________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દેવહુતિ આવશ્યક.
( ૮૭ )
તરફ ઉન્મનીભાવ થાય ત્યારે સંસારમાંથી ઘણા અંશે મુક્ત થવાય છે. હે ચેતન ! હારા શુદ્ધધર્મમાં સ્મરણ કરવું એજ હારે વાસ્તવિકધર્મ છે. પિતાના મૂળ ધર્મ તરફ દૃષ્ટિ રાખ !!! સમભાવરૂપ પર્વત પર પરમાત્મારૂપ દેવ વિરાજે છે. સમભાવરૂપ પર્વત પર ચઢવાને અસંખ્ય પગથીયાં છે. હળવે હળવે સમભાવરૂપ પર્વતના પગથીયાં પર જેઓ ચઢતા હોય છે. તેમાંથી કેટલાક મનુ હારાથી ઉપરના પગથીયાં પર હોય તે તરફ ઉત્સાહથી અને ઉપયોગથી ચઢવા પ્રયત્ન કર,અને હારાથી જે આત્માઓ નીચેના પગથીયાં પર હૈય, કઈ દૂર હોય, કેઈ છે દૂરતર હોય, કોઈ જ સમભાવરૂપ પર્વતના પહેલા પગથીયે હોય અને કઈ જીવો સમભાવરૂપ પર્વતની તળેટીએ આવવા પ્રયત્ન કરતા હોય તે સર્વ જીવો પર સમભાવની દૃષ્ટિથી દેખ. ત્યારથી ઉચે ચઢેલા અને હારાથી નીચે રહેલા જીનું મૂળ સત્તામાં રહેલું સ્વરૂપ દેખ અને ઉંચ નીચને ઉપાધિભેદ ભૂલીને સમભાવથી સર્વને દેખ! ! ! સર્વ જીવોની સાથે સમભાવષ્ટિ રાખીને પિતાનું સમભાવરૂપ સામાયિક પ્રગટ કરવું એજ વીતરાગદેવે કહેલું પરમાર્થતત્ત્વ છે–એમ ઉપગ રાખ. સમભાવરૂપ સામાયિકમય તું પિતે છે એમ અન્તર્દષ્ટિથી દેખ અને વિભાવદૃષ્ટિ પરિહરીને પિતાના શુદ્ધધર્મમાં મસ્ત બન. બાહ્યશરીરાદિ જે દેખાય છે તે સર્વ દયિક ભાવે છે તેમાં અહંવૃત્તિનું ઉત્થાન થવું એજ સંસારની ઉત્પત્તિ છે. અહંવૃત્તિએ સંસાર છે અને અહંવૃત્તિથી દૂર શુદ્ધોપાગમાં રહેવું એજ જીવનમુક્તની દિશા છે. સામાયિક અર્થાત્ સમતાભાવમાં પરિણમવું એજ આત્માનું જીવવું છે અને વિભાવષ્ટિથી જીવવું એ સંસારજીવન છે. સમતારૂપ આત્મામાં તૃષ્ણ-વાસના વગેરે નથી એમ નિશ્ચય કરીને આત્મજ્ઞાનમાં પ્રતિપ્રતિદિન વિશેષ પ્રવૃત્તિ કર ! નૈગમનયની દૃષ્ટિએ પ્રથમ સામાયિકમાં પ્રવૃત્તિ થાય છે-પશ્ચાતું ઉત્તરોત્તર નયકથિત સામાયિકની પ્રાપ્તિ થયા કરે છે.
સામાયક આવશ્યકમાં પરિપૂર્ણરુચિ ધારણ કરવી અને તેને આદર કરવો. સમભાવ આચાથી અન્ય આવશ્યકતા સ્વીકારવામાં આવે આત્માને છે સમભાવ રૂપમાં મૂકવાથી સમભાવરૂપ પર્વતના શિખરે પહોંચીને પરમાત્મા બનેલા એવા તીર્થકરોના ગુણોનું ગાન
કરવામાં આવે છે. સમભાવરૂપ આવશ્યકમાં પ્રવેશ કરવાથી સમભાવના દેવસ્તુતિ દરિયા એવા તીર્થકરોની મહત્તા અવબોધી શકાય છે અને તેથી તીર્થઆવશ્યક, કરેની સ્તુતિ કરી શકાય છે. ગિરનારની પાંચમી ટુંક પર ચઢવાના વિકટ
માર્ગ કરતાં સમભાવને માર્ગ અનન્તગણે વિકટ છે. સમભાવના પગથીયાંપરથી જરા ખસવામાં આવ્યું તો વિષમ ભાવરૂપ રાગદ્વેષના ઉંડા ખાડામાં પડતાં વાર લાગતી નથી. ગિરનારની પાંચમી ટુંક પર ચડતાં આગળ પાછળ દેખવામાં લક્ષ્ય રાખી શકાય નહિ અને જો ઉપરઉપરના પગથીયાં પર વિચાર કરી જોઈને પાદ મૂકવામાં આવે છે તો ઉપર પહોંચી શકાય છેતતુ સમભાવ પર્વતનાં પગથીયાં સમભાવના
For Private And Personal Use Only