________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsur Gyanmandir
પ્રતિક્રમણ આવશ્યક
( ૯૧ )
બની શકે નહિ. પ્રતિક્રમણ એટલે પાપથી પાછું ફરવું. આવા પ્રતિકમણના અર્થ પ્રમાણે દુનિયાના જે જે મનુષ્ય પાપથી પાછા ફરે છે તે પ્રતિક્રમણ કરનારા અવબોધવા. મન વચન અને કાયાથી જે જે પાપ કરાતાં હોય તેથી પાછા ફરવાની જરૂર છે. દિવસમાં જે જે મન-વચન અને કાયાથી પાપ થયાં હોય તેની માફી માગવી તેને દૈવસિક પ્રતિક્રમણ કહે છે. રાત્રિમાં મન વચન અને કાયાવડે જે પાપ થયાં હોય તેને પ્રાતઃસંધ્યા વિષે પશ્ચાત્તાપ કરે તેને રાત્રિક પ્રતિક્રમણ કહે ગૃહસ્થ પ્રતિકમણુસૂત્ર અને સાધુઓ શમણુસૂત્રના ભાવાર્થ ઉપર લક્ષ દઈ પ્રતિક્રમણ આવશ્યક કરવું જોઈએ. એક પક્ષમાં જે જે મન-વચન અને કાયાવડે પાપ કર્યા હોય તેને પશ્ચાત્તાપ કરે તેને પાક્ષિક પ્રતિક્રમણ કહે છે. મન વચન અને કાયાવડે ચાતુર્માસ સંબંધી પાપોને પશ્ચાત્તાપ કરી તેની નિન્દા ગહ કરવી તેને ચાતુર્માસિક પ્રતિકમણ કહે છે. વર્ષસંબંધી થયેલા પાપને પશ્ચાત્તાપ કરવો અને તેની નિન્દા-ગહ કરવી તેને સાંવત્સરિક પ્રતિક્રમણ કર્થ છે. નામ સ્થાપના દ્રવ્ય અને ભાવ પ્રતિક્રમણ એ ચાર નિક્ષેપે પ્રતિક્રમણનું સ્વરૂપ વિચારવું. ભાવ પ્રતિકમણ સાધ્ય છે એવો ઉપયોગ રાખીને પ્રતિક્રમણ કરવું. દ્રવ્યપ્રતિક્રમણ તે ભાવપ્રતિક્રમણના હેતુભૂત છે. વ્યવહાર પ્રતિક્રમણ તે નિશ્ચય પ્રતિક્રમણના હેતુભૂત છે. દરરોજ પ્રતિકમણ આવશ્યક કરવામાં આવે અને દુર્ગણ ન ટળે તથા નીતિના માર્ગ પર સ્થિર ન રહેવાય સમજવું કે પાપની ગહ-નિન્દારૂપ પશ્ચાત્તાપ બરાબર કરી શકાયો નથી.
પ્રતિક્રમણરૂપ અધ્યવસાય થવાથી ભૂતકાલીન કર્મની નિર્જરા થાય છે અને આત્માની શુદ્ધિ થાય છે. અનેક જીવો પ્રતિક્રમણ કરીને મુક્તિપદ પામ્યા અને પામશે. જે જે પાપ કર્યા હોય તેને અન્તઃકરણમાં ઊંડે પશ્ચાત્તાપ કરવો જોઈએ. મન વચન અને કાયાની ચેષ્ટાઓ પ્રતિક્રમણ યુગ્ય થવી જોઈએ. પ્રતિક્રમણના અધ્યવસાયથી આચારમાં સગુણ દેખાવા જોઈએ. પ્રતિક્રમણ કરવાથી નૈતિક ગુણેની વૃદ્ધિ થવી જોઈએ અને અનીતિથી પાછું હઠવાનું થવું જોઈએ. શબ્દમાં થએલું પ્રતિકમણ જો સગુણો અને શુભાચાર પર અસર ન કરે તો વાસ્તવિક પ્રતિક્રમણ કર્યું એમ કહેવાય નહિ. પ્રતિક્રમણથી કવાયનો ઉપશમ થવો જોઈએ. કષાય ઘટે નહિ અને ઉલટી દરરોજ કષાયની વૃદ્ધિ થાય ત્યાં પ્રતિક્રમણ કર્યું એમ કહી શકાય નહિ. અન્યોને રંજન કરવા માટે પ્રતિકમણની ક્રિયા નથી પણ પોતાના આત્માની શુદ્ધિ કરવા માટે પ્રતિક્રમણ છે. અન્તરમાં ભાવ પ્રતિક્રમણના ઉપગે પ્રતિકમણના વિચારો પ્રકટાવવા જોઈએ. નૈગમનયની કલ્પનાએ પ્રતિકમણની અનેકાન્ત માન્યતા માનીને સાપેક્ષ ઉત્તરોત્તરનયથી આત્મશુદ્ધિ કરવી જોઈએ. નિષ્કપટી મનુષ્ય અને આત્માથી ગુરુભક્ત મનુષ્ય પ્રતિક્રમણ શુદ્ધિ તરફ લક્ષ દેવું જોઇએ. ઉપયોગ વિનાનું દ્રવ્ય પ્રતિકમણ છે અને ઉપગપૂર્વક ભાવ પ્રતિક્રમણ
For Private And Personal Use Only