ( ૧૩૭ ) જ. અને અન્ય મનુષ્યના આત્માઓને ધર્મ પ્રગટાવી શકેજ, માટે અનુભવ કરીને સ્વાધિકાર પ્રવૃત્તિમાં યોગ્ય થવા ઉપર્યુક્ત ગુણને ક્રિયામાં મૂકી પ્રત્યેક મનુષ્ય સદા અપ્રમત્તપણે પ્રવર્તવું જોઈએ. જે જે વ્યવસ્થાકમબેધવડે કાર્યપ્રવૃત્તિ કરવામાં આવે છે તે સ્વપરધર્મના પ્રકાશ માટે છે એ દષ્ટિબિંદુથી તે પ્રવૃત્તિને હૃદયથી ઉદ્દેશ દૂર ન જ જોઈએ. આત્માની જ્ઞાનાદિક શક્તિ છે તે આત્માનો ધર્મ છે. અન્ય મનુષ્યોની જ્ઞાનાદિક શક્તિ તે અન્ય ધર્મ અવબોધવો. સત્તાપેક્ષાએ સ્વાન્ય ધર્મ તે એકજ ધર્મ છે એમ અવબોધવું જોઈએ. સ્વપરધર્મને પ્રકાશ કરવો એજ કાર્યપ્રવૃત્તિનું સાધ્યબિંદુ સદા દષ્ટિ આગલ સ્થિર રાખવું જોઈએ. વ્યવસ્થાક્રમ જ્ઞાનવડે કાર્યમાં પ્રવૃત્તિ કરવાથી કેઈની સાથે ક્લેશ કુસંપ અને આત્મવીર્યને નકામો વ્યય કરવાનો પ્રસંગ પ્રાપ્ત થતો નથી. અને એક્ય બલમાં પ્રગતિ થયા કરે છે. કાર્ય કરવાની ખૂબી તો ખરેખર વ્યવસ્થાક્રમમાં રહેલી છે. તે ખૂબીને જેઓ નથી જાણતા તેઓ વ્યવસ્થાક્રમની કિસ્મતને આંકી શકતા નથી. ઉત્સાહબળ અને ખંતથી કાર્યની વ્યવસ્થા અને કર્તવ્ય કાર્યાનુક્રમવડે સ્વફરજાનુસારે કાર્ય કરતાં આલસ્ય વિકથા વગેરેને અવકાશ મળતા નથી અને અપ્રમત્ત દશાએ કાર્ય પ્રયત્ન દશામાં વૃદ્ધિ થયા કરે છે. જેનું કર્તવ્યજીવન ખરેખર વ્યવસ્થાક્રમથી ગઠવાયેલું છે તે મનુષ્ય કર્તવ્ય કાર્યને વસ્તુતઃ અધિકારી બને છે. ઇંગ્લીશના ટપાલખાતા વગેરે પ્રત્યેક ખાતા તરફ લક્ષ્ય દેવાથી અવબોધાશે કે વ્યવસ્થાક્રમથી તેઓએ કેવી ઉત્તમ વ્યવસ્થા કરી છે. ધાર્મિક કાર્યોમાં અવ્યવસ્થાથી પ્રવૃત્ત થનારા પરિણામે જે પ્રમાણમાં જોઈએ તે પ્રમાણમાં કર્મફલને પ્રાપ્ત કરી શકતા નથી. ધાર્મિક ખાતાઓમાં અવ્યવસ્થામવડે પ્રવર્તાવાથી તેમાં સુધારવધારો કરી શકાતો નથી અને તેમજ તેઓની સંરક્ષા કરી શકાતી નથી. અલ્પ મનુષ્યો પણ વ્યવસ્થા અને કમપૂર્વક ગોઠવાયેલા હોય છે તો તેઓ અનેક કાર્યોને પહોંચી વળે છે અને પરસ્પરમાં સંપ મેળ રાખીને ઘણા મનુષ્યની સાથે સ્પર્ધામાં ઉતરી સ્વપ્રવૃત્તિમાં વિજય મેળવે છે. કાર્ય કરવાના હેતુઓની વ્યવસ્થા, કાર્ય કરનારા મનુષ્યોની વ્યવસ્થા, કાર્યકાલની નિયમસર વ્યવસ્થા, કાર્યસહાયકની અનુક્રમ વ્યવસ્થા, કાર્ય કરવામાં યે જાયેલા વિચારની કમસર વ્યવસ્થા અને તેમાં દ્રવ્યક્ષેત્રકાલભાવે ઉત્સર્ગ અને અપવાદમાગે છે જે સામગ્રીઓ મેળવવાની હોય તેની કમસર વ્યવસ્થાના બોધને પામી અનુક્રમ વ્યવસ્થા પ્રમાણે કર્તવ્ય કાર્યો કરવામાં આવે તે ખરેખર કાર્યગીઓ આ વિશ્વમાં મહાકાર્યો કરવાને શક્તિમાન થઇ શકે છે. જે જે કાર્યો સ્વાધિકાર દ્રવ્યક્ષેત્રકાલ અને ભાવે ઉત્સર્ગ અને આપત્તિકારણે અપવાદમાર્ગથી કરવાનાં હોય તે તે કાર્યોની અનુક્રમ વ્યવસ્થાને પરિપૂર્ણ વિચાર કરે અને વ્યવસ્થા પ્રમાણે કાર્યપ્રવૃત્તિમાં પ્રવર્તવાને પરિપૂર્ણ વ્યવસ્થાથી પ્રવર્તવું એજ કાર્યગીની પ્રવૃત્તિને મુખ્ય ઉપાય છે. સ્વબુદ્ધયનુસાર કાર્યની ૧૮ For Private And Personal Use Only
SR No.008605
Book TitleKarmayoga 2
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages821
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy