SearchBrowseAboutContactDonate
Page Preview
Page 220
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૨૦ ) શ્રી કમંગ ગ્રંથ-સવિવેચન. જે મનુષ્ય સ્વગ્ય કર્મ પ્રવૃત્તિને આચરે છે તે કર્તવ્ય કાર્યપ્રવૃત્તિમાં નિર્લેપ રહીને આત્મશક્તિને ખીલવી શકે છે. આત્મશક્તિની શમવડે ખીલવણી કરવાપૂર્વક જે મનુષ્ય સ્વદશાગ્ય કર્તવ્ય કર્મ પ્રવૃત્તિયોની અનેક ફરજમાંથી પસાર થાય છે તે જ મનુષ્ય આ વિશ્વમાં સંસાર વ્યવહારને સાચવવાપૂર્વક આત્મગુણેની પરિપકવ દશાને અનુભવ કરનારે થાય છે એમ અવબોધવું. સ્વાધિકારે બાહ્ય કર્તવ્ય કાર્યોની ફરજને બજાવવાની સાથે અન્તરમાં શમ ધારણ કરવાથી પિતાની ધર્મમાર્ગમાં કેટલી ઉન્નતિ થઈ છે તેને ખ્યાલ આવે છે અને ન્યૂનતા હોય તો તેની સિદ્ધિને માટે પ્રયત્ન પ્રારંભી શકાય છે. સ્વકર્તવ્યગ્ય જે જે સ્વાધિકારે પ્રવૃત્તિને સેવવાની હોય તેઓને ત્યાગ કરીને નિષ્ક્રિય જેવા બની અનેક ગુણેના ભાજનભૂત અને અનેક દોષોના ઉપશામક તરીકે પિતાને માનવામાં આવે અને વનમાં ગમન કરી ગુફામાં બેસવામાં આવે, પરંતુ જ્યાં સુધી અમુક કારણે ન મળ્યાં હોય ત્યાં સુધી સર્પની પેઠે શમી રહી શકાય છે. જ્યારે પ્રવૃત્તિમાં પ્રવૃત્ત થવાય અને તેમ છતાં શમભાવને સેવી શકાય ત્યારે ખરેખરી શમભાવની સિદ્ધિ કરી શકાય છે અને પ્રવૃત્તિમાર્ગના તાપમાં જીવતી રહેલી સમભાવની દશા ખરેખર અન્યભવમાં પણ ઉપશમત્વના સંસ્કારો વહન કરવાને સમર્થ થાય છે. ક્રોધાદિકની ઉપશમવૃત્તિપૂર્વક જે મનુષ્ય સ્વયોગ્ય કાર્ય પ્રવૃત્તિને આદરે છે તે સ્વાર્યમાં અવશ્ય વિજયતા પ્રાપ્ત કરે છે. સ્વકાર્ય પ્રવૃત્તિમાં પૂર્વોત્સાહીની તથા શમીની જેટલી આવશ્યકતા છે તેટલી સઘમીની આવશ્યકતા છે. જે મનુષ્ય સ્વકાર્યની સિદ્ધિના પ્રવૃત્તિમાં સદા ઉદ્યમી રહે છે તે કાર્યને પૂર્ણરીત્યા સાધી શકે છે. સ્વકાર્યસિદ્ધિમાં જે મનુષ્ય સદા ઉદ્યમી છે તે દુ:સાધ્ય કાર્યને અન્ત સુસાધ્ય કરી શકે છે; દુ:ખમાં વિદ્યાભ્યાસ નામનું પુસ્તક વાચવાથી તથા જાતમહેનત નામનું પુસ્તક વાચવાથી માલુમ પડશે કે જે મનુષ્ય સદા કાર્યને ઉદ્યમી છે તે ઘણું કાર્ય કરી શકે છે. જે મનુષ્ય સદા સ્વકાર્યમાં ઉદ્યમ કર્યા કરે છે અને પ્રારંભિત કાર્યમાં પ્રાણાતે પણ ઉદ્યમનો ત્યાગ કરતો નથી તે પ્રાન્ત સ્વકાર્યસિદ્ધિની વિજયતા પ્રાપ્ત કરી શકે છે. પ્રબલવિરુદ્ધ સંગોમાં પણ જે મનુષ્ય જેટલો બને તેટલો ઉદ્યમ સેવીને સ્વકાર્યમાં મએ રહે છે તે અને સહસ્ત્ર ધન્યવાદને પાત્ર બને છે. સ્વકાર્ય સિદ્ધિને મુખ્યાધાર ઉદ્યમ પર છે. અતએ વિચારદીર્ધ પરંપરાસૂત્રી માત્ર ન બનતાં વિચારની સાથે ઉઘમને સેવી કાર્યની સિદ્ધિ કરવી જોઈએ. આલઅને નાશ કર્યા વિના ઉદ્યમમાં પ્રવૃત્તિ થઈ શકતી નથી. જે દેશના અને જે સમાજના મનુષ્યો આલસ્યમાં સ્વજીવન નિર્ગમન કરે છે, તેઓ સ્વદેશ અને સ્વસમાજની પડતીનું પાપ સ્વશીર્ષે હરી લે છે અને તેઓ સ્વર્ગની ભવિષ્યમાં અવનતિ કરાવવાના આરોપી બને છે. જે દેશીયમનુષ્ય માજશેખમાં મસ્ત બને છે તેઓ સ્વદેશ અને સ્વધર્મ તથા સમાજને નાશ કરી દે છે, અનધમી મનષ્ય અનેક પ્રકારનાં માનસિક પાપોને એવી શકે For Private And Personal Use Only
SR No.008605
Book TitleKarmayoga 2
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages821
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy