________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
--
-
--
----
( ૮૦ )
શ્રી કમોગ ગ્રંથ-સવિવેચન.
ઈત્યાદિ પદદ્વારા અવબોધવું કે અધ્યાત્મજ્ઞાની સાત્વિક હોવાથી તે મગજની સમાનતા રાખીને અનેક પ્રકારના કષાયને જીતી ધર્મકર્મ કરતે છતા પણ અહેમમત્વથી લેપાતો નથી અને સર્વ બાબતમાં તે અન્ય મનુષ્યોથી પાછળ રહેતું નથી. સાત્વિક આત્મજ્ઞાનીના આત્માની શક્તિ ખીલવા માંડે છે. ઇન્દ્રિય મન વાણી અને કાયાને વશ વર્તાવીને તથા આજુબાજુના સાનુકળ સંગોને મેળવી સ્વાધિકારે કાર્યની સિદ્ધિમાં તે અન્ય મનુષ્ય કરતાં અગ્રગણ્ય પ્રગતિમાન રહે છે. આત્મજ્ઞાની બાહ્ય શુભાશુભ કર્મો ભગવતો છતે હર્ષશેકમાં લીન થતો નથી એજ તેનું અપૂર્વ આન્તરિક પરિણામ-વર્તન હોવાથી તે સ્વફરજગ્ય કેઈ કાર્યની પ્રવૃત્તિમાં નિષ્ફળ જતાં અરતિને અને સફલ થતાં રતિને પામતું નથી. તે તો સ્વાધિકારે આવશ્યક ધર્મકાર્યની ફરજ અદા કરવી એટલું સૂત્રરૂપ માનીને પ્રવર્તે છે. પૂર્વકર્માનુસારે સર્વ થયા કરે છે પણ હૃદયમાં ચિંતવ્યા પ્રમાણે થતું નથી તેથી હે આત્મન ! ત્યારે અનેક બાબતોમાં ઉત્સુક થઈને વિક૯૫ સંક૯૫ ચિન્તાના વશ ન થવું ! ! ! એમ આત્મજ્ઞાની પોતાની માન્યતામાં દઢ હોવાથી બાહો ધાર્મિક પ્રવૃત્તિની અસરથી અન્તરમાં રાગદ્વેષની સલેપતા પામતો નથી. જેમાં લેપાવાનું છે તેમાં સલેપભાવથી ક્રિયા કરતો નથી પરંતુ નિર્લેપભાવથી ક્રિયા કરતો હોવાથી સાત્વિક આત્મજ્ઞાની આવશ્યક ધર્મકાર્યો કરવાને ખરેખર અધિકારી બને છે. જે રજોગુણ અને તમગુણવૃત્તિને દબાવી શક્તો નથી તે વિશ્વ પર વિજય મેળવવા શક્તિમાન થતું નથી. તરવારની ધારથી વિશ્વ પર જે વિજય મેળવી શકાય છે તે યદિ રજોગુણ અને તમે ગુણવૃત્તિવડે યુક્ત હોય છે તે તે વિજય વિશ્વમાં સ્થાયી રહી શકતો નથી. સાત્વિકનીતિપુરસ્સર વિદ્યા ક્ષાત્રકમદિથી જે વિશ્વ પર વિજ્ય મેળવી શકાય છે તે બહુકાલપર્યન્ત સ્થાયી રહી શકે છે. આત્મજ્ઞાની સાત્વિકનીતિપુરસર આવશ્યક ધર્મકાર્યો કરીને વિશ્વની પ્રગતિ કરીને જે વિજય મેળવી શકે છે તેના સમાન અન્ય કોઈ વિજય મેળવવા શક્તિમાન થતો નથી. સાત્વિક આત્મજ્ઞાની નૈૠયિક દૃષ્ટિએ વિશ્વની વાસ્તવિક સ્થિતિ અવધે છે તેથી તે પૂર્વકાલમાં જ્યાં જ્યાં બંધાયે હતો તેમાં તે વર્તમાનમાં નિઃસંગભાવે પરિણમતો હોવાથી બંધાતો નથી. આત્મજ્ઞાની શુભાશુભભાવમાં મુંઝાતું નથી તેથી તેની મન વચન અને કાયાની પ્રવૃત્તિથી તે સ્વપ્રારબ્ધ ભોગવતાં સ્વયેગ્ય અધિકાર ફરજ પ્રમાણે પ્રવર્તતાં ક્ષણે ક્ષણે આત્માની અને વિશ્વની પ્રગતિમાં આગળ ને આગળ વધ્યા કરે છે. મન વચન અને કાયાની કઈ પણ પ્રકારની પ્રવૃત્તિ કર્યા વિના કેઈ પણ જીવ વિશ્વમાં રહી શક્તો નથી એમ આત્મજ્ઞાની અવબોધે છે તેથી તે સ્વાધિકાર ફરજ ગ્ય લૌકિક કર્મ અને લકોત્તરકની ફરજ અદા કરે છે અને અન્તરથી બાહ્ય જે જે કરે છે તેમાં “નાડ 7 ના મોજા” ઇત્યાદિ ભાવના પ્રવર્તે છે તેથી તે કદાપિ આવશ્યક ધર્મ કર્મથી ભ્રષ્ટ થતો નથી, બાહ્યકર્તવ્ય કાર્યોને બાહ્યફરજ પ્રમાણે સ્વાધિકાર કરતો હોવાથી
For Private And Personal Use Only