________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૮ )
શ્રી કર્મયોગ મંથ-સવિવેચન.
બંધને મોક્ષરૂપ માને છે અતએ અજ્ઞાનપરિણામે કરાતા ધાર્મિકાનુષ્ઠાને વિષરૂપ પરિ
મીને દુઃખરૂપ ફલવિપાકપ્રદ હેવાથી તે અનુષ્ઠાનને વિપાનુષ્ઠાન કથવામાં આવે છે. સો મણ દુગ્ધના બનેલા દુગ્ધપાકમાં એક તેલ તાલપુટ વિષ નાખવામાં આવે તે જેમ તે દુગ્ધપાક ભક્ષણથી અનેક મનુષ્યના પ્રાણ વિણશી જાય છે; તદ્વત વિષાનુષ્ઠાનથી ધર્મના બદલે અધર્મ થવાથી આત્માને દુઃખની પરંપરા ભેગવવી પડે છે. અએવ અજ્ઞાનમિથ્યાબુદ્ધિને પરિહાર કરવા માટે પ્રયત્ન કરવાની જરૂર છે. એકનું દેખી અન્ય મનુષ્ય પણ તેનું રહસ્ય અવબોધ્યા વિના જે અનુષ્ઠાન કરે છે તેને જોવાનુEાન કહેવામાં આવે છે. દેખાદેખી સાથે જોગ પડે પિંડ કે વાધે રોગ-ઇત્યાદિની પેઠે અન્યન્યાનુષ્ઠાનથી પણ આત્માની પ્રગતિ થઈ શકતી નથી. કેઈકનું ધાર્મિક અનુષ્ઠાન દેખીને તે પ્રમાણે દેખાદેખી અનુષ્ઠાન કરવાથી આત્મામાં જ્ઞાનનો વિકાસ થતો નથી. દેખાદેખી અનુષ્ઠાન કરવાથી જ્ઞાનની આવશ્યકતાને લેપ થાય છે. દેખાદેખી ધાર્મિકાનુષ્ઠાન કરનારાઓ અતરમાં જેવા હોય છે તેવાને તેવા રહે છે. તેમના હૃદયમાં કઈ પણ જાતની ઊંડી અસર થતી નથી. દેખાદેખી પ્રવૃત્તિ કરનારાઓ સાંસારિક વ્યવહારિક ધર્મકાર્યોમાં સુધારેવધારો કરવાને અને દેશકાલાનુસાર અધિકારી પર લાભાલાભ પ્રવૃત્તિ વા સ્વફરજગે આવશ્યક ઉપયેગી ધર્મપ્રવૃત્તિને કેવી રીતે આચરવી તેનું પરિતઃ જ્ઞાન પ્રાપ્ત કરવાને શક્તિમાન થતા નથી અને તેથી અને પરિણામ એ આવે છે કે જ્ઞાન વિનાની પ્રવૃત્તિયોથી સમૃછિમ પદ્રિયની પેઠે જ્યાં ત્યાં અથડાવવું પડે છે. એક સામાન્યમાં સામાન્ય ધાર્મિકાનુકાન હોય તો પણ તેને પરિપૂર્ણ વિવેક કરવાની જરૂર છે. અમુક ધાર્મિકાનુષ્ઠાનની પ્રવૃત્તિ કરવાથી શું લાભ થવાનું છે? અમુક ધાર્મિકાનુષ્ઠાનનું સ્વરૂપ કેવા પ્રકારનું છે અને તે દ્રવ્યક્ષેત્ર કાલભાવે ભૂતકાળમાં કેવું હતું, વર્તમાનમાં કેવું છે, તથા ભવિષ્યમાં કેવું રૂપ ગ્રહશે તેને અધિકારી પર વિચાર કરવો જોઈએ. અમુક ધાર્મિકાનુકાનની વિધિતેને અધિકારી–તેનું બાહ્યાંતર સ્વરૂપ તેનામાં થતાં પરિવર્તને ઉત્સર્ગ અને અપવાદમાર્ગે તેની સ્થિતિ અને નામાદિ નિક્ષેપે તેનું વાસ્તવિક સ્વરૂપ શું છે તેનું પરિપૂર્ણ સ્વરૂપ અવબોધ્યા વિના આત્માની વાસ્તવિક પ્રગતિ થઈ શકતી નથી—એમ હૃદયમાં સૂપગે અનુભવ કરવાની જરૂર છે. ફક્ત દેખાદેખી યિાઓ કરનારા મનુબેના આત્માઓ પ્રતિ લક્ષ્ય આપવામાં આવે તો અવબેધાશે કે તેઓનાથી આત્માની ઉન્નતિ કરી શકાઈ નથી. જે મનુષ્ય અનુષ્ઠાનનું જ્ઞાન કર્યા વિના અન્ધશ્રદ્ધા વા રુચિમાત્રથી દેખાદેખી ધાર્મિકાનુષ્ઠાનની પ્રવૃત્તિ કરે છે તેઓ ધાર્મિકાનુકાનોના વાસ્તવિક બેધના અભાવે સંકુચિત દષ્ટિના માર્ગ પ્રતિ ગમન કરે છે અને દ્રવ્યક્ષેત્રકાલભાવે સ્વાધિકાર પ્રમાણે ઉત્સર્ગથી તથા અપવાદથી ધાર્મિક ક્રિયાઓને કરવા સમર્થ થઈ શકતા નથી. દેખાદેખી પ્રવૃત્તિ કરનારાઓ મનને મહેનત આપી શકતા નથી અને તેથી તેઓ કર્તવ્ય યિામાર્ગથી
For Private And Personal Use Only