________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શાંતિ કયારે પ્રાપ્ત થાય ?
( ૧૦ ).
તેમાં જનાઓ પૂર્વક સુવ્યવસ્થિત સામગ્રીઓ ભેગી કરીને કાર્યમાં પ્રવૃત્તિ કરી શકાય છે. વિશ્વમાં પૂર્વે જે જે વીરપુરુ થયા તેઓએ સ્વકાર્યપ્રવૃત્તિમાં અપૂર્વ શાતિને સેવી હતી એમ તેઓના ઐતિહાસિક ચરિતો પરથી અવબોધાય છે. જે મનુષ્ય આત્માના બળમાં પ્રગતિયુકત હોય છે તેઓ શાન્ત થઈ શકે છે, પરંતુ જેઓ ક્રોધાદિક કષાયોથી જીતાયલા હોય છે તેઓ કષાયની અસરથી મનવચનકાયાના યુગમાં અશાન્તિ પ્રગટાવે છે. તેઓ ખરા કાર્ય પ્રસંગે જે જે કાર્ય કરવાનાં હોય છે અને જે જે રીતિએ જે જે કાર્ય પ્રવૃત્તિમાં દ્રવ્યક્ષેત્રકાલભાવ પ્રમાણે વર્તવાનું હોય છે તેમાં તેઓ બરાબર સંપ્રવતી શકતા નથી. આ વિશ્વ કદાપિ બધું સામે પડે તો પણ તેથી મનમાં અંશમાત્ર સંક્ષેભ ન થાય એવી યૌગિકશાનિયુક્ત થઈને પ્રત્યેક કાર્યમાં પ્રવૃત્તિ કરવાની જરૂર છે. બાહ્યની અશાન્તિના ચારે તરફના મહાતાપની મધ્યમાં રહીને અને આન્તરિકશક્તિથી વર્તીને જ્યારે કાર્ય કરવાની કટીમાંથી પસાર થવાય છે ત્યારે કર્મયોગની ઉચઉચ્ચભૂમિકાઓમાં પ્રવેશ થતો જાય છે. જે મનુષ્ય કાર્ય કરતીવેળાએ સ્થિરાશયપૂર્વક શાન્તિ ધારણ કરી શકે છે તેની દશા તીવ્ર રહે છે અને તેના પ્રતાપે તે પ્રમાદદશામાં ન ફસાતાં સ્વાધિકાર ફરજની સિદ્ધિ કરી શકે છે. નામરૂપના પ્રપંચમાં અહંવૃત્યાદિના અભાવે જેઓ મરીને આત્મજ્ઞાનગે પુનર્જન્મ પામેલા છે તેઓ નામરૂપની વૃત્તિથી મરેલા હોવાથી કાર્ય કરતી વખતે મનની શાન્તિ સંરક્ષવા શક્તિમાન થાય છે. શાન્ત મનુષ્ય જેમ કાર્ય કરવાને લાયક ઠરે છે તેમ
વારિતોષafa મનુષ્ય કાર્ય કરવાને શકિતમાન થાય છે. ખેદ ભય અને દ્વેષાદિ દેના નાશ વિના સત્ય શક્તિ પ્રાપ્ત થઈ શકતી નથી. અતએવ કેઈપણ કાર્ય કરતાં
ખેદ ભય અને દ્વેષનો અભાવ રહે જોઈએ. કેઈપણ મનુષ્ય કેઈ સ્વાધિકારોગ્ય કાર્ય કરતાં પ્રવૃત્તિમાં થાકી ગ્લાનિ પામી ખેદ ભય અને શોકને ધારણ કરે છે તે કાર્ય કરવાને ગ્ય થતો નથી. કોઈ પણ કાર્યની પ્રવૃત્તિ કરતાં ખેદ તે થેજ ન જોઈએ. ખેદ કરવાથી આત્મશક્તિની હાનિ થાય છે. યથાશક્તિએ કાર્યપ્રવૃત્તિ કરવી જોઈએ પરંતુ તેના ફલની અપ્રાપ્તિ પરત્વે ખેદ ન થવું જોઈએ. જે મનુષ્યો કાર્યફલની આશાએથી નિઃસંગ થઈને સ્વફરજને અદા કરવાની દૃષ્ટિએ કાર્યપ્રવૃત્તિ કરે છે તેમાં તેઓને શુભાશુભ પરિણામ ન હોવાથી કાર્યસિદ્ધિના અભાવે પણ ખેદ થતો નથી. કોઈપણ કાર્ય કરતાં ભય ન થવું જોઈએ. અન્ય વસ્તુઓથી પિતાને કદાપિ નાશ થયે નથી, થતો નથી અને કદાપિ થશે નહિ એવો પરિપૂર્ણ આનુભવિક નિશ્ચય થયાવિના કદાપિ ભયવાસનાને નાશ થતો નથી. આત્માના અસંખ્ય પ્રદેશવિના બાકી છે આત્માને કાયાદિને સંગ થએલે છે તેનું મમત્વ ટળ્યા વિના કદાપિ ભયવાસનાને નાશ થતો નથી. બાહ્યશરીરાદિનું મમત્વવિના તેઓનું ઉપેશિત્વ અવધી અનેક ઉપાયોએ કાયાનું સંરક્ષણ કરવું એ સ્વફરજ છે; પરન્તુ બાહ્યમાં મનાએલી પ્રતિષ્ઠા, કીર્તિ અને
For Private And Personal Use Only