________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૩૪ )
શ્રી કર્મયોગ ગ્રંથ-સવિવેચન.
દ્રષ્ટિએ અને બ્રહ્માંડદ્રષ્ટિએ કંઇ પણ અસ્તવ્યસ્ત દશા થતી નથી. વિશ્વમાં સર્વ પ્રકારની સમાજસેવાઓમાં અવ્યવસ્થા થાય છે અને અનેક પ્રકારની કાર્યપ્રવૃત્તિમાં પરસ્પર સંઘટ્ટન થાય છે, તેનું કારણ એ છે કે પ્રત્યેક મનુષ્ય સ્વાધિકાર જે જે સર્વ કાર્યો કરવાનાં હોય છે તેની ઉપયોગિતાનો નિશ્ચય કર્યો હોતો નથી. પ્રત્યેક મનુષ્ય પોતાની પ્રત્યેક અવસ્થામાં દ્રવ્ય ક્ષેત્રકાલભાવથી પરિતઃ પ્રાપ્ત થએલ સંગોથી કર્તવ્ય કાર્યોનો ઉપયોગ સદા અવબોધતો રહે તો ખરેખર તેની આત્મોન્નતિના કામમાં તે કર્તવ્ય કર્મને અધિકારી બનીને સદા આગળ પ્રવહ્યા કરે. જે મનુષ્ય સ્વગ્ય સર્વ કાર્યોની ઉપગિતાનો નિશ્ચય કર્યો વિના અન્ય પરંપરા પ્રવૃત્તિથી પ્રવૃત્ત થાય છે તે મનુષ્ય ખરેખર સમષ્ટિ માટે સર્વ કાર્યોની ઉપગિતાને તો કયાંથી વિચાર કરી શકે વારૂ ? અને સર્વ જીવ સમષ્ટિભૂત કાર્યોની ઉપયોગિતાને નિશ્ચય કર્યા વિના તે કેવી રીતે સમાજેન્નતિમાં મન વચન અને કાયાથી આત્મભોગ આપી શકે વારૂં? અતએ સ્વ માટે અને ઉપલક્ષણથી પર માટે સર્વ કાર્યોની ઉપયોગિતા જાણવાની ખાસ જરૂર છે. સ્વ માટે અને પર માટે જે જે યોગ્ય હોય તે સર્વ કાર્યોની ઉપયોગિતા જાણવામાં આવે છે તેજ પશ્ચાત્ સ્વ માટે અને પર માટે યોગ્ય સર્વકાર્યોની પ્રવૃત્તિમાં પ્રવૃત્ત થતાં વિવેકપૂર્વક કર્મયેગીના ગુણોને આચારમાં મૂકી શકાય છે. ઉપશિત્વ દ્રષ્ટિએ વિચારીએ તો સંઘરેલે સાપ પણ ખપમાં આવે છે. જે જે કરાય છે તે સર્વ સારાને માટે-ઈત્યાદિ કહેણુઓથી સર્વ કર્તવ્ય કાર્યોની ઉપગિતા જાણવાની ખાસ જરૂર રહે છે. ગૃહસ્થ વર્ગો અને ત્યાગી વર્ગે સ્વયેગ્ય અને પરોગ્ય સર્વના અધિકારે સર્વ કાર્યોની ઉપયોગિતા અવબોધવી કે જેથી સર્વ પ્રકારની ઉપગી પ્રવૃત્તિને આદરી શકાય અને તેથી સ્વાધિકાર ફરજની સફળતા પ્રાપ્ત કરી શકાય. વિશ્વહિતાર્થ કાર્યજ્ઞ થવાથી સ્વકર્તવ્યકર્મ અને વિશ્વ સંબંધી કર્તવ્યકર્મની વ્યવસ્થાઓના સુદઢ પ્રબંધે રચી શકાય છે, અને પુણ્યાદિક સામગ્રીએ તેમાં વિજય પ્રાપ્ત કરી શકાય છે. એક સમય એવો હતો કે આર્યાવર્તમાં પિંડહિત અને બ્રહ્માંડ કાર્યહિત મનુષ્યનું બાહુલ્ય હતું અને તેથી તેઓ એક વખત સર્વત્ર વિશ્વમાં સર્વ પ્રકારે શ્રેષ્ઠ થયા હતા. સમષ્ટિભાવનાએ વિશ્વકાર્યહિતજ્ઞ થવાથી અને વિશ્વહિતકારક કાર્યમાં ભાવનાની સાથે કિયાવડે પ્રવૃત્ત થવાથી આત્મા તે સ્વયં પરમાત્મા બને છે. અતએવ સર્વત્ર ઉપદેશડિડિમ વગાડીને કથવામાં આવે છે કે વિશ્વહિતાર્થ કાર્યજ્ઞ મનુષ્ય કર્તવ્યકર્મમાં અધિકારી થાય છે. વિશ્વહિતાર્થ કર્યજ્ઞ ગુણની સાથે સ્વાધર્મપ્રકાશ માટે વ્યવસ્થા કમજોધપૂર્વક પ્રવૃત્તિની જરૂર છે. કાર્ય કરવાનું કાર્ય વ્યવસ્થાક્રમ બધ પ્રાપ્ત કરવાની જરૂર છે. અમુક કાલે અમુક કાર્ય અમુક રીતથી કરવું અને અમુક કાર્ય અમુક વ્યવસ્થાક્રમના જ્ઞાનથી કરવું એમ. જેઓ અવગત કરીને પશ્ચાત્ કાર્ય પ્રવૃત્તિમાં પ્રવૃત્ત થાય છે તેઓ વિશ્વનું હિત સાધવા અને સ્વાત્મહિત સાધવા શક્તિમાન થાય છે. મનુષ્ય વ્યવસ્થાકમબોધ
For Private And Personal Use Only