________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૯૪ )
શ્રી કર્મયોગ ગ્રંથ-સવિવેચન.
કમણ છે. તૃષ્ણાના વિચારોને નિન્દી ગહીં તેનાથી પાછા ફરી સંતોષના વિચારોમાં આરૂઢ થવું તે પ્રતિકમણ છે. મહાત્માઓને અવિનય અને આશાતના કરી હોય તેનાથી પાછા હઠી મહાત્માઓને વિનય અને તેમની ભક્તિ કરવી તે પ્રતિક્રમણ છે. કોઈ પણ જીવ સંબંધી ખરાબ અભિપ્રાય બાંધ્યા હોય અને તેનું અશુભ ચિંતવ્યું હોય તેનાથી નિન્દા-ગહ કરીને પાછા ફરી સત્ય અભિપ્રાય અને શુભ ચિંતનમાં પોતાના આત્માને સ્થાપન કરે તે પ્રતિક્રમણ છે. જગત્ એક શાળા છે તેમાંથી સાર ગ્રહણ કરવા પ્રયત્ન કરવાની જરૂર છે. જગતુના પદાર્થોમાં આસક્તિ કરી હોય તેનાથી પાછા ફરીને નિરાસતપણામાં પ્રવેશ કરે એ પ્રતિક્રમણ છે. જગતુના સર્વ જીવોને સ્વાતંત્ર્ય ગમે છે–તેમાંથી કોઈ જીવને પરતંત્રતાની બેડીમાં નાંખવા વિચાર કર્યો હોય તે અાર્યથી પાછા ફરીને સુકાર્યમાં આત્માને જ એ પ્રતિક્રમણ છે. જગતુ એ કેદખાનું છે તેમાંથી છૂટવા જે જે જે જે અંશે પ્રયત્ન કરતા હોય તેઓને તે તે અંશેમાંથી પાછા ફરવાને અસદ્ઉપદેશ દીધું હોય તેથી પાછા ફરીને શુભેપદેશમાં પ્રવૃત્તિ કરવી તે પ્રતિક્રમણ છે. વિરતિની બહિર જઈ અવિરતિ ભાવમાં ગમન કર્યું હોય તેનાથી પાછા ફરીને વાસ્તવિક વિરતિ તરફ પ્રવૃત્તિ કરવી તે પ્રતિકમણ છે. આત્માના શુદ્ધધર્મની રમણતામાંથી બહિર્મુખવૃત્તિ કરીને અશુદ્ધધર્મમાં રમણતા કરી હોય તે અશુદ્ધધર્મને નિર્દીને અને ગહને આત્માના શુદ્ધધર્મમાં રમતા કરવા જે પ્રવૃત્તિ કરવી તે પ્રતિક્રમણ છે. વિભાવદશામાંથી પાછા હઠીને સ્વભાવ દશામાં આવાગમન કરવું તે પ્રતિક્રમણ છે. રાગ દ્વેષની સવિક૯૫ દશામાંથી નિર્વિક૯૫ દશામાં આવવું તે પ્રતિક્રમણ છે. ઉપાધિમાંથી પાછા હઠીને નિરુપાધિ દશામાં આવવું તે પ્રતિક્રમણ છે. મનની ચંચળતાથી પાછા હઠીને સ્થિરતામાં પ્રવેશ કરે તે પ્રતિકમણ છે. આર્તધ્યાન અને રૌદ્રધ્યાનથી પાછા હઠીને ધર્મધ્યાનાદિમાં રમવું તે પ્રતિક્રમણ છે. ભય-ખેદ અને શ્રેષના વિચારથી પાછા હઠીને આત્માના શુદ્ધોપગમાં રમવું તે પ્રતિક્રમણ છે એમ સાપેક્ષપણે વિચારવું.
કૃષ્ણલેશ્યાદિ અશુભ લેશ્યાઓના વિચારે થયા હોય તો તેઓને નિન્દવા ગઈવા અને કૃષ્ણાદિ લેશ્યાઓથી પાછા ફરી શુભ લેશ્યાના વિચારો તરફ ગમન કરવું તે પ્રતિક્રમણ છે. દગા, પ્રપંચ અને પાખંડથી નિવૃત્ત થઈ સનમાર્ગમાં આવવું તે પ્રતિક્રમણ છે. મનુષ્ય ભૂલને પાત્ર છે. ગમે તે મનુષ્ય ગમે તે જાતનો દેષ કરી શકે છે; માટે મનથી જે જે ખરાબ વિચારે થયા હોય તેનાથી પાછા હઠવારૂપ પ્રતિક્રમણ કરવાની ખાસ જરૂર છે. મનમાં અનેક જાતનાં શુભાશુભ વિચારોનાં પરિવર્તનો થયા કરે છે. મનમાં કામાદિ અશુભ વિચાર આવ્યા હોય તો તેથી પાછા હઠીને શુભ વિચારમાં પ્રવેશ કરવારૂપ પ્રતિક્રમણ કરવાની ખાસ જરૂર છે. * દુનિયામાં મનુષ્ય વગેરેના સમાગમમાં આવતાં છતાં જલમાં કમલની પેઠે રાગદ્વેષના વિચારોથી નિલેપ રહીને કર્મયોગીના કાર્યો કરવા છતાં
For Private And Personal Use Only