SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir - - - - શ્રી કર્મયોગ ગ્રંથ-સવિવેચન. અપ્રમત્તદશામાં આવવું તે પ્રતિકમણ છે. ભરઉંઘની પેઠે દુનિયાની વિકલ્પ જંજાળ ભૂલી જવાય અને આત્માના શુદ્ધોપગે આત્મસ્વરૂપમાં લીન થવાથી આત્માનન્દના ઉભરા પ્રગટે એટલે સમજવું કે ઉચકેટીનું પ્રતિક્રમણ ખરેખર આત્મામાં પ્રગટયું છે. આત્માના અસંખ્યાત પ્રદેશરૂપ મહાવિદેહક્ષેત્રમાં શુદ્ધપગે સ્થિરતારૂપે જન્મ લેઈને આત્માની શુદ્ધતારૂપ સીમંધર પ્રભુને ભેટવા એ પ્રતિક્રમણનું આધ્યાત્મિક સ્વરૂપ છે. માયા અર્થાત્ મહના પ્રદેશમાં પાછા ફરીને આત્માના અસંખ્યાત પ્રદેશમાં સ્વાભાવિક ધમેં વસવું એવું પ્રતિક્રમણ કરવા દરરોજ અભ્યાસ પાડવો. દુઃખને આપનારી નામકીર્તિ રૂપની અહંવૃત્તિ આદિ અનેક પ્રકારની વાસનાઓથી પાછા ફરીને મનુષ્યએ આત્માના સહજ સુખ તરફ ગમન કરવારૂપ પ્રતિક્રમણ કરીને જીવનની સફલતા કરવી જોઈએ. અશુભ સંયેગો પ્રાપ્ત થયા છતાં અને વિપત્તિઓ પડતાં છતાં તથા શાતાના સગો પ્રાપ્ત થયા છતાં મનને ચંચળ ન થવા દેવું અને કદાપિ ચંચળ થાય તો મનને આત્મામાં સ્થિર કરવું એવું પ્રતિક્રમણનું રહસ્ય છે તે લક્ષ્યમાં રાખવું જોઈએ. ક્ષમાભાવમાં મસ્ત થઈને "खामेमि सम्धजीवे, सम्वेजीवा खमंतु मे, मित्ति मे सचभूपसु, वरं मज्झं न केणइ" ઈત્યાદિથી સર્વ જીવોને ખાવ. કોઈની સાથે વૈર ન ધારણ કર, સર્વ જીવોને આત્મદષ્ટિથી દેખ અને આત્માના આનંદમાં લયલીન થા. જે મનુષ્ય પ્રતિક્રમણના અધિકારી થયા હોય છે તેઓ કાર્યોત્સર્ગના અધિકારી થાય છે. પ્રતિક્રમણરૂપ આત્મપરિણામ અને પ્રતિક્રમણરૂપ ધર્માચાર પ્રાપ્ત થતાં કાયાના ઉપરથી મમત્વ ઉતરે છે. કાયાના ઉપરથી અહંમમત્વ ટળવું અને કાયાથી કાયેત્સર્ગ ભિન્ન એવા આત્માને ધ્યાને તેને કાયોત્સર્ગ કહે છે. શરીરના અણુઅણુમાંથી આવશ્યક નિર્મમત્વને પરિણામ ઉઠે છે ત્યારે આત્માની નિર્ભય દશાને ખ્યાલ આવે છે. શરીરમાં થતી અહંવૃત્તિને નાશ થવો તેમજ નામાદિ કાત્તિ વગેરે વાસનાઓથી મુક્ત થવું એજ કાર્યોત્સર્ગને મુખ્ય ઉદ્દેશ છે. આત્માથી ભિન્ન એવી કાયા લાગે અને તેના પરથી મમત્વ ઉતરે; તથા આત્મા પોતાના શુદ્ધ સ્વરૂપમાં લયલીન થાય એજ કાયોત્સર્ગનું મૂળ રહસ્ય મનન કરવા યોગ્ય તથા આદરવા ગ્ય છે. કાયા પરથી મમત્વ ઉતર્યા વિના આત્માનું વીર્ય-વૈર્ય જાગ્રત થતું નથી. ગજસુકુમાલ અવંતી સુકુમાલ અને મેતાર્ય મુનિ વગેરે મુનિએ કાયાપરથી મમત્વ ત્યાગ કરીને આત્મામાં સ્થિરતા લયલીનતારૂપ કાત્સર્ગ કર્યો હતો અને તેથી તેઓએ અન્તર્મુખપયોગથી સમતાભાવે ઉપસર્ગો સહીને આત્મામાં રહેલું અખંડ શુદ્ધ પરમાત્મપદ પ્રાપ્ત કર્યું હતું. કાર્યોત્સર્ગમાં દયાનવડે અનેક મુનિયોએ અખંડાનન્દને પ્રાપ્ત કર્યો છે. કાયાનું મમત્વ પરિહરીને આત્માને આમરૂપે ધ્યાવારૂપ કાર્યોત્સર્ગમાં બાર વર્ષ અધિક કાળ પર્યત શ્રી વીર પ્રભુ રહ્યા હતા અને કોત્સર્ગમાં રહી ધ્યાનબળે કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું હતું. કાર્યોત્સર્ગમાં રહેવાથી આત્મબળ For Private And Personal Use Only
SR No.008605
Book TitleKarmayoga 2
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages821
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy