SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૯૦ ) શ્રી કમગ ગ્રંથ-સવિવેચન જોઈએ. ગુરુએ જે ઉપકાર કર્યા છે તેનું હૃદયમાં સ્મરણ કરીને ગુરુના હૃદયને સંતુષ્ટ-પ્રસન્ન કરવું જોઈએ. ગુરુએ જે આત્મજ્ઞાનને બોધ આપે છે તે અમૂલ્ય છે. આત્મજ્ઞાન આપી હદયચક્ષુને ઉઘાડનાર ગુરુને સર્વસ્વાર્પણ કરવું જોઈએ. વિનય-પ્રેમભક્તિ અને સદાચાર વગેરે ઘણા ગુણે ખરેખર ગુરુવન્દનથી ઉત્પન્ન થાય છે. ગુરુવન્દન કરવાથી હદયની નિર્મલતા થાય છે અને આત્માની ઉરચતામાં પ્રતિદિન વૃદ્ધિ થાય છે. સામાયિક અને ચતુર્વિશતિસ્તવની પેઠે ગુરુવન્દન આવશ્યક પણ આત્માને અત્યંત હિતકારી છે. પ્રભુની પ્રાપ્તિ કરાવી આપનાર ગુરુ છે; માટે ગુરુની ભક્તિ અને બહુમાન કરવામાં જરામાત્ર પ્રમાદ સેવ નહિ. આર્યપણું ખરેખરૂં ગુરુને વન્દન કરીને તેમની સેવા કરવામાં સમાયું છે. ગારના ખીલાની પેઠે મનની અસ્થિરતાને ધારણ કરનારા મનુષ્યો ગુરુની શ્રદ્ધા ધારણ કરી શકતા નથી અને તે જ્યાં ત્યાં સ્વછંદાચાર ઉન્મત્તની પેઠે ભટકે છે પણ આત્મહિત સાધી શકતા નથી. ગુરુને ગુરુ તરીકે જ્ઞાનવડે ન અવબોધે અને પિતાને જ્ઞાનવડે શિષ્ય તરીકે ન જાણે ત્યાં સુધી મનુષ્ય-ગુરુવન્દન આવશ્યકનો ખ આરાધક બની શકતો નથી. ધર્મમાર્ગમાં ગુરુવિના દુનિયામાં કોઈ મનુષ્ય મુક્તિના માર્ગમાં આગળ વધી શકે તેમ નથી. બાહ્ય અને અન્તરથી ન નિક્ષેપ સાપેક્ષ ગુરુવન્દનનું સ્વરૂપ જેઓ અવબોધીને ગુરુવન્દનમાં પ્રવૃત્તિ કરે છે તેઓ મુક્તિપદ પ્રાપ્ત કરી શકે છે. સર્વ આવશ્યકની આરાધનાના મૂળ પાયા તરીકે શ્રી સદ્ગુરુ શુદ્ધ પ્રેમ-ભક્તિથી ગુરુના ચરણકમલભંગ બનીને ગુરુવન્દન કરવું એજ શ્રી વીરપ્રભુનો ઉપદેશ છે. શ્રી ગુરુવન્દનના આવશ્યકની આરાધના કરનાર જેન બનીને જિનપાનું પ્રાપ્ત કરે છે-માટે દુનિયાના સર્વ મનુષ્યોએ ગુરુવન્દન આવશ્યક દરરોજ બે વખત કરવું. ગુરુવન્દનમાં આરૂઢ થયેલો મનુષ્ય પુનઃ પાપ નહિ કરવું અને જે પાપ થયાં હોય તેની નિન્દા ગહરૂપ પ્રતિકમણરૂપ આવશ્યક જે કહેવાય છે તે કરવાનો અધિકારી બને છે. કુંભાર પાસે મિચ્છામિકડું દેનાર ક્ષુલ્લકની પેઠે મિચ્છામિ દુક્કડં દેનાર પ્રતિક્રમણ કરી શકતું નથી. પ્રતિક્રમણ એ શું છે તે જે જાણતો નથી તે પ્રતિક્રમણ કરી શકતો નથી. દિવસમાં ને રાત્રિમાં જે જે પાપ કર્યા હોય તેને પશ્ચાત્તાપ કરીને પુનઃ તેવાં પાપ નહિ કરવાની પ્રતિજ્ઞા કરનારને અને તે પ્રમાણે પ્રવર્તનારને પ્રતિક્રમણ કરનાર અવબોધવો. શુકની પેઠે પ્રતિક્રમણુસૂત્ર બોલી જવું અને પ્રતિક્રમણ એટલે શું? તે પણ સમજી શકાય નહિ એવી રીતનું પ્રતિક્રમણ કરવું તે વાસ્તવિક પ્રતિક્રમણ કર્યું એમ કહેવાય નહિ. પ્રતિક્રમણુસૂત્ર અથવા શ્રમણુસૂત્રને મુખપાઠ કરી જવા માત્રથી હૃદય પર કંઈ પ્રતિક્રમણના વિચારોની અસર થતી નથી. ઇંગ્લીશ ભાષાના શબ્દોનો અર્થ નહિ જાણનાર ઇંગ્લીશ ભાષાની કવિતાઓમાં પ્રાર્થના વા પ્રતિક્રમણ કરે તેથી તેનું હૃદય ખરેખર શુદ્ધ For Private And Personal Use Only
SR No.008605
Book TitleKarmayoga 2
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages821
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy