________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
-
--
( ૧૦ ).
શ્રી કમગ મંથ-સવિવેચન.
પ્રખ્યાતિને પ્રાપ્ત કરી શકાય છે. શ્રી હેમચંદ્રપ્રભુએ સ્થિરાશયી બની ગુર્જરદેશનુપતિ કુમારપાલને જેન બનાવ્યો હતો. જેના આશયે ઉચ્ચ અને સ્થિર છે તેની વચન અને કાયાની પ્રવૃત્તિ પણ ઉચ્ચ અને સ્થિર થાય છે. અમુક જ્ઞાની મનુષ્ય સ્વકર્તવ્ય કાર્યમાં વિજયશ્રી પ્રાપ્ત કરશે વા નહિ કરે? તે પ્રશ્નનો ઉત્તર સ્થિરાશયોના જ્ઞાનથી આપી શકાય છે; જેના આશયે ક્ષણે ક્ષણે બદલાતા હોય તે મનુષ્ય ગમે તેવો જ્ઞાની હોય તથાપિ તે વિશ્વમાં કોઈ કાર્યમાં વિજય પ્રાપ્ત કરી શકતો નથી. અતએ સ્વાધિકારે કર્તવ્યાવશ્યક કાર્યોને કરવામાં સ્થિરાશયની અત્યંત આવશ્યકતા છે એમ પ્રત્યેક મનુષ્ય નિશ્ચય કરીને સ્થિરાશયી બનવું જોઈએ. જ્ઞાન અને શિયાળ એ બેગુણવડે મનુષ્ય યુક્ત હોય છે તો પણ તેને અન્યગુણની કર્મપ્રવૃત્તિની જરૂર પડે છે. જ્ઞાની અને થિસારાથી મનુષ્ય યદિ શાન્ત હોય છે તે જ તે કાર્યની સિદ્ધિમાં આગળ વધી શકે છે. જ્ઞાન હોય અને સ્થિરાશય હોય તે પણ ક્રોધાદિકને ઉપશમાવીને શક્તિ પ્રાપ્ત કર્યા વિના પ્રત્યેક કર્મ કરતાં અનેક પ્રતિકૂળ મનુષ્યના પ્રસંગે કાર્યના વિજયરંગમાં ભંગ પડવાનો સંભવ ઉઠે છે. ક્રોધાદિક કષાયને શાન્ત કર્યા વિના જે કાર્યને જ્ઞાન તથા સ્થિરાશયપૂર્વક સિદ્ધ કરવા ધાર્યું હોય છે તેમાં અનેક વિદને ઉપસ્થિત થાય છે. શાન્ત મનુષ્ય પોતાની મન વાણી અને કાયાની ચેષ્ટા પર કાબૂ મેળવી શાન્તિપૂર્વક પ્રત્યેક કાર્યને પાર પાડવામાં વિજયશાલી બને છે. અશાન્તિપ્રારંભિત કાર્યોમાં કોધાદિક અનેક શત્રુઓ પ્રગટાવી શકાય છે અને શાંતિપૂર્વક કાર્યો કરવાની ટેવથી શત્રુઓને પણ મિત્ર બનાવીને કાર્યની સિદ્ધિ કરી શકાય છે. ક્રોધાદિકની તીવ્ર લાગણીઓને શાન્ત કર્યા વિના મગજની સમતોલતા સાચવી શકાતી નથી અને મગજની સમતોલતા રાખ્યા વિના સ્વકાર્યપ્રવૃત્તિમાં અનેક વિષમયોગોને જીતી શકાતા નથી. આત્મબલને ફેરવ્યા વિના શાતિપૂર્વક કાર્ય કરવાની શક્તિને પ્રાપ્ત કરી શકાતી નથી; અતએ આત્મબલ ફેરવીને પ્રત્યેક કાર્યને શાન્તિપૂર્વક કરવાથી તે કાર્ય ત્વરિત સિદ્ધ થાય છે. શાન્ત મનુષ્ય પ્રત્યેક કાર્ય કરતી વેળાએ શાન્તિ રાખીને કાર્ય કરવામાં વિશેષ ઉપયોગી બને છે અને તે આત્મા પર આવતા આવરણને હઠાવવાપૂર્વક કાર્યની સિદ્ધિમાં વિજયવરમાલને પ્રાપ્ત કરે છે, અએવ શાન્ત એ વિશેષણ ઉપયોગી તરીકે અવબોધવું. જે મનુષ્યએ ભૂતકાળમાં આ વિશ્વમાં અપૂર્વ મહતકાર્યો કર્યા હતાં તેઓ અત્યંત શાન્ત હતા. ભીષ્મપિતામહ અને અર્જુન વગેરે કર્મયોગીઓ સ્વીકાર્યપ્રવૃત્તિમાં મન વચન અને કાયાથી શાન્તિનું સેવન કરતા હતા. નેપોલીયન બોનાપાર્ટ વગેરે ક્ષાત્ર વીરકામગીઓ યુદ્ધાદિ પ્રસંગે શાન્તિપૂર્વક કાર્ય કરતા હતા અને તેથી તેઓ બારીક મામલામાં પણ અનેક પ્રાસંગિક યુક્તિ પ્રયુક્તિને શોધી કહાડતા હતા. શાન્તતાના બળે બાહ્ય પ્રસંગેની મન પર અસર ન થવા દેવાથી અને કોધાદિક કષાયેની મન પર અસર ન થવા દેવાથી કાર્યસિદ્ધિ કરી શકાય છે. શાન્તપણાથી જે જે કાર્ય કરવામાં આવે છે
For Private And Personal Use Only