________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉદ્યમની મહત્તા.
( ૧૨૧ ).
છે અને તે વિશ્વમાં અન્યાયવડે સ્વાદરપૂર્તિ કરવાની વૃત્તિનો ભાગી બને છે. ઉદ્યમથી યુરોપ વગેરે દેશના મનુષ્ય સ્વકર્તવ્યપરાયણ થઈને વિશ્વમાં આજીવિકાના સૂત્રોના પ્રવર્તક બન્યા છે. કાળા માથાનો માનવી શું ન કરી શકે એ કહેવતને ખ્યાલ કરીને સદા ઉદ્યમમાં મચ્યા રહેવું અને સ્વફરજે જે જે કર્તવ્ય કાર્યો હોય તેઓને કરવા એજ પ્રગતિમાર્ગમાં સંચરવાને મુખ્ય પાય છે. વિશ્વમાં વિદ્યા કલા ક્ષાત્રકમ વ્યાપાર અને સેવા વગેરે કર્મોમાં ઉધમીજએ નામના મેળવી છે અને તેઓએ વિશ્વમાં ઇતિહાસના પાને પિતાના નામે અમર કર્યા છે. પશુઓ અને પંખીઓમાં પણ જે ઉદ્યમી છે તે સ્વાસ્તિત્વસંરક્ષાદિ પ્રવૃત્તિને સેવતાં અને તેમાં વિજય પામતાં જણાય છે. અમેરિકાના પ્રખ્યાત શોધક એડીસનના ઉદ્યમનો ખ્યાલ કરવો જોઈએ. પ્રખ્યાત શાધક એડીસન એક ક્ષણમાત્ર પણ ઉદ્યમ વિના નકામો ગાળતો નથી. તે સ્વીકાર્ય પ્રવૃત્તિમાં એટલે બધે પૂર્ણત્સાહથી મો રહે છે કે તેની સાથે વાત કરવાને પણ અગાઉથી સમય નક્કી કરે જોઈએ. ગ્લૅડસ્ટનનું જીવનચરિત્ર વાંચીને તેના ઉદ્યમનો ખ્યાલ કરવો જોઈએ. શ્રી હરિભદ્રસૂરિ શ્રી હેમચંદ્રસૂરિ વગેરે ધર્માચાર્યોના સતત ઉદ્યમને ખ્યાલ કરવો જોઈએ. જેનામાં સ્વક્તવ્ય કાર્ય કરવાની શકિત હોય અને જે પૂણેત્સાહપૂર્વક ઉદ્યમ કરતો હોય તે પ્રારંભિત કાર્યોને પૂર્ણ કરી શકે એમાં કાંઈ પણ આશ્ચર્ય નથી. કટિકાઓના ઉદ્યમનો ખ્યાલ કરે. તેઓ પોતાના દરમાં દાણે લઈ જાય છે તે વખતને બનાવ દેખો. પશ્ચાત્ ખ્યાલ કરો કે ઉદ્યમની સ્વજીવનની પ્રગતિ માટે કેટલી બધી જરૂર છે. જે મનુષ્ય સ્વફરજોને અદા કરવામાં નિયમસર અનેક પ્રકારની એજનાઓની સુવ્યવસ્થાઓ પુરસ્સર ઉધમ કરે છે તે અને વિજયને પ્રાપ્ત કરી શકે છે અને આળસુ મનુષ્ય આલસ્ય સેવીને અવનતિના માર્ગમાં સંચરે છે. માત્ર મgrળાં સારામાજિક નાલ્યુમ વધુચં ઘા નાવતિ ઇત્યાદિ ભાવાર્થ મનન કરીને ઉદ્યમમાં પ્રવૃત્ત થવું જોઈએ. ગમે તેટલા શુભ વિચારો પ્રવર્તતા હોય પરંતુ સ્વફરજાનુસારે પ્રવૃત્તિ સેવ્યા વિના કદાપિ કાલે સ્વશુભ વિચારોની અસર ખરેખર આ વિશ્વ પર કરી શકાતી નથી. જેના મનમાં જલપરપોટાની પેઠે વિચારરૂપ પરપોટાઓ ઉત્પન્ન થાય છે અને ટળી જાય છે તે અલ્પવિર્ય મનુષ્ય ખરેખર ઉદ્યમ વિના આત્માનું ઉચજીવન કરી શકતો નથી અને તેમજ અન્ય મનુષ્યનું પણ ઉચ્ચ જીવન કરી શકતો નથી. થોડું કરવું પણ ઉદ્યમ સેવી સારું કરવું એ વાક્યને લક્ષ્યમાં રાખી સદા ઉદ્યમમાં પ્રવૃત્ત થવું જોઈએ. આર્યાવર્તના મનુષ્યની પડતી દશા થઈ તેનું મુખ્ય કારણ તે એ છે કે–તેઓ આળસુ બન્યા. જ્યારે મનુષ્ય આજીવિકાદિ ઉપાવડે યુક્ત થઈ સંતેષી બની જશેખમાં જીવન ગાળે છે ત્યારથી તે સ્વાવનતિના કમપર પિતે વહે છે અને અન્ય મનુષ્યને વહાવે છે.
For Private And Personal Use Only