________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છમ છમક્સ
ભક્તિ કરતા. પુત્રએ તેમની સારી સેવા કરી અને લીલીવાડી જોઈ તેઓએ શાંતિસમાધિપૂર્વક સં. ૧૯૯૯ ના શ્રાવણ વદી ૧૨( પર્યુષણ પર્વને પ્રારંભ દિન)ના રોજ ૮૦ વર્ષની વયે સ્વર્ગગમન કર્યું. તે દિવસે પુત્ર-પુત્રીઓ, કુટુંબીઓએ શાણા શિરછત્ર, વત્સલ પિતા અને ગામ તાલુકા પરગણાએ ઉત્તમ કોટિના નાગરિક અને અનેક માણસોએ પોતાની હૈયાની હૂંફ ખાયાં.
તેમના પુત્રોએ, પારડી શ્રી સંઘ-ગામ-પરગણાએ સાથે મળી તે વખતે અષ્ટાહ્નિકા મહોત્સવ કરી, દાનધર્મ કરી, પિતૃભક્તિ, પિતૃપૂજન, પિતૃતર્પણ કર્યું અને ભલા શેઠને ભક્તિ-અંજલિ અપી પિતાને કૃતાર્થ માન્યા. - શેઠશ્રીના પુત્ર પણ સમાજમાં જાણીતા, સેવાભાવી તરીકે પ્રસિદ્ધ છે, જેઓ રાષ્ટ્રની, સમાજની, ધર્મની, વ્યાપાર અને જનતાની સેવા બજાવી રહ્યા છે. તે
શ્રી ચીમનલાલ શ્રોફ. આંખના નિષ્ણાત સર્જન, સાધુ-સંત અને જનસમાજના સેવાભાવી ડોકટર, જૈન સમાજના અગ્રગણ્ય વિચારક, જૈન કોન્ફરન્સ તથા ઘણી સંસ્થાઓમાં અગ્રભાગ ભજવનાર, કેળવણીના પ્રખર હિમાયતી અને સ્પષ્ટવક્તા ડો. શ્રોફ તરીકે આજે વિખ્યાત છે.
શ્રી સૌભાગ્યચંદ્રભાઈ શ્રી સ્વરૂપચંદ્રભાઈ તથા શ્રી ઠાકોરભાઇ આ ત્રણે ભાઈઓ મુંબાઈના જૂદા જૂદાં બજારમાં વ્યાપાર ખેડે છે તથા શ્રી, નવલચંદભાઈ પારડીમાં જ પિતાને પગલે સરાણી વ્યાપાર ચલાવી સુખી સંતોષી ધર્મરૂગ્નિવંત જીવન ગાળે છે.
શ્રી ધીરજલાલ શ્રોફ. આ ગ્રંથ પ્રકાશનના દ્રવ્ય સહાયક અને જ્ઞાનરૂચિવંત, સ્વાશ્રયથી આપબળે આગળ વધી, ખત પ્રમાણિકપણું', દીર્ઘદ્રષ્ટિ અને સદ્ભાગ્યથી શ્રી અને સરસ્વતીના લાડીલા બન્યા છે. તેઓ ન્યુ એરા ટેકસ્ટાઇલ સીક મીલ, તથા ઇવાન્સ ફેઝર લીવ જેવી સદ્ધર કંપનીઓના માલેક તથા એકસ્પર્ટ ઈપેટના સાહસિક વ્યાપારી છે. આ સોમાં દિલનું
ઔદાર્ય અને સહિષ્ણુતા એ ગુણે તેમનામાં ખૂબ વિકાસ પામ્યા છે. વિદેશના પ્રવાસે તેમણે ઘણા કર્યા છે, છતાં સ્વધર્મ-આરાધન તેમનું વધુ ઉજવળ બન્યું છે.
આ ગ્રંથમાં શ્રીયુત ધીરૂભાઈએ પિતાના આત્મશ્રેયાર્થે-સ્મરણાર્થે રૂા. અઢી હજાર પ્રકાશન અર્થે આપ્યા છે અને મંડળના પેટ્રન થયા છે તે માટે શ્રી અ, જ્ઞા. પ્ર. મંડળ તેમનો આભાર માને છે.
| મંત્રીઓ.
ON SHROFF
For Private And Personal Use Only