SearchBrowseAboutContactDonate
Page Preview
Page 228
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૨૮). શ્રી કર્મળ ગ્રંથ-સવિવેચન. * * * * * * * નથી. અનેકનયસાપેક્ષદષ્ટિએ જેઓ સમવિશ્વજીવહિતજ્ઞ થાય છે તેઓ સમષ્ટિવ્યાપક ધર્મકર્મ સામ્રાજ્યપ્રવૃત્તિના અધિકારી બનીને અને અનેકનયસાપેક્ષણિયેવડે સમષ્ટિગતસર્વજીવહિતકર ધર્મ સામ્રાજ્યપ્રવૃત્તિને આદરી જ્ઞાનગપૂર્વક કર્મગીના આદર્શજીવનને વિશ્વમાં ચિરંજીવી કરી શકે છે. વિશ્વહિતજ્ઞત્વની પરિપૂર્ણતા પ્રાપ્ત કરવામાં તથા વ્યક્તિગત મહત્તાની પરમાત્મપણું પ્રાપ્ત કરવામાં ગ્યવૃપ્રત્તિને સ્વાધિકાર સેવી શકાય છે અને વિશ્વગત ભવ્યજીને સમષ્ટિગતહિતજ્ઞદષ્ટિએ અનેકગ્યપ્રવૃત્તિ વડે પ્રવર્તાવી શકાય છે. વ્યક્તિગત હિતજ્ઞત્વષ્ટિમાં હિતજ્ઞત્વની વૃદ્ધિ યથા યથા વૃદ્ધિ પામે છે તથા તથા સ્વાર્થ તાનો નાશ અને પરમાર્થતાની વૃદ્ધિપૂર્વક અનુક્રમે હિતજ્ઞત્વદૃષ્ટિ પ્રગતિની વૃદ્ધિરૂપ મહાસાગરમાં સમષ્ટિહિતજ્ઞત્વરૂપથી એકરૂપે મનુષ્ય બની શકે છે. વિશ્વહિતજ્ઞ મનુષ્ય આત્મકલ્યાણની સાથે સમણિકલ્યાણ કરી શકે છે. વિશ્વહિતજ્ઞ મનુની પ્રત્યેક પ્રવૃત્તિ પ્રાયઃ વિશ્વનું અહિત થાય એવી હોતી નથી. વિધહિતજ્ઞ મનુષ્ય પ્રાયઃ અ૫હાનિ અને વિશેષ લાભ થાય એવી સ્વવ્યકિત માટે અને સમષ્ટિ માટે પ્રવૃત્તિ કરી શકે છે, અનેક દૃષ્ટિએ વિશ્વહિતજ્ઞત્વપ્રાપ્તિ અને વિશ્વહિત પ્રવૃત્તિપ્રાપ્તિમાં વ્યક્તિગત પરમાત્મત્વનો આવિર્ભાવ થયા વિના રહેતો નથી. વિશ્વહિતજ્ઞત્વની અનેક દૃષ્ટિમાં અનેક મંતવ્યની પરસ્પર સાપેક્ષતાને અને અવિરુદ્ધતાને સ્વાધિકારે વિચારોમાં અને આચારમાં અવતારીને મનુષ્ય વાસ્તવિપરમાર્થકર્મની અને વ્યકિતસ્વાતંત્ર્યયોગી બની શકે છે. વિશ્વહિતજ્ઞત્વનું પરિપૂર્ણ સ્વરૂપ અવબોધતાં સ્વાત્મદષ્ટિના જ્ઞાનવતું તેની સંકુચિતતા ટળતી જાય છે અને વિશાલતા ઉભવતી જાય છે. એને પરિણામે તેને સર્વત્ર વ્યાપક અનન્ત બ્રહ્મવર્તુળમાં સમાવેશ થાય છે. શ્રી તીર્થકરે વિશ્વહિતજ્ઞત્વદૃષ્ટિની કમન્નતિશ્રેણિએ આહીને વિધહિતના માર્ગોમાં પ્રવૃત્તિ કરીને પ્રાન્ત તીર્થકરત્વ પ્રાપ્ત કરી વિશ્વહિત કરી વિશ્વત્રાતા વિશ્વગુરુ અને વિશ્વેશ્વર બન્યા હતા. સ્વાત્મવ્યક્તિહિતજ્ઞત્વની અનેક દહિયાની કમપ્રાપ્ત અનેક શ્રેણિ ચેના શિખરે આરેહનારાઓ સમષ્ટિગત અનેકદૃષ્ટિયાની ક્રમાનુસાર પ્રાપ્ત અનેક શ્રેણિના શિખરે આરહી શકે છે. વિશ્વહિતજ્ઞમનુ દ્રવ્યક્ષેત્રકાલ અને ભાવથી વિશ્વહિતકર અનેક દષ્ટિએ અનેક મંત્રિતંત્ર અને મંત્રોથી સ્વાધિકારે પ્રવૃત્તિ કરીને પરસ્પરબલની પ્રગતિવૃદ્ધિપૂર્વક સમષ્ટિ હિત સાધવાને અધિકારી બની શકે છે. અતએ વિશ્વહિતજ્ઞ થવાની અત્યંત આવશ્યકતા સ્વીકારીને સ્વજીવનની પ્રગતિકારકપ્રવૃત્તિમાં આત્માર્પણ કરવાની જરૂર છે. વિશ્વહિતજ્ઞમન સમષ્ટિગતપ્રગતિપ્રવૃત્તિમાં પ્રવર્તતાં પરસ્પર એક બીજાના બલને ક્ષય ન થાય એવી અવિરોધદષ્ટિને અને અવિરેધક આચારોને સ્વાધિકાર વિશેષ લાભપૂર્વક ધારણ કરી શકે છે. વિશ્વહિતજ્ઞ મનુષ્ય સાત્વિકગુણોને સેવન કરવા પ્રવૃત્તિ કરે છે અને અશ્રેય કારક પાપી મનુષ્યની શકિતના સમષ્ટિ બલને જીતી શકાય એવી વિશ્વહિતણ મનુષ્યની સમષ્ટિદ્વારા વિચારે અને આચારનું ઐકય સમષ્ટિ For Private And Personal Use Only
SR No.008605
Book TitleKarmayoga 2
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages821
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy