________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અધિકારી કેવી રીતે બનવું?
( ૧૨૭ ).
અને આચારોથી જગજીવોનું હિત થાય છે કે અહિત થાય છે? તેનો સમ્યગ નિર્ણય કરવો જોઈએ. વિશ્વહિતના વાસ્તવિક ક્યા વિચારો અને આચારો છે અને વિશ્વના અહિતભૂત કયા વિચારો અને આચારે છે તેને સ્વપર અનેક શાસ્ત્રોનાં રહસ્યથી નૈઋયિક અનુભવ કરીને વિશ્વહિતકારક કાર્યને દ્રવ્યક્ષેત્રકાલભાવથી કરવાં જોઈએ. જે મનુષ્ય પિંડહિતજ્ઞ હોય છે તે બ્રહ્માંડહિતજ્ઞ હોય છે. અથવા જે મનુષ્ય સંપૂર્ણ બ્રહ્માંડહિત થયે હોય છે તે પિંડહિતજ્ઞ તો થયે હોય છેજ. જે પરિપૂર્ણરીત્યા પિંડાહિતજ્ઞ થયો હોય છે તે બ્રહ્માંડહિતજ્ઞ થઈ શકે છે. વિશ્વના હિતમાં જેની મનવૃત્તિ પ્રવર્તતી નથી તે મનુષ્યની સંકીર્ણ સ્વાર્થ દૃષ્ટિ હોવાથી કર્મયોગી બનતાં પૂર્વે તેણે પરમાર્થ કાર્યકારકત્વ થવું જોઈએ. વિશ્વહિતજ્ઞ થયા વિના સમાજસેવા અને સંઘસેવા કાર્યોમાં સમ્યક પ્રવૃત્તિ થઈ શકતી નથી યાવતુ વિશ્વસેવા દેશસેવા સમાજસેવા સંઘસેવા અને અન્ય સેવાઓ કરવા પૂર્વે તેઓનું સમ્યગહિત કેવા રૂપમાં અને કેવા ઉપાયોમાં રહ્યું છે તે સમ્યગુ અવધી શકાતું નથી તાવતું સમ્યફપ્રવૃત્તિ પણ થઈ શકતી નથી. વિશ્વહિતકારક પ્રવૃત્તિમાં પ્રર્વતતાં વિશ્વહિતનું પરિપૂર્ણજ્ઞાન ન મેળવ્યું હોય તો વિશ્વમાં અનેક પ્રકારની સમાજસેવાઓમાં પ્રવૃત્તિ કરનારાઓ પરસ્પર યાદવાસ્થળી કરીને સ્વપરને નાશ કરી શકે છે. કાર્ય પ્રવૃત્તિ કરતાં કંઈ મતભેદ પડતાં પરસ્પર એકબીજાની જાત પર ઉતરી રાગદ્વેષી બની એકબીજાના સામે થાય છે અને તેથી કાર્યપ્રવૃત્તિના મૂલ ઉદ્દેશ વગેરેને તેઓ જાણતા ન હોવાથી અવનતિમાર્ગપ્રતિ તેઓ સંચરે છે. આર્યો પૂર્વે આર્યાવર્તમાં સર્વ પ્રકારની ઉન્નતિની જાહોજલાલી જોગવતા હતા; પરન્તુ જ્યારે તેઓ વિશ્વહિતજ્ઞ ન રહી શક્યા અને સંકુચિતદષ્ટિએ પિંડહિતજ્ઞ બની પરસ્પરવ્યક્તિમહત્ત્વને ભૂલી અને અવગણી રજોગુણવૃત્તિ અને તમે ગુણવૃત્તિમાર્ગે સંચર્યા ત્યારે તેઓ પ્રગતિથી પતિત થયા. અતએ વિશ્વહિતજ્ઞ થયા વિના વ્યક્તિગત પ્રગતિ સંબંધી કાર્ય કરતાં વા સમષ્ટિગત કાર્યપ્રવૃત્તિ કરતાં પરસ્પર કલેશાદિથી સંઘટ્ટન થવાનો પ્રસંગ પ્રાપ્ત થાય છે. સમષ્ટિગત પ્રગતિકારક કાર્યપ્રવૃત્તિગર્ભમાં વ્યક્તિગત પ્રવૃત્તિના ઉપાયે રહેલા હોય છે તે વિશ્વહિતને અવબોધ્યા વિના અવગત થઈ શકે નહિ–એમ નૈઋયિકદષ્ટિના પરમાર્થ સ્વરૂપથી અવધવું. વ્યક્તિગતહિતજ્ઞત્વ વસ્તુતઃ સમષ્ટિગતહિતત્વના ગર્ભમાં સમાયેલું છે એમ સમષ્ટિગતહિતવ્યાપકપ્રગતિદષ્ટિએ વિચાર્યાથી અવધાઇ શકશે. જે મનુષ્ય વિશ્વહિતજ્ઞ અથવા સમષ્ટિહિતજ્ઞ થયા નથી તેઓ વિશ્વગત સામ્રાજ્યશાસનપદ્ધતિપ્રવૃત્તિના વાસ્તવિક વિશાલ નિયમોને અવધી શકતા નથી અને તે પ્રમાણે તેઓ પ્રવૃત્તિ કરી શકતા નથી. સમષ્ટિગત પરિપૂર્ણ હિતજ્ઞત્વ પ્રાપ્ત કર્યા વિના વિશ્વરાજ્યશાસન કાર્યપ્રવૃત્તિ
ની યોગ્યતા પ્રાપ્ત થઈ શક્તી નથી; તેમજ અન્ય સામ્રાજ્યવિશ્વજીવનપ્રગતિકરવ્યાપારાદિપ્રવૃત્તિના નૈસગિકકર્મગદષ્ટિએ વ્યવહારસિદ્ધ આચાર દ્વારા અધિકારી બની શકાતું
For Private And Personal Use Only