________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
--
BE
પ્રતિક્રમણ શા માટે કરવું ?
જ્ઞાનગથી શુભાશુભ ફલની ઈચ્છા રાખ્યા વિના રહેવું જોઈએ.” આવી સ્વાધિકાર પ્રમાણે સ્થિતિ ન અદા કરી હોય અને તેમાં જે જે દોષ કર્યા હોય તેની આલોચના કરીને પોતાની સ્વાધિકારની ફરજ પ્રમાણે પુનઃ પ્રવૃત્તિ કરવી એ પ્રતિકમણ છે. જ્ઞાનગીઓએ પિતાના અધિકાર પ્રમાણે જે જે કાર્યો કરવાનાં હોય તેમાંથી જે જે ન કર્યા હોય તે તત્સંબંધે પ્રતિક્રમણ કરવું જોઈએ. પિતાના આચાર અને વિચારોને મળતા આવનાર મનુષ્ય વા પિતાના આચારો અને વિચારોથી ભિન્ન એવા મનુષ્યો હોય તે પણ સર્વની સાથે મૈત્રી ભાવના ધારણ કરવી જોઈએ—એવું વીર પ્રભુએ કહ્યું છે. તે પ્રમાણે વિચારને આચારમાં મૂકીને મૈત્રીભાવના સર્વની સાથે ન ધારણ કરી હોય તો તે સંબંધી આલોચના કરીને મૈત્રીના વિચારને આચારમાં મૂકી સર્વ જીવોની સાથે મૈત્રીભાવ ધારણ કરવો તે પ્રતિક્રમણ છે. જે જે મનુષ્યની સાથે વેર-વિરોધ-ટંટા-ઝઘડા થયા હોય તે તે મનુષ્યને ખમાવીને વૈરની વલ્લિને છેદી નાખવી તેજ પ્રતિક્રમણ છે. પરમાત્માને એવો હુકમ છે કે સર્વ જીવના જે જે ગુણે હોય તે તરફ દષ્ટિ દેવી. કેઈની નિન્દા કરવી નહિ અને કેઈના દોષ પ્રગટ કરીને તેને હલકો પાડવા પ્રયત્ન કરવો નહિ અને આવી પરમાત્માની આજ્ઞા મંડી હોય તો પિતાને નિન્દી-ગહીંને ફરીથી ભૂલ ન થાય તેવી રીતે પરમાત્માની આજ્ઞા તરફ ગમન કરવું તે પ્રતિક્રમણ છે. બેટે ડાળ ધારણ કરીને અન્ય મનુષ્યને વંચ્યા હોય તો તેની નિન્દા-ગહ કરીને નીતિના માર્ગમાં સ્થિર થવું તે પ્રતિક્રમણ છે. અને એવી રીતનું પ્રતિક્રમણ કરવાની ખાસ જરૂર છે. પદયાવિ રેવા, સરઢવ राइअ, सव्यसवि परकी अ, सब्यसवि चउमालीअ, सब्यसवि संवच्छरिअ, दुञ्चिति; दुभासि; दुचिट्टी; इच्छाकारेण संदिसह भगवन् इच्छं तस्स मिच्छामि दुक्कडं।
પ્રતિક્રમણ મૂળ સૂત્રોમાં પ્રતિક્રમણનું રહસ્ય સારી રીતે વર્ણવ્યું છે. ગુરુની સમક્ષ પ્રતિક્રમણ કરવાની આવશ્યકતા છે. સવાર ને સાંજ બે વખત જે જે પાપ કર્યા હોય તેની યાદી લાવીને નિન્દી-ગહ પિતાના આત્માની શુદ્ધિ અર્થે પ્રતિક્રમણ કરવું. કોઈ પણ જીવની સાથે વેરવિધ ન રહે અને સર્વ જીવોને ખમાવીને ઉપશમમય થવું એજ પ્રતિક્રમણ છે. શ્રી તીર્થકરોએ અશુદ્ધ ધર્મમાંથી પાછા હઠીને આત્માના જ્ઞાનાદિ શુદ્ધ ધર્મમાં આવવા માટે પ્રતિક્રમણ આવશ્યકનો ઉપદેશ દીધો છે. બે સંધ્યાના વખતે વ્યાવહારિક પ્રતિક્રમણ થઈ શકે છે અને પૂર્ણ સત્ય આધ્યાત્મિક-માનસિક–નૈશ્ચયિક પ્રતિક્રમણ તો ક્ષણે ક્ષણે ગમે ત્યારે થયા કરે છે. કાયા અને વચનનું પ્રતિક્રમણ ધૂલ છે અને મનમાં કરેલું પ્રતિક્રમણ સૂક્ષમ છે. પ્રતિકમણ અર્થાતુ પાપોથી પાછા ફરવારૂપ આત્માને અધ્યવસાય થતાં અનંત કર્મ ખરે છે અને કર્મોના ખરવાથી આત્મા હલકો થાય છે. પશ્ચાત્તાપ પરિણામ પ્રગટ્યા વિના કરેલા દેનું પાપ ટળતું નથી અને આત્માના ગુણોની વૃદ્ધિ થતી નથી. બહિર્મુખ વૃત્તિથી અન્તર્મુખ વૃત્તિ કરવા સારૂ પ્રતિક્રમણ છે. પ્રમાદોથી પાછા ફરીને પિતાની
For Private And Personal Use Only